જુનાગઢના ફરવાલાયક સ્થળો: Junagadh Tourist Place: કહેવાય છેને કે “સોરઠ તરા જગજુની, ગરવો ગઢ ગિરનાર એના સાવજડા સેંજળ પીએ એના નમણા નરને નર.” તથા “કાઠિયાવાડમાં કોક દિ ભૂલો પડ ભગવાન થાને મારો મહેમાન તને તારું સ્વર્ગ ભુલાવુ શામળા” આવા ગીતોથી ગુજરાતની ઓળખ થતી હોય છે. તેમાં પણ ગુજરાતનું જુનાગઢ કે જેને સોરઠ તરીકે ઓળખાઈ છે. આ જૂનાગઢ જિલ્લો એવો પ્રાકૃતિક અને રમણીય તથા ગાઢ જંગલ ધરાવતો જિલ્લો છે. ગુજરાતનો સૌથી ઊંચો ડુંગર ગિરનાર આ જૂનાગઢમાં સ્થિત છે. ત્યારે આવ જ પ્રાકૃતિક અને રમણીય સ્થળ જુનાગઢના ફરવાલાયક સ્થળોની મુલાકાત આ શિયાળાને તમે સ્પેશ્યલ બનાવી શકો છો. અને તેના આ સ્થળોને જોતાં જ તમે કહેશો કે Wow.
જુનાગઢના ફરવાલાયક સ્થળો
ગુજરાતમાં આમતો ફરવાલાયક ઘણી જગ્યાઓ છે પણ ખાસ કરીને સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો આ ભૂમિતિર્થો ધામ, સ્થાપત્ય કલા, અને ઐતિહાસિક સ્થળોથી છલોછલ છે. પણ બસ મનભરીને માણવા માટે જરૂર છે સમયની. તો તમે પણ આ શિયાળામાં ફરવા માટેનું પ્લાનિંગ બનાવો છો અને તમારે કુદરતને મન ભરીને માણવી છે તો જુનાગઢના ફરવાલાયક સ્થળોની મુલાકાત કરજો. જ્યાં તમે કુદરતની લીલાઓમાં રાચી શકો છો, પ્રકૃતિને નિહાળી શકો છો, પ્રકૃતિને પામી શકો છો. તો ચાલો તમને જણાવીએ જુનાગઢના ફરવાલયક સ્થળો વિષે કે જેના વિશે જાણીને ફરવા જવા માટે મજબૂર થઈ જાઓ.
આ પણ વાંચો: PUC Certificate Download: તમારા વાહનનું PUC સર્ટિફિકેટ ડાઉનલોડ કરો તમારા મોબાઇલમા, જુઓ પ્રક્રિયા.
ગિરનાર
ગિરનાર પર્વતોનો સમૂહ છે જ્યાં સિધ્ધ ચોર્યાસીના બેસણા છે. આ પર્વતના પણ ઊંચ શિખરોમાં ગોરખ શિખર, અંબાજી, ગૌમુખી, જૈન મંદિર અને માળીપરબનો સમાવેશ થાય છે. ગિરનાર પર્વત ગુજરાતનો સૌથી ઊંચો પર્વત છે. હિન્દુ ધર્મમાં માન્યતા છે કે ગિરનાર પર્વત ચડવાથી સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. ગિરનાર પર્વત ગુજરાતના પ્રમુખ ધાર્મિક સ્થળો માથી એક છે. ગિરનાર પર્વત હિન્દુ, જૈન અને મુસ્લિમ સમુદાયના પવિત્ર સ્થળો આવેલા છે.

ઉપરકોટ
ઉપરકોટ જૂનાગઢનાં રક્ષકવચ તરીકે હતું. આ ઉપરકોટનો કિલ્લો સ્થાપત્ય કલાનો અજોડ નમૂનો છે. આ કિલ્લાનું નિર્માણ નગરની સુરક્ષા માટે કરવામાં આવ્યું હતું. ઉપરકોટના કીલ્લામાં રાણકદેવીનો મહેલ, તેમનો લગ્નમંડપ તોપ સહિતના જોવાલાયક સ્થળ છે. ઉપરકોટ આજે પણ અડીખમ ઊભો છે અને ઇતિહાસની સાક્ષી પુરાવે છે.

અશોકનો શિલાલેખ
જુનાગઢના ફરવાલાયક સ્થળો એક અશોકના શિલાલેખનનો પણ સમાવેશ થાય છે. જૂનાગઢમાં આજે પણ લગભગ 2300 વર્ષ પહેલાનો સમ્રાટ આશોકનો સંદેશ જળવાયેલો છે. આ શિલાલેખ પ્રકૃત અને બ્રાંહિ લિપિમાં કોતરવામાં આવ્યો છે. તેમજ આ શિલાલેખમાં સમ્રાટ અશોકે 14 આજ્ઞાઑ કોતરાવી હતી. સામાન્ય લોકો માટે તેનું ભાષાંતર અહી ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે.
આ પણ વાંચો: જાહેર રજા 2024: ગુજરાત સરકાર દ્વારા જાહેર રજા અને મરજિયાત અને બેન્ક રજાનું લિસ્ટ 2024.

દમોદરકુંડ
ગિરનાર તરફ જતાં રસ્તામાં પવિત્ર અને પ્રાચીન દમોદરકુંડ આવેલો છે. લોક વાઇકા અનુસાર ભક્તકવિ નરસિંહ મહેતા આહિ દર્શન કરવા રોજ આવતા હતા. અને ધાર્મિક માન્યતા અનુસાર આ કુંડમાં બ્રહ્માજીની આજ્ઞાથી ગંગાજી વહે છે. આ કુંડમાં અસ્થિ આપમેળે ઓગળી જાય છે. દામોદર કુંડ પ્રાચીન ધરોહર હોવાની સાથે ધાર્મિક મહત્વ પણ ધરાવે છે. અહી આવનારને માંની શાંતિ અનુભવે છે.

મોહબત મકબરો
ગુજરતનો તાજમહેલ એટ્લે જૂનાગઢમાં આવેલો મોહબતનો મકબરો. આ મકબરો બહાઉદ્દીન હસનની કબર છે. જ્યારે જૂનાગઢમાં નવબોનું શાસન હતું તે સમયે એટ્લે કે લગભગ 18મી સદીમાં આ મકબરો બંધાવવામાં આવ્યો હતો. મકબરાનું બાંધકામ બેજોડ અને સુંદર છે.

વિલિંગ્ડન ડેમ
જુનાગઢના ફરવાલાયક સ્થળોમાં જુનાગઢ શહેરથી 3 કિલોમીટર દૂર વિલિંગ્ડન ડેમ આવેલો છે. આ ડેમ આખા શહેરના લોકોને પીવાનું પાણી પૂરું પાડે છે. આ વિલિંગ્ડન ડેમની સુંદરતા કોઈપણ વ્યક્તિનું મન મોહી લે છે. આ ડેમ ચ્રે બાજુથી લીલોતરી અને પહાડોથી ધેરાયેલો છે. જેથી તેની સુંદરતમાં ચાર ચાંદ લાગી જાય છે.

સકકરબાગ
જુનાગઢ શહેરમાં ફરવા લાયક સ્થળો માથી એક પ્રાણી સંગ્રહાલય પણ છે. આ પ્રાણી સંગ્રહાલયનું નિર્માણ જુનાગઢ રાજ્યના નવાબ સમયમાં થયું હતું. એસિયાઈ સિંહો આ પ્રાણી સંગ્રહાલયનું મુખ્ય કેન્દ્ર છે. જેમાં વિવિધ પ્રજાતિના પ્રાણીઓ અને પક્ષીઓનો સમાવેશ થાય છે.

અગત્યની લિંક
| હોમ પેજ પર જાઓ | અહી ક્લિક કરો |
| અમારા Whatsapp ચેનલમાં જોડાવા માટે | અહી ક્લિક કરો |
| અમારા Whatsapp Group માં જોડાવા માટે | અહી ક્લિક કરો |
