Digital Gujarat Scholarship: ડિજિટલ ગુજરાત સ્ક્લોલરશીપ 2023: ગુજરાત સરકાર દ્વારા ધોરણ 11 થી ઉચ્ચ અભ્યાસ કરતાં અનુસુચિત જતી, અનુસૂચિત જનજાતિ, આર્થિક રીતે પછાત, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થીઑ માટે દર વર્ષે સ્કોલરશીપ આપવામાં આવે છે. જે આ Digital Gujarat Scholarship નો લાભ મેળવવા માંગે છે તે 22 સપ્ટેમ્બર 2023 થી પોતાની ઓનલાઈન અરજી કરી શકે છે. જેના માટે ની સંપૂર્ણ માહિતી નીચે મુજબ દર્શાવવામાં આવી છે.
Digital Gujarat Scholarship 2023
| આર્ટિકલનું નામ | Digital Gujarat Scholarship |
| પોસ્ટ | ગુજરાત પોસ્ટ મેટ્રિક શિષ્યવૃતિ યોજના 2023 |
| લાભ | EWS, OBC, ST, SC, DNT વિદ્યાર્થીઓને |
| ફોર્મ ભરવાની શરૂઆત | 22 સપ્ટેમ્બર 2023 |
| ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 5 નવેમ્બર 2023 |
| અરજી મોડ | ઓનલાઈન |
| ઓફિશિયલ વેબસાઇટ | https://www.digitalgujarat.gov.in |
ડિજિટલ ગુજરાત શિષ્યવૃતિ
ડિજિટલ ગુજરાતનાં મધ્યમથી ધોરણ 11 કે તેનાથી ઉચ્ચ અભ્યાસ કરતાં EWS, OBC, ST, SC, DNT વિદ્યાર્થીઓને દર વર્ષે આ શિષ્યવૃતિ આપવામાં આવે છે. જેમાં આ 2023ના વર્ષની Digital Gujarat Scholarshipના ફોર્મ ભરવાની શરૂઆત 22 સપ્ટેમ્બર 2023 થી થઈ ગાય છે. જ્યારે તેમની અરજી કરવાની છેલ્લી તારીખ 5 નવેમ્બર છે. પરંતુ છેલ્લી તારીખ સુધી રાહ જોવા વગર તરત જ ઓનલાઈન અરજી કરવી હિતવાત છે.
પોસ્ટ મેટ્રિક શિષ્યવૃતિ
નિયામક, વિકાસથી જાતિ, કલ્યાણ ગુજરાત રાજ્ય ગાંધીનગર ખાતા હસ્તક કેન્દ્ર દ્વારા PM Young Achievers Scholarship Award Scheme for Vibrant India (PM YASASVI) અમ્બ્રેલા પૈકીની યોજના પોસ્ટ મેટ્રિક શિષ્યવૃતિ EBC, OBC અને DNT વિદ્યાર્થીને શિષ્યવૃતિ માટે Digital Gujarat Scholarship પોર્ટલથી કરવાનો થાય છે. વિકસિત જાતિના વિદ્યાર્થીઓએ માટે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃતિ યોજના માટે ધોરણ 11-12, ડિપ્લોમા, ITI, સ્નાતક, અનુસ્નાતક, M.Phil., P.hd. કક્ષાના અભ્યાસક્રમ માટે કુલ 10 યોજનાઓની જગ્યાએ સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય, અને સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય ગાંધીનગર હેઠળ EBC, OBC અને DNT વિદ્યાર્થીને શિષ્યવૃતિનો અમલ કરવાનો થાય છે.
આ પણ વાંચો: Rules Change October: 1 ઓક્ટોબરથી બદલનારા નિયમો, સામાન્ય લોકો પર સીધી અસર પડશે.
આ અંતર્ગત રાજ્યની સરકારી, ગ્રાન્ટ-ઇન-એઇડ શાળાઓમાં અભ્યાસ કરતાં ધોરણ 11-12, ડિપ્લોમા, ITI, સ્નાતક, અનુસ્નાતક, M.Phil., P.hd. કક્ષા EBC, OBC અને DNT વિદ્યાર્થીના માતા પિતાની વાર્ષિક આવક 2,50,000 થી વધારે ના હોય તે વિદ્યાથીને નિયમાનુસાર નક્કી થયેલ ગ્રૂપવાર મળવાપાત્ર શિષ્યવૃતિ લાભ આપવા ડિજિટલ ગુજરાત પોર્ટલ પર અગાઉના વર્ષોની જેમ વર્ષ 2023-24 માટે વિદ્યાર્થીઓએ અરજી મંગાવવામાં આવી છે. તેમજ અન્ય નીચે મુજબ પોસ્ટ મેટ્રીક શિષ્યવૃત્તિ યોજના હેઠળ પણ અગાઉના વર્ષોના જેમ જ વર્ષ 2022-23 માં વિકસતી જાતિના સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતવર્ગ તથા વિવિ જાતિના વિદ્યાર્થીઓને આયામ અનુસાર સ્કોલરશીપ નો લાભ આપવા ડિજિટલ ગુજરાત પોર્ટલ મારફતે અરજીઓ મંગાવવામાં આવે છે.
EBC, OBC અને DNT માટે
- BCK – 80 મેડિકલ, એન્જીનિયરીંગ, ડિપ્લોમાના વિદ્યાર્થીઓને સાધન સહાય.
- BCK – 79 મેડિકલ, એન્જીનિયરીંગ, ડિપ્લોમાના વિદ્યાર્થીઓને ભોજન સહાય.
- DNT – 2 મેડિકલ, એન્જીનિયરીંગ, ડિપ્લોમાના વિદ્યાર્થીઓને ભોજન સહાય.
- BCK – 98 M.Phil. અને P.Hd. ના વિદ્યાર્થીઓને સ્કોલરશીપ સહાય.
- BCK – 81 બાબાસાહેબ આંબેડકર અને ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટીમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને સ્કોલરશીપ સહાય.
- BCK – 325 સ્વ નિર્ભર કોલેજોમાં અભ્યાસ કરતાં વિવિ જાતિના વિદ્યાર્થીઓને શૈક્ષણિક સહાય.
- ટ્યુશન સહાય યોજના
આ પણ વાંચો: Gujarat Govt Whatsapp helpline: ગુજરાત સરકારની નવી પહેલ, વોટસઅપ પર હેલ્પલાઇન શરૂ, તરત આવશે અરજીનો નીકાલ
ST, SC વિદ્યાર્થીઓ માટે
- BCK – 61 પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપ SC વિદ્યાર્થીઓ માટે
- BCK – 61 પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપ SC વિદ્યાર્થીઓ માટે (ફ્રીશીપ કાર્ડ વિદ્યાર્થીઓ માટે)
- BCK – 10 SC ના વિદ્યાર્થીઓ માટે ભોજન બિલ સહાય.
- BCK – 11 SC ના M.Phil. અને P.Hd. વિદ્યાર્થીઓ માટે ફેલો શીપ યોજના.
- BCK – 12 મેડિકલ, ડિપ્લોમા, એન્જીનિયરીંગ ના SC વિદ્યાર્થીઓ માટે સાધન સહાય.
- BCK – 13 ITI અને વ્યાવસાયિક અભ્યાસ ક્રમો માટે SC ના વિદ્યાર્થીઓને શિષ્યવૃતિ સહાય.
- BCK – 5 માત્ર SC કન્યા વિદ્યાર્થીઓ માટે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ (વાર્ષિક કૌટુંબિક આવક 2.50 લાખથી વધુ) (રાજ્ય સરકારની યોજનાઓ)
- BCK – 7 SC વિદ્યાર્થીઓને ખાનગી ટ્યુશન કે કોચિંગ સહાય (વિજ્ઞાન પ્રવાહ માટે) (ધોરણ : 11-12)
- BCK – 353 SC વિદ્યાર્થીને ટેબ્લેટ સહાય
અરજી કરવાની રીત
Digital Gujarat Scholarship અંતર્ગત અરજી કરવાની રીત નીચે મુજબ દર્શાવવામાં આવી છે.
- સૌપ્રથમ Digital Gujarat Scholarship ના પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.
- નવા રજીસ્ટ્રેશન માટે આધાર કાર્ડ, મોબાઈલ નંબર, ઇ-મેઈલ ID તેમજ નક્કી કરેલ પાસવર્ડ દ્વારા કરવાનું રહેશે.જે કમી માટે સાચવવાનો રહેશે.
- રજીસ્ટ્રેશન કરતી વખતી મોબાઈલ નંબર અને ઇ-મેઈલ ID ફરજિયાત હોવા જરૂરી છે.
- રજીસ્ટ્રેશન બાદ ID અને પાસવર્ડની મદદથી લૉગિન કરવાનું રહેશે.
- જે વિદ્યાર્થીઓએ આ પોર્ટલ પર અગાઉ અરજી કરેલ હોય તે વિદ્યાર્થીઓએ ફરીથી રજીસ્ટ્રેશન કરવાની જરૂર નથી. તે પોતાના જૂના ID અને પાસવર્ડની મદદથી લૉગિન કરી શકે છે.
- જે વિદ્યાર્થી પોતાના જૂના ID પાસવર્ડ ભૂલીગયા છે તેઑ ફોરગેટ પાસવર્ડ કરી શકે છે.
- તમામ માહિતી ભરવાની રહેશે.
- ત્યાર બાદ જરૂરી આધાર પુરાવાઓ જોડવાના રહેશે.
- છેલ્લે ફાઇનલ સબમિટ અને કાનફોર્મ આપવાનું રહેશે.
- અને આ ફોર્મની પ્રિન્ટ આઉટ કાઢીને શાળા કે કોલેજમાં આધારપૂરવા સાથે આપવાની રહેશે.
અગત્યની લીંક
| ડિજિટલ ગુજરાતની વેબસાઇટ માટે | અહિં ક્લીક કરો |
| હોમ પેજ | અહિં ક્લીક કરો |
| વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરો | અહિં ક્લીક કરો |
| વધુ અપડેટ માટે whatsapp ચેનલ જોઇન કરો | Click here |

Ahir
Jay mataji
good information sir… very useful to us
Visvjit Ajit Sinh raulji