PM Vishwakarma Yojana: વગર ગેરન્ટી એ સરકાર આપશે 3 લાખની લોન, આટલા ડોકયુમેન્ટની પડશે જરૂર; pmvishwakarma.gov.in

PM Vishwakarma Yojana: વિશ્વકર્મા લોન યોજના: pmvishwakarma.gov.in: સરકાર દ્વારા નાના ધંધાર્થીઓ અને કારીગરો માટે અનેક પ્રકારની યોજનાઓ દ્વારા સહાય અને લોન આપવામા આવે છે. આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદિ ના જન્મ દિવસે કારીગરો માટે આવી જ એક લોન યોજના PM Vishwakarma Yojana લોન્ચ કરવામા આવી છે. જેમા નાન કારીગરો આર્થીક રીતે સધ્ધર બને અને તેમના વ્યવસાયનો વિકાસ થાય તે માટે રૂ.3 લાખની લોન ઓછા વ્યાજદરે આપવામા આવે છે. આ યોજનાનુ ફોર્મ કેમ ભરવુ, ક્યા ડોકયુમેન્ટ જોશે તેની માહિતી મેળવીએ.

PM Vishwakarma Yojana

  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નાના કારીગરો માટે 17 સપ્ટેમ્બરથી ‘PM વિશ્વકર્મા યોજના’ શરૂ કરી
  • આ યોજના હેઠળ ગેરન્ટી વગર રૂ. 3 લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવશે
  • આ યોજના માટે pmvishwakarma.gov.in ઓફીસીયલ વેબસાઇટ છે.

આપણા દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 17 સપ્ટેમ્બર રવિવારના રોજ તેમના 73 માં જન્મદિવસના પ્રસંગે કારીગરો અને નાના ધંધાર્થીઓ માટે એક મોટી ભેટ આપી છે અને ‘PM વિશ્વકર્મા લોન યોજના‘ શરૂ કરી છે. રૂ. 13,000 કરોડની આ સરકારી યોજના પરંપરાગત કૌશલ્ય ધરાવતા કારીગરો માટે પોતાનો વ્યવસાય શરૂ કરવામાં ઘણી ઉપયોગી સાબિત થશે. આમાં, કૌશલ્ય તાલીમની સાથે, લાભાર્થીઓને બે તબક્કામાં 3 લાખ રૂપિયા સુધીની લોન વગર ગેરન્ટીએ આપવાની પણ જોગવાઈ છે, જે વ્યવસાય શરૂ કરવામાં આર્થિક રીતે મદદ બની રહેશે. ચાલો જાણીએ કે આ યોજના માટે કેવી રીતે અરજી કરવી અને તેનો લાભ કયા કારીગરો ને મળશે તેની માહિતી મેળવીએ.

આ પણ વાંચો   PM Kusum Yojana 2023: સરકાર દેશે આટલી સબસિડી સોલાર પેનલ પર, આજે જ લગાવો અને મેળવો વધારે લાઇટબિલની માથી મુક્તિ.

આ પણ વાંચો: Gujarat Govt Whatsapp helpline: ગુજરાત સરકારની નવી પહેલ, વોટસઅપ પર હેલ્પલાઇન શરૂ, તરત આવશે અરજીનો નીકાલ

PM વિશ્વકર્મા લોન યોજના

સરકારશ્રી દ્વારા શરૂ કરવામાં આવેલી PM વિશ્વકર્મા યોજના હેઠળ, સરકાર કારીગરોને આપવામાં આવેલી લોન પર 8 ટકા સુધીની સબસિડી આપી રહી છે. આ યોજના હેઠળ પરંપરાગત વ્યવસાય સાથે સંકળાયેલા કારીગરો રૂ. 3 લાખ રૂપિયા સુધીની લોન લઈ શકે છે, તે પણ માત્ર 5 જેટલા સસ્તા વ્યાજ દરે. આ યોજનામાં સુથાર, સુવર્ણકાર, લુહાર, મેસન્સ, પથ્થર શિલ્પકારો, વાળંદ અને નાવિક સાથે સંકળાયેલા 18 ક્ષેત્રોનો સમાવેશ કરવામા આવ્યો છે. આ અંતર્ગત સરકાર 3 લાખ રૂપિયા સુધીની લોન આપી રહી છે. શરૂઆતમાં રૂ. 1 લાખની લોન આપવામાં આવશે અને 18 મહિના સુધી ચૂકવણી કર્યા પછી, લાભાર્થી રૂ. 2 લાખની વધારાની લોન મેળવવા માટે પાત્ર બનશે. આ યોજના અંતર્ગત મેળવેલી લોનનો વ્યાજ દર માત્ર 5 ટકા જ રહેશે.

વિશ્વકર્મા લોન યોજના ઓનલાઇન અરજી

વિશ્વકર્મા યોજના માટે ઓનલાઇન અરજી કરવા માટે નીચેના સ્ટેપ અનુસરો.

  • આ લોન યોજના માટે ઓનલાઇન અરજી કરવા માટે સૌ પ્રથમ PM વિશ્વકર્મા યોજનાના ઓફીસીયલ પોર્ટલ પર જાઓ.
    ઓફીસીયલ વેબસાઇટ https://pmvishwakarma.gov.in છે.
  • ત્યારબાદ આ વેબસાઇટમા તમારા મોબાઈલ નંબર અને આધાર કાર્ડનો ઉપયોગ કરીને રજીસ્ટ્રેશન કરો.
  • ત્યારબાદ OTP વેરિફિકેશન દ્વારા તમારો મોબાઈલ નંબર અને આધાર કાર્ડ નુ વેરીફીકેશન કરો.
  • નામ, સરનામું અને વ્યવસાય સંબંધિત માહિતી સહિતની વિગતો સાથે PM વિશ્વકર્મા યોજના રજીસ્ટ્રેશન ફોર્મ ભરો અને તેને સબમિટ કરો.
  • PM વિશ્વકર્મા ડિજિટલ ID અને પ્રમાણપત્ર ડાઉનલોડ કરો.
  • ત્યારબાદ જરૂરી ડોકયુમેંન્ટ અપલોડ કરો. જે બાદ સંબંધિત વિભાગ તમારી વિગતોની ચકાસણી કરશે.
  • ત્યારબાદ તમામ વિગતોની ચકાસણી બાદ જો બધી વિગતો સાચી હશે તો તમારી લોન મંજૂર કરવામાં આવશે.

આ પણ વાંચો: Weather Red Alert: ગુજરાત અને દેશના અનેક રાજયમાં વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર, જાણો કેવો રહેશે માહોલ.

આ પણ વાંચો   Amrit Drashti Scheme: SBI એ લોન્ચ કરી એકદમ જોરદાર સ્કીમ, સામાન્ય FD કરતાં વધારે વ્યાજ મળશે

વિશ્વકર્મા લોન યોજના વ્યવસાય લીસ્ટ

આ યોજનાનો લાભ નીચેના વ્યવસાય સાથે સંકળાયેલા કારીગરોને મળશે.

  • સુથરી કામ
  • લુહારી કામ
  • સોની કામ
  • રાજ મિસ્ત્રી
  • વાળંદ કામ
  • ધોબી કામ
  • દરજી કામ
  • તાળાં બનાવનાર
  • બંદૂક બનાવનાર
  • શિલ્પકારો, પથ્થર કોતરવાનુ કામ કરનાર
  • પથ્થર તોડવાનુ કામ કરનાર
  • મોચી કામ કરનાર
  • બોટ ઉત્પાદક
  • ટોપલી/સાદડી/સાવરણી બનાવનાર
  • ઢીંગલી અને રમકડા ઉત્પાદકો
  • હેમર અને ટૂલકીટ ઉત્પાદક
  • ફિશિંગ નેટ ઉત્પાદક

વિશ્વકર્મા લોન યોજના ડોકયુમેન્ટ લીસ્ટ

  • આધાર કાર્ડ ની નકલ
  • ઓળખપત્ર ની નકલ
  • સરનામાનો પુરાવો
  • મોબાઇલ નંબર
  • જાતિ પ્રમાણપત્ર
  • બેંક ખાતાની પાસબુક ની નકલ
  • પાસપોર્ટ સાઇઝનો ફોટો

અગત્યની લીંક

અરજીફોર્મ PDFઅહિં ક્લીક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરોઅહિં ક્લીક કરો
Follow us on Google NewsClick here
PM Vishwakarma Yojana
PM Vishwakarma Yojana

PM Vishwakarma Yojana માટે ઓફીસીયલ વેબસાઇટ કઇ છે ?

https://pmvishwakarma.gov.in

PM વિશ્વકર્મા Yojana મા કેટલી લોન આપવામા આવે છે ?

રૂ.3 લાખ

17 thoughts on “PM Vishwakarma Yojana: વગર ગેરન્ટી એ સરકાર આપશે 3 લાખની લોન, આટલા ડોકયુમેન્ટની પડશે જરૂર; pmvishwakarma.gov.in”

Leave a Comment

error: Content is protected !!