વાવાઝોડાની આગાહી: Cyclone Effect: ગુજરાતમાં વાવાઝોડાની આગાહી: ઓગસ્ટ મહિનો કોરો ગયા બાદ સપ્ટેમ્બર મહિનામાં ફરીથી મેઘ સવારી આવી હતી અને ખેડૂતોના મુરજાયેલા પાકોને નવું જીવનદાન મળ્યું હતું. ત્યારે રાજ્ય માં મેઘરાજાએ ફરી વિરામ લીધો હોય તેમ લાગી રહ્યું છે. ખૂબ જ તડકા પડે છે. પરંતુ હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા ગુજરાતમાં વાવાઝોડાની આગાહી કરવાં આવી છે. અને આ વાવઝોડું નવરાત્રિ પહેલા આવે તેવી સંભાવનાઓ વ્યક્ત કરી છે. આવો જોઈએ કઈ તારીખથી શરૂ થશે સાયકલોન ઇફેક્ટ.
વાવાઝોડાની આગાહી
ગુજરાતમાં ફરી વરસાદની સાથે વાવાઝોડાની આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. આ આગાહી મુજબ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં તાપી, સુરત, નવસારી, ડાંગમાં વરસાદની આગાહી કરવાં આવી છે. તેમજ 7 ઓક્ટોબર બાદ વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે. જેમાં 12 થી 15 ઓક્ટોબર દરમિયાન વાવઝોડું ત્રાટકે તેવી સંભાવનાઓ વ્યક્ત કરી છે. 15 ઓક્ટોબર એટ્લે કે નવરાત્રીના પ્રથમ દિવસે (પહેલું નોરતું). અંબાલાલ દ્વારા આગાહી મુજબ આ વખતે નવરાત્રિમાં વરસાદ પાડવાની સંભાવનાઑ છે.
બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાશે.
હાલ લોકો નવરાત્રિની ચિંતામાં છે કે ખેલૈયાઑ નવરાત્રિની તૈયારી કરી રહ્યા છે અને ચિંતામાં છે કે નવરાત્રીમાં વરસાદ પડશે કે કેમ. ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી સામે આવી ગઈ છે. જેમાં જણાવ્યુ છે કે નવરાત્રીના પ્રથમ નોરતે જ રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી છે. જેમાં 7 ઓક્ટોબર પછી બંગાળની ખાડીમાં અને અરબ સગરમાં વરસાદી સિસ્ટમ બનશે. તેમજ 7 ઓક્ટોબર થી રાજયમાં હળવાથી મધ્યમ વરસાદ વરસશે.
2 ઓક્ટોબરથી વાવાઝોડાની ગતિવિધિ વધશે.
ગુજરાતમાં હવામાનની આઘી કરનાર અંબાલાલ પટેલ પ્રખ્યાત છે. તેના દ્વારા જણાવાયું છે કે 23 સપ્ટેમ્બરથી સૂર્ય તુલા રાશિમાં હોય દક્ષિણ ગોળાર્ધમાં જતાં ચોમાસાની ધીમે ધીમે પીછે હઠ થઈ રહી છે. પરંતુ આ વખતે બંગાળની ખાડી અને આરબસાગરમાં વાવાઝોડાની આગાહી હોવાથી ચોમાસુ મોડુ ઉઠશે. 26 સપ્ટેમ્બરથી બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ બનશે. જેના લીધે વરસાદ થશે. તેમજ 2 ઓક્ટોબરથી વાવાઝોડાની ગતિવિધિ વધશે. પણ 18-19-20 ઓક્ટોબરથી વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે. 16 ઓકટોબરે વાતાવરણ વાદળછાયું રહેશે. એટ્લે નવરાત્રીમાં વરસાદ પડશે.
આ પણ વાંચો: PUC Certificate Download: તમારા વાહનનું PUC સર્ટિફિકેટ ડાઉનલોડ કરો તમારા મોબાઇલમા, જુઓ પ્રક્રિયા.
ચોમાસાની વિદાય હજુ બાકી
આવનારા 5 દિવસ વરસાદને લઈને હવામાન વિભાગે પણ આગાહી કરી છે. હવામાન વિભાગ દ્વારા જણાવાયું છે કે આવનારા 2 દિવસ વાતાવરણ ઠંડર સ્ટ્રોમ રહેશે. ભેજના કારણે ઠંડર સ્ટ્રોમ એક્ટિવિટી રહેશે. 2 દિવસ પછી સામાન્ય વાતાવરણ રહેશે. તેના પછી વરસાદ નહિવત છે. હાલ ચોમાસુ વિદાય લેવાની શરૂઆત થઈ ચૂકી છે. પણ ગુજરાત માઠી ચોમાસુ હજી વિદાય લેવામાં સમય લાગશે. તેમજ ગુજરાતમાં સિઝનનો 19 % વધારે વરસાદ પડ્યો છે.
અગત્યની લીંક
| હોમ પેજ | અહિં ક્લીક કરો |
| વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરો | અહિં ક્લીક કરો |
| Follow us on Google News | Click here |
