ખેડૂત મોબાઈલ સહાય યોજના: મોબાઈલ સહાય યોજના: Mobile Scheme: ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા લોકોને આર્થિક મદદથી અથવા તો સાધન સહાય પૂરી પાડવામાં આવે છે. જેમાં કૃષિ અને કલ્યાણ વિભાગ દ્વારા ખેડૂતો માટે અવાર નવાર જુદી જુદી યોજનાઓ લઈને આવે છે અને ખેડૂતને સહાય કરે છે જેમાની એક ખેડૂત મોબાઈલ સહાય યોજના ચલાવવામાં આવે છે. આ સહાયથી ખેડૂતોને ડિજિટલ યુગમાં ખેતીમાં પરીવર્તન લઈ આવવા માટે અને ખેતીમાં વિકાસ કરવા માટે સરકાર દ્વારા આ ખેડૂત મોબાઈલ સહાય યોજના ચલાવવામાં આવે છે. જેની સંપૂર્ણ માહિતી નીચે મુજબ દર્શાવવામાં આવી છે.
ખેડૂત મોબાઈલ સહાય યોજના 2023
| આર્ટિકલનું નામ | ખેડૂત મોબાઈલ સહાય યોજના |
| યોજનાનુ નામ | ખેડૂત મોબાઈલ સહાય યોજના 2023 |
| વર્ષ | 2023 |
| અરજી કરવાની તારીખ | 16 સપ્ટેમ્બર 2023 થી 15 ઓક્ટોબર 2023 |
| ઉદેશ્ય | રાજ્યના ખેડૂતોને મોબાઈલ ખરીદી પર 40% અથવા 6000 રૂપિયા સુધીની સહાય |
| લાભાર્થીઓ | ગુજરાતના ખેડૂતો |
| ઓફિશિયલ વેબસાઇટ | https://ikhedut.gujarat.gov.in/ |
આ પણ વાંચો: ઓનલાઈન ચૂંટણીકાર્ડ ડાઉનલોડ: કલર વાળું ચૂંટણી કાર્ડ કરો જાતે ડાઉનલોડ, બસ ફોલો કરો આ મુજબના સ્ટેપ.
યોજના વિશે
ડિજિટલ અને ટેક્નોલૉજીના સમયમાં ખેડૂતો હવામાન ખાતાની આગાહી, વરસાદની આગાહી, ખેતીના જીવાતોની માહિતી, નવી ખેત પધ્ધતિ, તેમજ અન્ય સાહની માહિતી મેળવી શકે તે માટે સરકાર દ્વારા આ ખેડૂત મોબાઈલ સહાય યોજના ની પહેલ કરવામાં આવી છે. જેને પગલે ખેડૂતો આવી સ્થિતિમાં આગળ વધે અને ખેતીમાં પરીવર્તન લાવે એ હેતુથી આ યોજના ચલાવવામાં આવે છે.
આ સહાય માટેની પાત્રતા
ગુજરાતના ખેડૂતો માટે ખેડૂત મોબાઈલ સહાય યોજના માટેની પાત્રતા નિયત કરવામાં આવી છે જે નીચે મુજબ દર્શાવવમાં આવી છે.
- આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂત ગુજરાત રાજ્યનો નાગરિક હોવો જોઈએ.
- ખેડૂત લાભાર્થી ખેતીની જમીન ધરાવતો હોવો જોઈએ.
- ખેડૂત ખાતેદાર જો એક કરતાં વધારે ખાતા ધારક હશે તો પણ એક જ વખત સહાય મળવા પાત્ર છે.
- જોઇન્ટ ખાતાના કિસ્સામાં ખેડૂતોને iKhedut 8-A માં દર્શાવેલ ખાતેદાર પૈકી એક જ ખાતેદારને સહાય મળવા પાત્ર છે.
- આ સહાય ફક્ત સ્માર્ટફોનની ખરીદી પર જ મળશે.
- સ્માર્ટફોન સિવાય અન્ય ડિજિટલ ડિવાઇસ માટે મળવાપાત્ર નથી.
આ પણ વાંચો: 12 Pass SBI Job: SBIમાં 12 પાસ ઉમેદવારો માટે સરકારી જોબ, પગાર ધોરણ 47920 સુધી.
યોજનાના લાભો
આ યોજના માટેના લાભો નીચે મુજબ દર્શાવવામાં આવ્યા છે.
- ખેડૂતો દ્વારા ખરીદવામાં આવતા સ્માર્ટફોન રૂ. 15,000 સુધીની સહાય મળવા પાત્ર છે.
- સ્માર્ટફોન ખરીદના 40% અથવા 6000 રૂપિયા માથી જે ઓછું હશે તે મળવા પાત્ર છે.
- ઉદાહરણ તરીકે કોઈ ખેડૂત 8000 ની કિંમનો મોબાઈલ ખરીદી કરે છે તો તેમના ખરીદ કિંમતના 40% 3200 રૂપિયા ની મળશે.
- જો કોઈ ખેડૂત 16,000 રૂપિયાનો સ્માર્ટફોન ખરીદી કરે છે તો 40% મુજબ 6400 રૂપિયા થાય પરંતુ તેમને 6000 રૂપિયા જ સહાય મળવાપાત્ર છે.
- આ સહાય ફક્ત સ્માર્ટફોનની ખરીદી પર જ મળશે.
- સ્માર્ટફોન સિવાય અન્ય ડિજિટલ ડિવાઇસ માટે મળવાપાત્ર નથી.
આ યોજના માટેના જરૂરી આધાર પુરાવાઓ
આ ખેડૂત મોબાઈલ સહાય યોજના માટેના જરૂરી આધારપુરાવાઓ નીચે મુજબ છે.
- ખેડૂત ખાતેદારની આધારકાર્ડની નકલ
- કેન્સલ ચેક
- ખેડૂતના બેન્ક ખાતાની નકલ
- મોબાઈલ ખરીદી કરેલ હોવાનું GST ધરાવતું ખરીદ બિલ
- મોબાઈલના IMEI નંબર
- ખેતીના આધારપુરાવાઓ
- 8-A ની નકલ
- તથા અન્ય માંગવામાં આવેલ આધાર પુરાવાઓ
આ પણ વાંચો: ભારત કેનેડા વિવાદ: શું છે ભારત કેનેડા વિવાદ? સમજો 10 મુદામા સંપૂર્ણ માહિતી.
યોજના માટેના નિયમો
- આ યોજના માટે ખેડૂતોએ I-Khedut પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે.
- ઓનલાઈન અરજી કર્યા પછી તાલુકાનાં અધિકારીશ્રી દ્વારા પૂર્વ મંજૂરી આપવામાં આવશે.
- મંજૂર થયેલ એપ્લીકેશનની જાણકારી આપેલા મોબાઈલ નંબર પર SMS કે મેઈલ કે અન્ય વ્યવસ્થા દ્વારા કરવામાં આવશે.
- આ યોજનામાં સિલેક્ટ થયેલા લાભાર્થીને પૂર્વ મંજૂરીના આદેશથી મોબાઇલની ખરીદી 15 દિવસ પહેલા કરવાની રહેશે.
- નિયત સમયમાં મોબાઈલ ખરીદી કર્યા બાદ ખેડૂતે અરજી પર સહી કરવાની રહેશે.
- સહી કરેલ પ્રિન્ટ કરેલ અરજી સાથે જરૂરી આધાર પુરાવાઓ સાથે ગ્રામસેવક/ વિસ્તરણ અધિકારી/ તાલુકાનાં અમલી અધિકારી પાસે જમા કરાવવાનું રહેશે.
- નિયત સમય મર્યાદામાં મોબાઇલનું બિલ રજૂ કરવાનું રહેશે.
યોજના માટે અરજી કરવાની રીત
ખેડૂતો આ યોજનાનો લાભ લેવા માટે IKhedut પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. ત્યારે બાદ તેની પ્રિન્ટઆઉટ કાઢીને તાલુકા કચેરીએ જરૂરી આધારપુરાવાઓ સાથે જમા કરવવાની રહેશે. આ અરજી કેવી રીતે કરવી તેની સંપૂર્ણ માહિતી સ્ટેપ બાય સ્ટેપ આપેલી છે.
- ખેડૂત મોબાઈલ સહાય યોજના લેવા માટે સૌપ્રથમ તામ્ર કોમ્પ્યુટર કે મોબાઈલમાં Ikhedut વેબસાઇટ ઓપન કરો.
- ત્યાર બાદ તેમના હોમ પેજ પર યોજના દેખાશે તેના પર જાઓ.
- હવે નવું પેજ ખુલશે તેમાં ખેતીવાડી યોજના પર ક્લિક કરો.
- ખેતીવાડી યોજના ઓપન કર્યા બાદ તેમાં ડાબી બાજુ નીચે સ્માર્ટફોનની ખરીદી પર સહાય યોજનામાં અરજી કરો તેના પર ક્લિક કરો.
- જો તમે IKhedut પર રજીસ્ટ્રેશન કર્યું હોય તો હા કરવું જો ના કર્યું હોય તો ના પર ક્લિક કરો.
- જો ખેડૂતે રજીસ્ટ્રેશન કરેલું હો તોદ્ધારકાર્ડ અને મોબાઈલ નંબર એન્ટર કરીને કેપચા દાખલ કરીને લૉગિન કરવાનું રહેશે.
- જો રજીસ્ટ્રેશન ન કરેલ હોય તો પહેલા રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.
- ત્યાર બાદ સ્માર્ટફોન સહાય યોજના માટે અરજી કરવાની રહેશે અને નીચે આપેલ સેવ અરજી કાર ક્લિક કરવાનું રહેશે.
- અરજીમાં માહિતી દાખલ થયા બાદ અરજી Conform કરવાની રહેશે.
- અરજી કોંફોર્મ થઈ ગયા બાદ અરજીમાં કોઈ સુધારા વધાર થશે નહીં. માટે અરજી ચોકસાઇ પૂર્વક ભરવી.
- અરજો conform થયા બાદ તમને Application Number મળશે જેને સાચવી લેવાનો રહેશે.
- હવે કરેલ અરજીની પ્રિન્ટ આઉટ કાઢી લો.
- અરજીની પ્રિન્ટ કાઢીને જરૂરી આધાર પુરાવા જોડીને તાલુકએ ગ્રામ સેવક કે તાલુકાના ખેતીવાડી અધિકારીને અરજી જમા કરવવાની રહેશે.
અગત્યની લીંક
| ઓફિશિયલ વેબસાઇટ માટે | અહિં ક્લીક કરો |
| સ્માર્ટફોનની અરજી કરવા માટે | અહિં ક્લીક કરો |
| હોમ પેજ | અહિં ક્લીક કરો |
| વધુ અપડેટ માટે whatsapp ચેનલ જોઇન કરો | અહિં ક્લીક કરો |
| વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરો | અહિં ક્લીક કરો |
| Follow us on Google News | Click here |

8 thoughts on “ખેડૂત મોબાઈલ સહાય યોજના: ખેડૂતોને મોબાઈલ ખરીદવા માટે સહાય યોજના 2023, અરજી કરવાની છેલ્લી તારીખ 15 ઓક્ટોબર 2023 સુધી.”