સરકારી યોજનાઓ: Government Yojana: દેશના વિવિધ વર્ગોના લોકો ના વિકાસ માટે કેન્દ્ર સરકાર અને રાજય સરકાર દ્વારા અનેક સરકારી યોજનાઓનુ અમલીકરણ કરી લોકોને લાભ આપવામા આવે છે. આજે આપણે એવી કેટલીક સરકારી યોજનાઓની માહિતી મેળવીશુ જેનો કરોડો દેશવાસીઓ લાભ મેળવે છે.
સરકારી યોજનાઓ
આપણે કેન્દ્ર સરકારની એવી કેટલીક યોજનાઓની મહિતી મેળવીશુ જેનો કરોડો દેશવાસીઓ લાભ લઇ રહ્યા છે. સરકારની એવી 12 યોજનાઓ, જેના દ્વારા લોકોને લોનથી લઈને હોસ્પિટલમા સારવારમાં મળી રહી છે લાખો રૂપિયાની મદદ. કેન્દ્ર સરકારે પોતાનો વ્યવસાય શરૂ કરવા માંગર્તા લોકો માટે વિવિધ લોન યોજનાઓ થી માંડી સ્વાસ્થય સેવાઓ અને વિમા માટે અનેક યોજનાઓ લોન્ચ કરી છે. અને તેનુ સરકારના વિવિધ વિભાગો દ્વારા અમલીકરણ પણ કરવામા આવી રહ્યુ છે. આ યોજનાઓની માહિતી મેળવીએ.
આ પણ વાંચો: PUC Certificate Download: તમારા વાહનનું PUC સર્ટિફિકેટ ડાઉનલોડ કરો તમારા મોબાઇલમા, જુઓ પ્રક્રિયા.
પ્રધાનમંત્રી જીવન જયોતિ વીમા યોજના PMJJBY
સરકારની વિમાક્ષેત્રની આ ખૂબ જ સારી યોજના છે. બેંક ખાતુ ધરાવતા કોઇપન વ્યકતિ આ યોજનાનો લાભ મેળવી શકે છે. જેમા દર વર્ષે માત્ર 330 રૂ.. પ્રીમીયમ ભરવાનુ હોય છે. જેમા રૂ.2 લાખનો વિમો આપવામા આવે છે. હાલમા બેંકખાતુ ધરાવતા કરોડો લોકો આ યોજનાનો લભ લઇ રહ્યા છે.
પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના PMSBY
વિમા માટેની આ પણ એક ખૂબ જ સારી યોજના છે. PMSBY એ એક અકસ્માત વિમા યોજના છે. જેમ મૃત્યુ અથવા કાયમી વિકલાંગતા ના કિસ્સામા રૂ.2 લાખનુ વિમા કવરેજ પુરૂ પાડવામા આવે છે. અત્યાર સુધીમા 34 કરોડથી વધુ લોકોએ આ યોજના માટે બેંક અથવા પોસ્ટઓફીસમા રજીસ્ટ્રેશન કરાવેલ છે.
અટલ પેન્શન યોજના
પેન્શન માટેની આ પણ એક સારી યોજના છે. જેમા દર મહિને નિશ્વિત રકમનુ રોકાણ કરવાનુ હોય છે. ત્યારબાદ 60 વર્ષની ઉંમર પુરી થતા નિશ્વિત રકમનુ દર મહિને પેન્શન આપવામા આવે છે. અટલ પેન્શન યોજના નો લાભ મેળવવા માટે વ્યક્તિની ઉંમર 18 થી 40 વર્ષ ની વચ્ચે હોવી જોઇએ.
આ પણ વાંચો: ગુજરાતના બેસ્ટ 5 બીચ: ગોવાના બીચની સાથે કદમ મિલાવી શકે તેવા ગુજરાતના 5 બીચ, આ જોઈ લેસો તો ગોવાને ભૂલી જશો.
જન ઔષધિ કેન્દ્ર
લોકોને સસ્તા ભાવે દવાઓ મળી રહે તે માટે સરકાર દ્વારા શરૂ કરવામા આવેલી આ એક ખૂબ જ સારી યોજના છે. જે અંતર્ગત હાલ દેશમા 9000 કરતા વધુ જન ઔષધી કેન્દ્રો આવેલા છે. જેમા દવાઓ અને સર્જીકલ સાધનો ખૂબ જ સસ્તા દરે આપવામા આવે છે.
પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (આયુષ્માન ભારત)
આરોગ્ય ક્ષેત્રની એક ખૂબ જ મહત્વની અને આશીર્વાદરૂપ યોજ્ના એટલે આયુષ્માન ભારત યોજના. આ યોજના અંતર્ગત લોકોને આયુષ્માન કાર્ડ આપવામા આવે છે. જેમા નિયત કરેલી સરકારી અને ખાનગી હોસ્પીટલોમા રૂ.10 લાખ સુધીની સારવાર ફ્રી આપવામા આવે છે. આ યોજના આવવાથી ગરીબ અને નબળા વર્ગના લોકો પણ સારી ખાનગી હોસ્પીટલો મા ફ્રી મા મોટી સર્જરી કરાવી શકે છે.
ભારત નેટ
આ યોજના અંતર્ગત ગ્રમય વિસ્તારો મા આવેલી ગ્રામ પંચાયતો ને પણ ઇન્ટરનેટ કનેકશનથી જોડવામા આવી છે. આ યોજના અંતર્ગત દેશની 250000 ગ્રામ પંચાયતોને નેટ કનેકશન થી જોડવાનો નિર્ધાર કરવામા આવ્યો છે. ગ્રામ પંચાયતો મા નેટ કનેકટીવીટી આવવાથી લોકોને વિવિધ કામ માટે શહેર સુધી ધક્કા નથી ખાવા પડતા અને ગ્રામ પંચાયત મા જ ઘણા ઓનલાઇન કામો પતાવી શકાય છે.
સોઈલ હેલ્થ કાર્ડ
ખેતી કરતા ખેડૂતો માટે આ એક ખૂબ જ સારી યોજના છે. જેમા ખેતીની જમીન ના નમૂના મેળવી તેનુ ટેસ્ટીંગ કરાવી જમીન મા કયા તત્વો ઘટે છે અને આ જમીન કયા પાક લેવા માટે અનુકુળ છે તે જાણી શકાય છે.
જળ જીવન મિશન
લોકોને પીવાનુ પાણી પુરૂ પાડવા માટે આ એક ખૂબ જ સારી યોજના છે. જેમ અંદાજે એક વર્ષ પહેલાં આ મિશનમાં 7.75 કરોડ ગ્રામીણ ઘરોમાં નળ મારફત શુધ્ધ પાણી પહોંચાડવામાં આવ્યું. જળ જીવન મિશન કેન્દ્ર સરકારનો એક મહત્વપૂર્ણ કાર્યક્રમ છે. જેનો ઉદ્દેશ્ય ગ્રામ્ય વિસ્તારમા આવેલા દરેક ઘરોમા 2024 સુધી નળની પાણી પહોંચાડવાનો છે
પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના
નાના ધંધાર્થીઓ માટેની આ એક ખૂબ જ સારી યોજના છે. જેમા સ્ટ્રીટ વેન્ડર્સ અને લારીવાળાને રૂ.10000 ની સબસીડીવાળી લોન આપવામા આવે છે. આ લોન પર 7 % વ્યાજદર હોય છે પરંતુ સમયસર લોનની ચૂકવણી કરનારની વ્યાજમા સબસીડી આપવામા આવે છે.
પ્રધાનમંત્રી આવાસ યોજના
ઘરવિહોણા લોકોને ઘરનુ ઘર બનાવવા માટે કેન્દ્ર સરકારની આ એક ખૂબ જ સારી યોજના છે. જેમા ગરીબ અને નબળા લોકોને ઘર બનાવવા માટે સહાય આપવામા આવે છે. અત્યાર સુધીમા લાખો લોકો આ યોજના અંતર્ગત સહાય મેળવી પોતાનુ ઘર બનાવી ચૂક્યા છે.
પ્રધાનમંત્રી મુદ્રા યોજના
જે લોકો પોતાનો ધંધો વ્યવસાય શરૂ કરવા માંગતા હોય તેમના માટે કેન્દ્ર સરકારની આ એક ખૂબ જ સારી યોજના છે. આ યોજનામા રૂ. 10 લાખ સુધીની લોન આપવામા આવે છે. જેમા વિવિધ બેંકો દ્વારા લોન આપવામા આવે છે.
સ્ટાર્ટઅપ ઈન્ડિયા
સ્ટાર્ટઅપ ઈન્ડિયા સરકાર દ્વારા શરૂ કરવામા આવેલી એક સારી યોજના છે. જેના દ્વારા નવા ઉદ્યોગસાહસિકોને બિઝનેસ શરૂ કરવામાં મદદ કરવામાં આવી રહી છે. યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન આપવા, રોજગારીનું સર્જન અને સંપત્તિનું સર્જન કરવાનો છે.
PM કિસાન યોજના
ખેડૂતો માટેની એક આવરદાયક યોજના એટલે PM કિસાન યોજના. આ યોજના અંતર્ગત દર વર્ષે રૂ. 2000 ના 3 હપ્તામા એમ કુલ રૂ.6000 ની વાર્ષિક સહાય આપવામા આવે છે.
અગત્યની લીંક
| હોમ પેજ | અહિં ક્લીક કરો |
| વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરો | અહિં ક્લીક કરો |
| Follow us on Google News | Click here |
