Weather Red Alert: ગુજરાત અને દેશના અનેક રાજયમાં વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર, જાણો કેવો રહેશે માહોલ.

Weather Red Alert: Rain Forecast: Weather Update: ભારે વરસાદની આગાહી: લાંબા વિરામ બાદ વરસાદની રાહ જોઈને બેઠેલા લોકો માટે હમણાં બે-ત્રણ દિવસથી હવામાનમાં ફેરફાર નોંધાયો છે અતિશય તાપ બાદ અચાનક વાતાવરણમાં પલટો આવતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. ગુજરાતના ઘણા જિલ્લાઓમાં વરસાદ વરસવાનું શરૂ થઈ ગયું છે. જ્યારે અમદાવાદ જીલ્લામાં 4 ઇંચ જેટલો વરસાદ ખાબકી ગયો છે. ત્યારે આ વરસાદથી લોકો અને ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળે છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને વધુ આગાહી કરવામાં આવી છે. દેશમાં Weather Red Alert જાહેર કરવામાં આવ્યું છે. આ વરસાદની આગાહી ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં પણ છે.

Weather Red Alert

દેશના જુદા જુદા રાજ્યોમાં વરસાદની સંભાવના છે. જ્યારે દેશના અન્ય રાજ્યો માં વરસાદ પાછો ખેચવાને લીધે ખૂબ જ ગરમીનો સામનો કરવો પડી રહ્યો હતો. મધ્યપ્રદેશ રાજયમાં 20 જીલ્લામાં અતિ વરસાદ પડવાથી લોકોને નુકશાનીનો સામનો કરી રહ્યા છે. હવામાન વિભાગ દ્વારા 18 સપ્ટેમ્બર 2023 ના ગુજરાતમાં વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સાથે 19 સપ્ટેમ્બરે પણ ગુજરાતમાં ભારે વરસાદની સ્થિતિ જોવા મળશે. આ સાથે લોકોને સુરક્ષિત રહેવા સૂચના અપાઈ છે. અને નીચાણ વાળા વિસ્તારોમાં પૂરની સ્થિતિને લઈને સુરક્ષિત રહેવા જાણ કરવામાં આવી છે.

આ પણ વાંચો: લિબિયામા ભયંકર આફત: આખુ શહેર થયુ તબાહ, 40 હજાર લોકોના મોતની આશંકા; તબાહી ના ફોટો અને વિડીયો

અન્ય રાજ્યમાં આગાહી

દેશની રાજધાની દિલ્હીમાં એકદમ તપ નીકળ્યો હતો જેના લીધે લોકો આકરી ગરમી સહન કરી રહ્યા હતા. ત્યારે રવિવારે અચાનક વાતાવરણમાં પલટો આવતા વાદળછાયું વાતાવરણ થતાં લોકોએ રાહત અનુભવી હતી. અને કેટલાક વિસ્તારોમાં વરસાદ પણ થયો હતો. આ ઉપરાંત દિલ્હી, હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણા જેવા રાજ્યોમાં અતિ ભારે વરસાદની સ્થિતિ જોવા મળશે તેવી આગાહી કરવામાં આવી છે. મધ્યપ્રદેશમાં વરસાદ સારો પડવાથી ત્યાં રેડ એલર્ટ જાહેર કરવા કરવામાં આવ્યું છે.

NDRF ની ટિમ તૈયાર

ગુજરાતના ઉતર, દક્ષિણ અને મધ્યમાં વધુ વરસાદ વરસતા NDRF ની ટિમ તૈયાર કરવામાં આવી છે. Weather Red Alertને લઈને રાજયમાં 10 ટીમો તૈયાર કરવામાં આવી છે. ભરુચ જિલ્લામાં 3 , નર્મદા જીલ્લામાં 2 ટીમોને તૈયાર કરવામાં આવી છે. 24 કલાકમાં રાજકોટ, જુનાગઢ, વડોદરા, પંચમહાલ જેવા જિલ્લાઓમાં 1-1 ટીમોને તૈયાર કરવામાં આવી છે. વધુ વરસાદની સ્થિતિને પહોચી વળવા સરકાર અને NDRF ની ટીમો ખાડે પગે તૈયાર કરવામાં આવી છે.

આ પણ વાંચો   ભારે વરસાદની આગાહી: ગુજરાતના આ જિલ્લામાં ખાબકશે ભારે વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી.

શાળાઓમાં રજા જાહેર

અરવલ્લી જીલ્લામાં વધુ વરસાદ પડતાં લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. ત્યારે આ જીલ્લામાં Weather Red Alert હોવાથી અને વધુ વરસાદના પગલે પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ બંધ રહેશે. જિલ્લા શિક્ષણાધિકારીએ એલર્ટને લઈને રજા જાહેર કરવામાં આવી છે.

આ પણ વાંચો: Gujarat Govt Whatsapp helpline: ગુજરાત સરકારની નવી પહેલ, વોટસઅપ પર હેલ્પલાઇન શરૂ, તરત આવશે અરજીનો નીકાલ

રેલવેને અસર

ભરુચ જિલ્લામાં અતિશય વરસાદના લીધે મુંબઈ અને અમદાવાદ વળી ટ્રેનને પણ અસર થઈ છે. ભરુચ અને અંકલેશ્વર વચેના બ્રિજ પર પાણી ભરાઈ જતાં રેલ્વે સેવા બંદ કરવામાં આવી છે. ગોલ્ડન બ્રિજ, નર્મદા મૈયા બ્રિજ, પછ હવે સિલ્વર બ્રિજને પણ બંદ કરવામાં આવ્યો છે. સુરત થી વડોદરા જતી તમામ ટ્રેનો રદ કરાય છે.

અગત્યની લિંક

હવામાન વિભાગની ટ્વિટ જોવા માટેઅહી ક્લિક કરો
હોમ પેજ પર જાઓઅહી ક્લિક કરો
અમારા Whatsapp Group માં જોડાવા માટેઅહી ક્લિક કરો
Weather Red Alert
Weather Red Alert

2 thoughts on “Weather Red Alert: ગુજરાત અને દેશના અનેક રાજયમાં વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર, જાણો કેવો રહેશે માહોલ.”

Leave a Comment

error: Content is protected !!