Rain Fall: ભારે વરસાદ: ગુજરાતમાં મેઘો મહેરબાન: Weather Alert: ઓગસ્ટ મહિનો કોરો ગયા બાદ સપ્ટેમ્બર માહિનામાં પણ 15 દિવસ વીતી ગયા પછી ફરીથી મેઘરાજાએ ગુજરાત પર બેટિંગ કરવાની શરૂઆત કરી દીધી છે. મધ્યપ્રદેશ માં વધારે વરસાદ પડવાના લીધે ત્યારના ડેમમાથી પાણી છોડવાના લીધે ભરુચ જીલ્લામાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. જેના લીધે ત્યાની રેલ્વે લાઇનને પણ બંધ કરવામાં આવી છે. તેમજ પુલ બંધ કરવામાં આવ્યા છે. પરંતુ મધ્ય પ્રદેશ બાદ ગુજરાત રાજયમાં પણ Rain Fall એટ્લે કે ગુજરાતમાં ભારે વરસાદ પડી રહ્યો છે. તેમજ છેલ્લા 24 કલાકમાં ક્યાં તાલુકામાં કેટલો વરસાદ નોંધાયો જે નીચે મુજબ છે.
Rain Fall છેલ્લા 24 કલાકમાં
ગુજરાત હવામાન વિભાગ દ્વારા Rain Fallની આગાહી કરવામાં આવી હતી જે સાચી ઠરી છે. ગુજરાતમાં દરેક સ્થળે વરસાદ પડી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતનાં તમામ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. આજે સવારે 6 વાગ્યા સુધીમાં ગુજરાતમાં 248 જેટલા તાલુકાઓમાં વરસાદ પડ્યો છે. જેના પગલે ખેડુમાં ખુશી લહેર જોવા મળી રહી છે. છેલ્લા 24 કલાકમાં સૌથી વધારે વરસાદની વાત કરવામાં આવે તો જુનાગઢ જિલ્લાના વિસાવદરમાં 12 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. વિસાવદરમાં 12 ઇંચ વરસાદ વરસતા આખું વિસાવદર પાણીમાં તરબોળ જોવા મળ્યું છે.
આ પણ વાંચો: Weather Red Alert: ગુજરાત અને દેશના અનેક રાજયમાં વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર, જાણો કેવો રહેશે માહોલ.
248 તાલુકાઓમાં વરસાદ
મેઘરાજા એ કરેલી ધમાકેદાર બેટિંગ ને લીધે ગુજરાતનાં 248 જેટલા તાલુકાઓમાં વરસાદ પડ્યો છે. તેમજ વધારે વરસાદ ક્યાં વરસ્યો છે તે જોઈએ નીચે મુજબ.
- વિસાવદરમાં છેલ્લા 24 કલાકમાં સવા 12 ઇંચ
- મેંદેરડા છેલ્લા 24 કલાકમાં પોણા 8 ઇંચ
- રાધનપુરમાં છેલ્લા 24 કલાકમાં 6.5 ઇંચ
- બેચરાજી માં છેલ્લા 24 કલાકમાં સવા 6 ઇંચ
- વંથલીમાં છેલ્લા 24 કલાકમાં 6 ઇંચ
- મહેસાણા અને ભાભર માં છેલ્લા 24 કલાકમાં પોણા 6 ઇંચ
- દિયોદર, બગસરા,જુનાગઢ અને ડીસામાં છેલ્લા ચોવીસ કલાકમાં 4 ઇંચ વરસાદ
- ધ્રાંગધ્રામાં છેલ્લા 24 કલાકમાં પોણા 4 ઇંચ
- વિસનગર, વડગામ, માળીયામાં 3.5 ઇંચ
- ચાણસ્મા અને રાપર, હળવદ અને દાંતિવાડામાં 3.5 ઇંચ
- તાલાળા અને થરાદમાં 3 ઇંચ વરસાદ
તેમજ ઉપરના તાલુકા સિવાય અન્ય તાલુકામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. જેના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે.કેટલીક નદીઓમાં ઘોડાપૂર આવ્યા છે. કેટલાક ડેમો છલી ગયા છે.
93 ટકા જળાશયો ભરાયા
ગુજરાતમાં ચોથા રાઉન્ડમાં વરસાદ બાદ ગુજરાતના જળાશયો લગભગ પૂરેપૂરા ભરાયા છે. રાજ્ય 207 જળાશયો માં 93 ટકા જેટલા ભરાયા છે.તેમજ ગુજરાતનાં 90 ડેમો હાઇ એલર્ટ પર છે. તેમજ 110 ડેમોમાં 70 થી 100 ટકા પાણીનો જથ્થો છે. તેમજ 30 જેતત્લા જળાશયોમાં 50 થી 70 ટકા ભરાયેલા છે. આ ઉપરાંત 37 જેટલા ડેમોમાં 50 ટકા કરતાં ઓછું પાણી છે.
Rain Fall બાબતે આજની આગાહી
ગુજરાતમાં ભારે વરસાદને પગલે હવામાન વિભાગ દ્વારા આજના દિવસ માટે નીચે મુજબના જીલ્લામાં આગાહી કરવામાં આવી છે જે નીચે મુજબ દર્શાવવામાં આવ્યા છે.
#सौराष्ट्र और #कच्छ क्षेत्र के विभिन्न क्षेत्रों में 19 सितंबर कोभारी से बहुत भारी वर्षा की संभावना है। वर्षा के इस मौसम में आमजन से आग्रह है कि मौसम संबंधित सावधानियां बरतें तथा जल भराव, कच्चे रास्तों एवं भारी यातायात वाले क्षेत्रों में जाने से बचें
— India Meteorological Department (@Indiametdept) September 18, 2023
सावधान रहें, सुरक्षित रहें pic.twitter.com/Rs366m6O1E
| અરવલ્લી | મહીસાગર | પંચમહાલ |
| દાહોદ | ખેડા | સાબરકાંઠા |
| મહેસાણા | ગાંધીનગર | અમદાવાદ |
| આણંદ | નર્મદા | છોટા ઉદેપુર |
| તાપી | ભરુચ | સુરત |
| બનાસકાંઠા | બોટાદ | પાટણ |
| સુરેન્દ્રનગર | ભાવનગર | વલસાડ |
| નવસારી | ડાંગ | અમરેલી |
| જુનાગઢ | કચ્છ | મોરબી |
| જામનગર | દેવભૂમિ દ્વારકા | પોરબંદર |
| રાજકોટ |
ઉપર મુજબના જિલ્લા સિવાય કચ્છ , બનાસકાંઠા, પાટણમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેમજ મહેસાણા, મોરબી, ગાંધીનગર અને સુરેન્દ્રનગરમાં યલ્લો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો: Gujarat Govt Whatsapp helpline: ગુજરાત સરકારની નવી પહેલ, વોટસઅપ પર હેલ્પલાઇન શરૂ, તરત આવશે અરજીનો નીકાલ
20 સપ્ટેમ્બરે કચ્છમાં ભૂક્કા બોલાવશે
હવામાન વિભાગ દ્વારા Rain Fall બાબતે ગુજરાતમાં 20 સપ્ટેમ્બરે કચ્છ જીલ્લામાં મેઘરાજા ભૂક્કા બોલાવશે તેવી આગાહી કરવામાં આવી છે. આ બાબતે કચ્છ જિલ્લાને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.જેમ,આ ભરેથી અતિભારે વરસાદ પડશે. આ સિવાય દેવભૂમિ દ્વારકા, જામનગર માં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
અગત્યની લિંક
| હોમ પેજ પર જાઓ | અહી ક્લિક કરો |
| અમારા Whatsapp Group માં જોડાવા માટે | અહી ક્લિક કરો |
