ખેડૂત માટેની યોજના: Government Scheme For Farmer: ખેડૂત માટેની સરકારી યોજના: આપણાં દેશના લગભગ 60% લોકો ખેતી ક્ષેત્ર સાથે સંકળાયેલા છે. આ માટે સરકાર દ્વારા લોકો માટે જુદી જુદી યોજનાઓ બનાવે છે અને લોકોને આર્થિક જીવન ધોરણ ઊંચું લાવવા માટે મદદ કરે છે. ત્યારે સરકાર દ્વારા ખેડૂત માટેની યોજના પણ બનાવવામાં આવી છે જેમાં ખેડૂતો વિવિધ યોજનાઓનો લાભ લઈને ખેતી ક્ષેત્રે પ્રગતિ કરી શકે અને ખેડૂતોનું આર્થિક જીવન ધોરણ ઊંચું લઈ આવવા માટે તત્પર છે. આ માટે સરકારની 5 એવી યોજના છે કે જેમાં ખેડૂતોને સસ્તી લોન એટ્લે કે ઓછા વ્યાજ દરે લોન આપવામાં આવે છે તથા અન્ય યોજનાઓમાં સબસિડી પણ આપવામાં આવે છે જેની વિગતો આપણે નીચે મુજબ જોઈએ.
ખેડૂત માટેની યોજના
ભારત એક કૃષિ પ્રધાન દેશ છે. અહી વસ્તીનો એક મોટો ભાગ ખેતી સાથે સંકળાયેલો છે. આવા દેશમાં અન્નદાતાઓને લાભ પહોચડવા માટે ભારત સરકાર દ્વારા અનેક પ્રકારની યોજનો ચલાવવામાં આવે છે. આ ખેડૂત માટેની યોજનાઓમા ખેડૂતોની જરૂરિયાત પૂરી કરવા માટે લોનથી લઈને સબસિડી દ્સુધીના અનેક ફાયદાઓ થાય છે. અને તેમનો ફાળો બિલકુલ નહિવત હોય છે. આવો જાણીએ આવી કેટલીક ખેડૂત માટેની યોજના વિશે.
આ પણ વાંચો: કિસાન ક્રેડિટ કાર્ડ: કિસાન ક્રેડિટ કાર્ડ માટે ઓનલાઈન અરજી કરો આ રીતે, અને મેળવો 1 લાખ 75 હજાર સુધીની લોન.
પ્રધાનમંત્રી પાક વીમા યોજના
પ્રધાનમંત્રી પાક વીમા યોજના (PMFBY) હેઠળ કુદરતી આફતોથી પાકને નુકશાન થવાની સ્થિતિમાં ખેડૂતોને રાહત આપવામાં આવે છે. તેમાં કમોસમી વરસાદને લીધે, તથા કરા પડવાની સ્થિતિમાં, ભૂસ્ખલન, વીજળી પડવી, આંધી અને વાવાઝોડાથી પાક ખરાબ થવાની સ્થિતિમાં નુકશાનની ભરપાઈ કરવામાં આવે છે. ખેડૂતોની આવા પ્રકારની સમસ્યા જોતાં કેન્દ્ર સરકારે તેને 13 જાન્યુઆરી 2016 ના રોજ શરૂ કરવામાં આવી હતી. જેથી આવી સ્થિતિમાં ખેડૂતો નુકશાનીનું વળતર મેળવી શકે.
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના દ્વારા તમામ નાના અને સીમાંત ખેડૂતોને દર વર્ષે ત્રણ સમાન હપ્તામાં 6000 રૂપિયાની આર્થિક મદદ આપવામાં આવે છે. આ એક 100 ટકા સેન્ટ્રલ સેક્ટર યોજના છે. કૃષિ અને કિસાન કલ્યાણ વિભાગ દ્વારા આ યોજના ચલાવવામાં આવે છે. આ યોજન હેઠળ ખેડૂતોને આર્થિક મદદ કરીને દર ચાર મહિનામાં ત્રણ સમાન હપ્તામાં રૂપિયા 6000 પ્રતિ વર્ષ આવકની મદદ કરે છે. જે DBT દ્વારા ડાઇરેક્ટ બેન્ક એકાઉન્ટમાં જમા કરવામાં આવે છે. આ રુપિયાથી કોઈ બિયારણ કે અન્ય ખેતી માટેના સાધન ખરીદવા કે ઘર વપરાસ માટે ઉપયોગી બને છે.
પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના
ખેડૂત માટેની યોજનામાં આ એક યોજના એવી છે કે જેમાં ખેડૂતને વૃધ્ધાવસ્થામાં આવકનો સ્ત્રોત પૂરો પાડવા માટે સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના ચલાવે છે. આ યોજના હેઠળ લાભાર્થીને 60 વર્ષની ઉમર પછી 3000 રૂપિયા પ્રતિ માસ પેન્સન તરીકે આપવામાં આવે છે. આ એક સ્વૈછિક અને વ્યક્તિ દીઠ ફાળા આધારિત પેન્સન યોજના છે. જેમાં ખેડૂતોએ 55 થી 200 રૂપિયા પ્રતિમાસ જમા કરવાના હોય છે. 18 વર્ષ કે તેનાથી વધુ અને 40 વર્ષ કરતાં ઓછી ઉમરના ખેડૂત આ યોજનાનો લાભ લઈ શકે છે. 60 વર્ષની ઉમરબાદ તમને 3000 રૂપિયા માસિક કે 36000 રૂપિયા વાર્ષિક પેન્સન મળે છે. જેથી વયોવૃધ્ધ ખેડૂતને આર્થિક મદદ મળી રહે.
કિસાન ક્રેડિટ કાર્ડ યોજના
ભારત સરકાર દ્વારા આ યોજના હેઠળ બેન્ક કિસાન ક્રેડિટ કાર્ડ ઇશ્યૂ કરે છે. સરકારનો હેતુ ખેડૂતોને ખેતી સલગ્ન ચીજો જેવી કે ખાતર, બિયારણો, કીટકનાસક વગેરે જેવી ખરીદી કરવા માટે સસ્તા વ્યાજદર પર લોન ઉપલબ્ધ કરાવવાનો છે. બીજો હેતુ ખેડૂતોને શાહુકાર પાસેથી કરજ લેવાની જરૂર ન પડે, જે મન ફાવે તે વ્યાજ વસૂલ કરે છે. જો સમય સર લોન ચૂકતે કરી દેવામાં આવે તો કિસાન ક્રેડિટ કાર્ડ હેઠળ આપવામાં આવતી લોન 2 – 4 ટકા સુધી સસ્તી હોય છે.
આ પણ વાંચો: લીલી ડુંગળીના ફાયદા: શિયાળામાં સ્વાસ્થ્ય માટે વરદાન છે લીલી ડુંગળી, જાણો 10 કમાલના ફાયદાઓ
પ્રધાનમંત્રી કૃષિ સિંચાઇ યોજના
ખેડૂત માટેની યોજના હેઠળ સરકાર ખેડૂતોને સિંચાઇ કરવા માટે નવી ટેક્નિક પર ફંડ પ્રોવાઈડ કરે છે. ડ્રીપ અને સ્પ્રિંકલરનો ઉપયોગ કરીને ખેડૂત પાણીની બરબાદીને મહદ અંશે ઓછી કરી શકે છે. આ યોજનાથી ખેડૂતોનું પ્રોડકશન ખૂબ જ વધી શકે છે. આ માટેની તેની ઓફિશિયલ વેબસાઇટ https://pmksy.gov.in/ પર જઈને મુલાકાત લઈ શકો છો.
અગત્યની લીંક
| હોમ પેજ | અહિં ક્લીક કરો |
| વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરો | અહિં ક્લીક કરો |
| વધુ અપડેટ માટે whatsapp ચેનલ જોઇન કરો | Click here |
