વિજયા દશમી 2023: દશેરા 2023: Dashera 2023: નવરાત્રી 2023: ભારતીય એક તહેવાર પ્રેમી દેશ છે. ભારતમાં વર્ષ દરમિયાન જુદા જુદા ઘણા તહેવારો ધામ ધૂમ થી ઉજવાવમાં આવે છે. ત્યારે હાલમાં નવરાત્રી નો શુભારંભ થવા જઇ રહ્યો છે. લોકો નવ દિવસ સુધી માતાજી ની આરાધના કરે છે અને દશેરાના દિવસે વિવિધ મીઠાઈઓ ખાઈને ઉજવણી કરે છે. નવરાત્રી દરમિયાન લોકો રાત્રે માતાજીનાં ગરબા અને શહેરોમાં ગરબી રમે છે. જુદા જુદા ટ્રેડિશનલ ડ્રેશ પહેરીને લોકો નવરાત્રી રમવા માટે જાય છે. ત્યારે નવરાત્રીના દશમાં દિવસે રાવણ વધ કરીને દશેરાની ઉજવણી કરે છે. પરંતુ દશેરા અને વિજયા દશમી તમે એક માનતા હશો પરંતુ એવું નથી તે એનને અલગ અલગ છે તો આવો જોઈએ આ વિજયા દશમી 2023 ની પોસ્ટમાં તમારા પ્રશ્નનું સમાધાન.
વિજયા દશમી 2023
શરદીય નવરાત્રીને હવે બસ ગણતરીના જ દિવસો બાકી છે. ત્યારે નવરાત્રીના પાવન પર્વની ભક્તો આતુરતાથી રાહ જોઈને બેઠા હોય છે. આ વર્ષે 15 ઓક્ટોબર થી શરદીય નવરાત્રિનો આરંભ થશે. નવરાત્રીના દશમાં દિવશે માતા દુર્ગાનું વિસર્જન કરવાં આવશે. જેને વિજયા દશમી કહેવાય છે. આજ દિવસે દશેરા પણ મનાવવામાં આવે છે. જેમાં લોકો રાવણના પૂતલનું દહન કરીને કરવામાં આવેછે. પરંતુ ઘણા લોકોને એવું લાગે છે કે વિજયા દશમી અને દશેરા બંને એક જ ઉત્સવ છે. પરંતુ એવું નથી બંને અલગ અલગ છે તે જોઈએ આ વિજયા દશમી 2023ની પોસ્ટમાં.
આ પણ વાંચો: India VS Pakistan: વર્લ્ડ કપ 2023ની ભારત પાકીસ્તાનની મેચ જુઓ લાઈવ ફ્રી મા
વિજયા દશમી શા માટે ઉજવવામાં આવે?
આપણે આ વિજયા દશમી 2023 ની પોસ્ટમાં દશેરા અને વિજયા દશમી વિષેની માહિતી મેળવીએ તો નવરાત્રીના નવ દિવસ દરમિયા માતા દુર્ગાના વિવિધ સ્વરૂપોની પુજા કરવામાં આવે છે. અને નવરાત્રીના દશમાં દિવસે માતા દુર્ગાનું વિસર્જન કરવામાં આવે છે. એવું કહેવામા આવે છે કે નવરાત્રી દરમિયાન માતાજીએ મહિષસુર સાથે 9 દિવસ યુધ્ધ કર્યું હતું અને અને 10 માં દિવસે એટ્લે કે વિજયા દશમીના દિવશે માતાજીએ મહિષસૂરનો વધ કર્યો હતો.તેથી જ વિજયા દશમી ઉજવવામાં આવે છે. આ વર્ષે 23 ઓકટોબરે વિજયા દશમી છે.
વિજયા દશમીના શુભ મુર્હતો
જ્યોતિષશાસ્ત્ર દ્વારા દરમિયાન જણાવ્યુ છે કે નક્ષત્ર જોઈને વિજિયાદશમી ઉજવવામાં આવે છે. કારણ કે આ દિવસે માતા દુર્ગાનું વિસર્જન કરવામાં આવે છે. 23 ઓકટોબરે બપોરે 1:40 થી લઈને રાત્રે 2:46 સુધીના સર્વ નક્ષત્ર છે. તેથી 23 ઓકટોબરે વિજયા દશમી ઉજવવામાં આવશે.
દશેરાની ઉજવણી
આપણે આ વિજયા દશમી 2023 ની પોસ્ટમાં દશેરા અને વિજયા દશમી વિષેની માહિતી મેળવીએ મીડિયા રિપોર્ટ પ્રમાણે જ્યોતિષ જણાવે છે કે દશેરા અસત્ય પર સત્યનો વિજય નો તહેવાર છે. દશેરા હિન્દુ ધર્મનો મુખ્ય તહેવાર છે. આ દિવસે ભગવાન રામ લંકાપતિ રાવણનો વધ કર્યો હતો. તેથી દશેરાની ઉજવણી કરવામાં આવે છે. દશેરાના દિવસે રાવણના પૂતળાનું દહન કરવામાં આવે છે. અને અસત્ય પર સત્યની જીત ની ઉજવણી ઠેર ઠેર લોકો કરે છે. દશેરાના દિવસે ભારતમાં ઘણી જગ્યાએ મેળાનું આયોજન થાય છે. આ વર્ષે દશેરા 24 ઓકટોબરે ઉજવવામાં આવશે.
આ પણ વાંચો: Gold Latest Rate: આજના સોનાના ભાવ, જાણો આજના તમારા શહેરના સોના ચાંદીના લેટેસ્ટ ભાવો અહીથી.
દશેરાના શુભ મુર્હતો
દાશેરનો તહેવાર તિથી પ્રમાણે ઉજવવામાં આવે છે. આસો માસમાં દશમની તિથી દશેરા ઉજવવામાં આવે છે. જ્યોતિષચાર્ય પ્રમાણે આ આ વખતે દશેરા 23 ઓક્ટોબર ના દિવશે સાંજે 5:42 થી શરૂ થશે અને 24 ઓક્ટોબર રાતના 8:42 સુધી રહેશે. ઉદયા તિથી અનુસાર 24 ઓકટોબરે દશેરા ઉજવવામાં આવશે અને રાવણ દહન 5:43 વાગ્યે કરી શકશે.
અગત્યની લીંક
| હોમ પેજ | અહિં ક્લીક કરો |
| વધુ અપડેટ માટે whatsapp ચેનલ જોઇન કરો | અહિં ક્લીક કરો |
| વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરો | અહિં ક્લીક કરો |

2 thoughts on “વિજયા દશમી 2023: વિજયા દશમી અને દશેરા બંન્ને અલગ અલગ છે, શું તમે જાણો છો; આવો જોઈએ તમારા પ્રશ્નોનું સમાધાન.”