Richest Village: દુનિયાનું પૈસાદાર ગામ: સૌથી ધનિક ગામ: આપણે સમયે ને સમયે સાંભળતા હોઈએ છીએ કે આ વ્યક્તિ વિશ્વનો સૌથી ધનિક વ્યક્તિ છે. જેમાં અંબાણી, રતન ટાટા, લક્ષ્મી મિતલ, અજીમ પ્રમજી, અદાણી વગેરેના નામ અવાર નવાર સાંભળતા હોઈએ છીએ. પરંતુ શું તમે ક્યારેય એવું સંભાળ્યું છે કે વિશ્વનું Richest Village એટ્લે કે વિશ્વનું સૌથી ધનિક ગામ ક્યૂ છે? અને આ ગામ માં શું એવી ખાસ વાત છે જેના કારણે તે દુનિયા સૌથી ધનિક ગામમાં સમાવેશ થાય છે. તો આવો જોઈએ આ ગામ વિષેની માહિતી.
Richest Village 2023
કચ્છનું નામ સમગ્ર વિશ્વના તેની વિવિધતાને લીધે પ્રચલિત છે. કચ્છની કળા, કારીગરી, કચ્છીયતની સાથે કુદરતે બક્ષેલી ખૂબીઓ- સ્થળો તેમજ સંપદાઓને વિશેષ અનુભવ કરાવે છે. તેની સાથે અહીના સ્થાનિક લોકો જાત મહેનત તેમજ સાહસ વૃતિના કારણે વિશ્વમાં પોતાનું આગવું સ્થાન ધરાવે છે. આવીજ સાહસ વૃતિને લીધે કચ્છના માધાપરના લોકોએ વિદેશમાં રહીને આ ગામને દેશમાં જ નહીં પરંતુ સમગ્ર એશિયા ખંડમાં પૈસાદાર બનાવ્યું છે. આ ગામનો વૈભવ શહેરથી ઓછો નથી.
માધાપરમાં 5000 કરોડની થાપણો
કચ્છના ભુજ તાલુકામાં આવેલું માધાપર ગામનો સમાવેશ દક્ષિણ એશિયાના સૌથી અમિર ગામમાં થાય છે. આ ગામની બેંકોમાં 5000 કરોડની થાપણો જમા છે. તેમજ સ્વચ્છતા માટે પ્રખ્યાત છે. માધાપર ગામની સધ્ધરતા એ 1 ડઝન દેશના ગામો માં રહેતા N.R.I. માધાપર વાસીની દેણ છે. તો તેમના સ્વજનો એવા માધાપરના સ્થાનિકો રહીસોનો સ્વચ્છતા માટે આગ્રહ ગામને અનોખુ બનાવે છે. બેંકોમાં 5000 કરોડ અને પોસ્ટ ઓફિસોમાં 200 કરોડની ડિપોઝિટ જમા છે.
મોટાભાગના લોકો વિદેશમાં વસવાટ કરે છે.
અઢળક રૂપિયાની ડિપોઝિટ ધરાવતા આ માધાપર ગામના લોકો વિશ્વના કોઈપણ દેશમાં રહેતા N.R.I. માધાપર વાસી એવો માધાપરનો વૈભવ છે. આ Richest Village માધાપરની ગામની વસ્તી 42500 જેટલી છે. જેમાં નવાવાસ ગ્રામ પંચાયતની વસ્તી 23000 અને જુનાવાસ ની વસ્તી 19500 જેટલી છે. આ ગામના મોટા ભાગના લોકો વિદેશમાં વસવાટ કરે છે. જેમાં મોટા ભાગના લોકો લેવા પટેલ જ્ઞાતીના છે.
ગામની ખેતીની માહિતી
માધાપરણા વિદેશમાં વસવાટ કરતાં પરિવારો અઢળક રૂપિયા આ ગામની બેંકોમાં જમા કરાવે છે. તેમજ આ ગામની ખેતી પણ સારી ઉપજ આપે છે. આ ગામના અધથી વધારે લોકો બ્રીટનમા રહે છે. ભારતના કોઈ ગામડા માટે વિદેશમાં ક્લબ બનાવ્યો હોય તેવું ભાગ્યે જ સંભાળ્યું હશે. આ ગામના લોકોએ લંડનમાં પોતાની ક્લબ બનાવી હતી. જેની કચેરી કાર્યરત છે. જેનું નામ માધાપર વિલેજ એસોસિએશન રાખવામાં આવ્યું છે.
ગામમાં 17 બેન્કની બ્રાંચો
બ્રીટનમા રહેતા માધાપર ગામના તમામ લોકો સામાજિક કાર્યક્રમના બહાને એકબીજાને માલ્ટા રહે તે માટે ઓફિસોમાં મળતા રહે તેવા હેતુથી ખોલવામાં આવી હતી. આ સિવાય ગામના લોકો સીધા લંડન સાથે જોડાયેલા રહે તે માટે ગામમાં એક ઓફિસ ખોલવમાં આવી હતી. દુનિયાભરના લોકો આ Richest Village જોવા માટે આવે છે. જુદી જુદી 17 જેટલી બેન્કોની બ્રાંચો આવેલી છે. જેમાં 5000 કરોડની ડિપોઝિટ જમા છે. અને પોસ્ટ ઓફિસમાં 200 કરોડની ડિપોઝિટ જમા છે.
ગામની શાળાઓ
સૌથી મહત્વની વતતો એ છે કે આ ગામના લોકો ગામની બહાર ભલે હોય પણ ગામ સાથે હંમેશમાં સંપર્કમાં રહે છે. લોકો પૈસા ભેગા કરીને ગામમાં મોકલે છે. આ માધાપર ગામમાં પ્લે સ્કૂલથી લઈને હાઇસ્કૂલ સુધીની હિન્દી અને અંગ્રેજી મીડિયમનું શિક્ષણ મેળવે છે. આ સિવાય ગામમાં શોપિંગ મોલ છે. ગામમાં તળાવથી લઈને સ્વિમિંગ પુલની પણ સુવિધા છે. આ ગામના લોકો આજે પણ ખેતી કામ કરે છે. આ ગામમાં અતિ આધુનિક ગૌશાળા તેમજ અતિ આધુનિક આરોગ્ય કેન્દ્ર પણ આવેલું છે.
આ પણ વાંચો: Best Recharge Plan: Jio VS Airtel VS VI માં 100 રુપિયાથી સસ્તામાં કોણ આપે છે વધુ ફાયદો, આ રહ્યા બેસ્ટ પ્લાન.
ગાર્ડન અને સુવિધાઓ
ગામમાં દરેક ઘર ગાર્ડન અને આધુનિક સુવિધાઓથી સજ્જ બનાવવામા આવ્યા છે.
માધાપર ગામનું નામ માધા કાનજી સોલંકી પરથી પડયુ હોવાનુ માનવામા આવે છે. તે ગુજરાતના સોલંકી વંશના હેમરાજ હરદાસની ત્રીજી પેઢીના હતા. આ ગામમાં દરેક ઘર ને ગાર્ડન અને આધુનિક સુવિધાઓથી સજ્જ રીતે બનાવવામા આવ્યા છે. અહીં અંગ્રેજી માધ્યમની મોટી શાળાઓ અને કોલેજો આવેલી છે. અહીંની બજારોમાં શોપિંગ મોલ ઉપરાંત મોટી દુકાનો આવેલી છે. લાખોના ખર્ચે બંધાવેલા અદ્ભૂત મંદિરો પણ આ ગામની શોભા વધારે છે.
વ્યવસાય
આ ગામ ના મોટા ભાગના લોકો વિદેશમાં વસવાટ કરે છે. ગામમાંથી ઘરદીઠ એક કે બે વ્યક્તિઓ પોતાનો ધંધો વ્યવસાય વિદેશમાં જ કરે છે. ઘણા લોકો વિદેશમા જ સ્થાયી થઈ ગયા છે. આ ગામના એક એક વ્યક્તિ દીઠ જો ગણતરી કરીએ તો 12 લાખથી વધુ રકમ બેન્ક કે પોસ્ટમાં ડિપોઝિટ હોય તેવુ અનુમાન છે. આ ગામના ઘણા લોકો વિદેશના દેશો જેવા કે યુકે, અમેરિકા અને કેનેડા મા રહે છે. પરંતુ તેઓ પોતાના રૂપિયા પોતાના ગામમાં જ જમા કરાવવાને પ્રાથમિકતા આપે છે. જેને કારણે આ ગામની બેંકોમાં આટલા બધા રૂપિયા ની થાપણો જમા છે. આ ગામથી વિદેશ જઈને વસેલા લોકો ઘણા વધુ છે.
માધાપર ગામ રાષ્ટ્રભક્તિ માટે પણ ખુબજ પ્રખ્યાત છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે જ્યારે 1971 નુ યુદ્ધ ચાલી રહ્યું હતું ત્યારે અહીંની 300 મહિલાઓએ માત્ર 3 જ દિવસમાં પ્લેન માટેના રનવેનું સમારકામ કર્યું હતું. અને તેમની આ જ કામગીરી ને સમ્માન આપવા અહીં એક વિરાંગના સ્મારક પણ બનાવવામાં આવેલ છે.
અગત્યની લીંક
| હોમ પેજ | અહિં ક્લીક કરો |
| વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરો | અહિં ક્લીક કરો |
| વધુ અપડેટ માટે whatsapp ચેનલ જોઇન કરો | Click here |

4 thoughts on “Richest Village: આ છે દુનિયાનું સૌથી વધુ પૈસાદાર ગામ, 15 થી વધુ બેન્કો અને 5000 કરોડની થાપણ”