PM Svanidhi Yojna: PM સ્વનિધિ યોજના 2023: ભારત સરકાર દ્વારા લોકોનું આર્થિક જીવન ધોરણ ઊંચું લાવવા માટે અઢળક યોજનાઓ ચલાવવામાં આવે છે. જેનો લાભ ઘણા લોકો લેતા આવ્યા છે. જેમાં ખેડૂતોને સાધન સહાય તથા ઓછા વ્યાજ દરે લોન તથા સબસિડી, મહિલાઓ માટે અઢળક યોજના, વિદ્યાર્થીઓએ માટે શિષ્યવૃતિ યોજના વગેરે ચલાવવામાં આવે છે. ત્યારે એવી જ એક યોજના છે જે PM Svanidhi Yojna ચલાવવામાં આવે છે. જેમાં લોકોને પોતાનો નવો વ્યવસાય કરવા માટે 10 હજાર થી લઈને 50 હજાર સુધીની લોન વગર ગેરેન્ટીએ આપવામાં આવે છે. આવો જોઈએ વધુ માહિતી.
PM Svanidhi Yojna
આ યોજના અંતર્ગત સરકાર દ્વારા નાના અથવા મોટા ધંધાર્થીઓને 10 હજાર થી લઈને 50 હજાર રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે. જેથી લોકો આત્મનિર્ભર બને. આ યોજનાની શરૂઆત 1 જૂન 2020 થી કરવામાં આવી હતી. આ યોજનાનુ બીજું નામ પીએમ સ્ટ્રીટ વેન્ડરઆત્મનિર્ભર નિધિ તરીકે પણ ઓળખવામાં આવે છે.
આ પણ વાંચો: Gujarat RTO Code: ગુજરાતના તમામ જિલ્લાના RTO પાર્સિંગ કોડ, જાણો ક્યૂ વાહન ક્યાં જિલ્લાનું છે.
PM સ્વનિધિ યોજના 2023
| યોજનાનું નામ | PM Svanidhi Yojna |
| લાભાર્થી | દેશનો કોઈપણ નાગરિક |
| હેતુ | દેશના નાગરિકને રોજગારી મળી રહે |
| લોનની રકમ | 10 હજારથી 50 હજાર સુધી |
| અરજી મોડ | ઓનલાઈન |
| ઓફિશિયલ વેબસાઇટ | https://pmsvanidhi.mohua.gov.in/ |
PM Svanidhi Yojnaના લાભો
- આ યોજનાનો લાભ 50 લાખ કરતાં વધુ લોકોને મળવાપાત્ર છે
- આ યોજના અંતર્ગત લાભાર્થીને રૂપિયા 10 હજારથી લઈને 50 હજાર રૂપિયા સુધીની લોન મળવાપાત્ર છે.
- જો તમે આ યોજનામાં લોન લીધેલ છે ને તેનો હપ્તો દર મહિને ચૂકવો છો તો તમને 7 ટકા સબસિડી મળવાપાત્ર છે.
- આ યોજનાનો મોટો લાભ એ છે કે તમે આ લોનની રકમ ભરી શકતા નથી તો તમને કોઈપણ પ્રકારનું વ્યાજ ભરવાનું થશે નહીં
- તમારે આ યોજના અંતર્ગત કોઈપણ પ્રકારના કોલેટરલ કે સિક્યુરિટી કે બોન્ડ આપવાના થશે નહીં.
યોજનાની પાત્રતા
- આ યોજનાનો લાભ લેનાર વ્યક્તિ ભારતનો નાગરિક હોવો જોઈએ.
- આ યોજનાનો લાભાર્થી સ્ટ્રીટ વેન્ડર એક્ટ 2014 મુજબ નક્કી થાય છે. જેમાં શાકભાજી લારી, વાળંદ સુથાર, મોચી, ધોબી જેવા વિવિધ ધંધાર્થીનો સમાવેશ થાય છે.
- આ યોજનામાં કોઈપણ પ્રકારની વયમર્યાદા નિયત કરવામાં આવી નથી.
- લોન લેનાર વ્યક્તિને વેન્ડિગનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે.
આ પણ વાંચો: જાહેર રજા 2024: ગુજરાત સરકાર દ્વારા જાહેર રજા અને મરજિયાત અને બેન્ક રજાનું લિસ્ટ 2024.
અરજી કરવાની રીત
આ PM સ્વનિધિ યોજના 2023 માટે અરજી કરવાની રીત નીચે મુજબ દર્શાવવામાં આવી છે.
- સૌપ્રથમ https://pmsvanidhi.mohua.gov.in/ નો ઇફિશિયલ વેબસાઇટ પર જાઓ.
- ત્યારબાદ તમારે જેટલા રૂપિયાની લોન જોતી હોય તેના પર ક્લિક કરો.
- ત્યાર બાદ મોબાઈલ નંબર દાખલ કરીને કેપચા એન્ટર કરવાના રહેશે.
- ખાસનોંધ: તમારો મોબાઈલ નંબર અને આધારકાર્ડ લિન્ક હોવા જરૂરી છે.
- હવે તમારા મોબાઇલમા એક OTP આવશે તે દાખલ કરવાનો રહેશે.
- તમારી લોન પાત્રતા મુજબ છે કે નહીં તે ચકાસવાનું રહેશે.
- હવે તમારી સામે Planning to Apply For Loan પેજ ખૂલશે તેમાં તમારી વિગત વાંચી લેવી.
- હવે તમારે તેમાથી એક ફોર્મ ખુલશે તે ડાઉનલોડ કરવાનું રહેશે.
- હવે ફોર્મમાં માહિતી ભરીને જરૂરી આધાર પુરાવાઓ જોડીને આ યોજના અંતર્ગતની બેન્કોમાં જઈને અરજી ફોર્મ જમા કરવી દેવાનું રહેશે.
અગત્યની લીંક
| ઓફિશિયલ વેબસાઇટ માટે | અહી ક્લિક કરો |
| હોમ પેજ | અહિં ક્લીક કરો |
| વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરો | અહિં ક્લીક કરો |
| વધુ અપડેટ માટે whatsapp ચેનલ જોઇન કરો | Click here |
