ભારત કેનેડા વિવાદ: શું છે ભારત કેનેડા વિવાદ? સમજો 10 મુદામા સંપૂર્ણ માહિતી.

ભારત કેનેડા વિવાદ: Bharat Vs Canada: ભારત VS કેનેડા વિવાદ: હાલમાં ચર્ચામાં રહેલા ભારત કેનેડા વિવાદ શું છે તે બાબતે જોઈએ તો કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટુડોએ પોતાની સંસદમાં આપેલા નિવેદનથી ભારત અને કેનેડા વચ્ચેના સબંધોમાં તિરાડ પડી છે. ખાલીસ્તાની આંતકવાદી નિજજરની હત્યામાં ભારતનું નામ આપનાર કેનેડાએ US અને UKનેપણ સામેલ કરવા માંગતા હતા. પરંતુ સંપૂર્ણ વાત શું છે? કેવી રીતે ભારત કેનેડા વિવાદ વધી રહ્યો છે તેની સંપૂર્ણ માહિતી આપણે 10 મુદામાં નીચે મુજબ જોઈએ

ભારત કેનેડા વિવાદ

કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટુડોએ ત્યાંની સંસદમાં આપેલા નિવેદન પછી ભારત અને કેનેડાના વિવાદમાં ઊંચાઈ સુધી પહોચી ગયો છે. પણ વાત જાણે એમ છે કે સમગ્ર વિવાદ ખાલીસ્તાન ચળવળ પર આધાર રાખે છે. ભારત દ્વારા વારંવાર કેનેડાની ધરતી પર ખાલીસ્તાન ચળવળને સમર્થન આપવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. જે ભારતમાં પ્રતિબંધ છે. પરંતુ શીખ ડાયસ્પોરામાં તેને સમર્થન છે.

આ પણ વાંચો: જાહેર રજા 2023: ગુજરાત સરકારનું જાહેર રજાનું લિસ્ટ, મરજિયાત અને બેન્ક રજા 2023.

ત્યારે હાલમાં કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટુડોએ ત્યની સંસદમાં ભારત સરકારની એજન્સીમઓમા કેનેડાની ધરતી પર ખાલીસ્તાન તરફી નેતા હરદીપસિંહ નિજજરની હત્યામાં સામેલ હોવાનો આરોપ નાખવામાં આવ્યો હતો. આ પછી કેનેડાએ તેના ટોચના ભારતીય રાજદ્વારીને સસ્પેન્ડ કર્યા છે. ત્યાર બાદ ભારતે તેના જવાબમાં દિલ્હીમાં કેનેડાના હાઇ કમિશનર કેમરન મેકેને હાંકી કાઢ્યા. અને ટેનમે 5 દિવસમાં દેશ છોડીને ચાલી જવા કહ્યું. આ વર્ષે જૂનમાં ગુરુદ્વારની બહાર ગોળીમારી હત્યા કરાયેલ હરદીપસિંહ નિજજરને ભારતે 2020 માં આંતકવાદી જાહેર કર્યો હતો. અને હરદીપસિંહ કેનેડાનો નાગરિક હતો.

આ પણ વાંચો   Earthquake Alert System: ભૂકંપ આવતા પહેલા તમારો મોબાઈલ કરશે તમને એલર્ટ, જુઓ કઈ રીતે કામ કરશે આ સિસ્ટમ.

જસ્ટિન ટુડોનું નિવેદન

ભારત કેનેડા વિવાદ માં જસ્ટિન ટુડોએ તેમના સંસદમાં નિવેદન આપ્યું કે જૂનમાં થયેલ હરદીપસિંહ નિજજરની હત્યામાં ભારતની સંડોવણીના વિશ્વશનીય આરોપો છે. તેમણે એમ પણ જણાવ્યુ હતું કે કેનેડાની ધરતી પર કેનેડીયન નાગરિકની હત્યા કોઈપણ બીજા દેશની સંડોવણી એ આપના સાર્વભૌમત્વનું અસ્વીકાર્ય ઉલ્લંઘન છે. જે મૂળભૂત નિયમો વિરુધ્ધનું કૃત્ય છે.

ભારતનું નિવેદન

ટુડોના નિવેદન સામે ભારત સરકાર દ્વારા તેમના નિવેદનને નકારી કાઢવામાં આવ્યું છે અને નિજજરની હત્યામાં કોઈ સંડોવણી ભારતની નથી તેવું જણાવાયું છે. કેનેડાના PM દ્વારા અપાયેલા આવા નિવેદનથી ખાલીસ્તાની આંતકવાદીઓ અને ઉગ્રવાદીઑને ઉપસાવવાનો પ્રયાસ છે. જેમને કેનેડામાં આશ્રય મળી રહ્યો છે. કેનેડાના ઘણા રાજકારણીઓએ ખાલીસ્તાનીઓ અને ઉગ્રવાદીઑ પ્રત્યે નરમ વલણ રાખે છે જે ચિંતાનો વિષય છે.

ભારતીય રાજદ્વારીને હાંકી કાઢ્યા

કેનેડાએ ટુડોના નિવેદન બાદ ભારતીય રાજદ્વારી પવાંકુમાર રાયને હાંકી કાઢ્યા છે. તેઓ પંજાબ કેદનરના IPS ઓફિસર અધિકારી છે. અને હાલ કેનેડામાં ભારતીય ગુપ્તચર એજન્સી રિસર્ચ અને એનાલિસિસ વિંગમાં સ્ટેશન ચીફ તરીકે ફરજ બજાવતા હતા. ભારતીય ગુપ્તચરની હકલ પટ્ટીને કેનેડાની જાહેર રેર કેસ તરીકે જોવામાં આવી રહી છે કારણ કે આવો પ્રશ્નો સામાન્ય રીતે ન્યાયપૂર્વક રીતે ધ્યાનમાં લેવામાં આવે છે.

આ પણ વાંચો: Gold Latest Rate: આજના સોનાના ભાવ, જાણો આજના તમારા શહેરના સોના ચાંદીના લેટેસ્ટ ભાવો અહીથી.

ભારતનો જવાબ

ભારતે તેના જવાબની સામે મુતોડ જવાબ આપ્યો છે. વિદેશ મંત્રાલય દ્વારા દિલ્હીમાં આવેલ હાઇ કમિશનર કેમરન મેકેને બોલાવ્યા. MEA એ કેનેડિયન સરકારના પગલાં અંગે મેકનને જણાવ્યુ અને કહ્યું કે તેમણે આ પદ પરથી દૂર કરવામાં આવે છે તેમજ તેમણે 5 દિવસમાં દેશ છોડી જવા માટે કહેવામા આવ્યું છે.

જસ્ટિન ટુડો નરમ પડ્યા

ભારતે તેના જવાબની સામે મુતોડ જવાબ આપતા કેનેડાના Pm ટુડોનું વલણ નરમ પડ્યું અને એક ન્યૂઝમાં ટુડોએ કહ્યું કે કેનેડા શીખ અલગતાવાદી નેતાની હત્યા સાથે ભારતીય એજન્ટો સંકળાયેલા હોવાનું સૂચવીને તેમણે ઉસકેરવાનું પ્રયાસ નથી કરતું પણ ઓટાવા ઈચ્છે છે કે દિલ્હી આ અંગે પગલાં લે. તેમણે વધુમાં જણાવ્યુ હતું કે ભારત સરકાર આ બાબતે ગંભીરતાથી લેવાની જરૂર છે. અને આ કોઈ ઉશ્કેરવાનો પ્રયાસ નથી.

આ પણ વાંચો   Navratri Medical Guideline: નવરાત્રી 2023 માં ખેલૈયાઓ માટે ડોકટરોએ જારી કરી ગાઈડલાઇન, શું ખરેખર સ્થિતિ ગંભીર છે.

ટ્રાવેલ એડવાઇઝરી જાહેર કરી.

ભારત કેનેડા વિવાદમાં કેનેડા સરકારે ભારતમાં વસતા તેના નાગરિકો માટે ટ્રાવેલ એડવાઇઝરી જાહેર કરી જેમાં ભારતમાં વસતા અને પ્રવાસ કરતાં કેનેડીયન લોકોને જમ્મુ કશ્મીર, ઉતરપૂર્વીય રાજ્યોમાં ન જવાની સૂચના અપાઈ છે. તેમણે તેમના નાગરિકોને જણાવ્યુ કે અમે અમારા નાગરિકોને સૂચના આપીએ છીએ કે ભારતના જમ્મુ કશ્મીર અને ઉતરપૂર્વીય રાજ્યોમાં પ્રવાસ કરવાનું ટાળવું જોઈએ. અહી આતંકવાદ, અશાંતિ, ઉગ્રવાદી અને અપહરણનો ખતરો છે.

આ પણ વાંચો: Lalbaugcha raja live: પવિત્ર ગણેશ ચતુર્થી નિમિતે કરો ભારતના સૌથી મોટા લાલબાગ ચા રાજાના લાઈવ દર્શન, ઘરે બેઠા.

G20માં નિવેદન

ભારતમાં આ વર્ષે યોજાયેલ G20 સમિટમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ જણાવ્યુ હતું કે ઓસ્ટ્રેલિયન, યુકે અને કેનેડીયન સમકક્ષો સાથે પોતપોતાના દેશોમાં શીખ કટ્ટરવાદ અને ભારતીય સંપતિઑ અને હિન્દુ ધાર્મિક સ્થળોએ હિંસા બાબતની વાત કરી હતી. તેમજ આપના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી એ G20 સમિત દરમિયાન ટુડો સાથે તેમની દ્વિપક્ષીય વાટાઘાટોમાં કેનેડામાં પાકિસ્તાની ઉગ્રવાદીઓની વધતી સક્રિયતા અને અહી હિન્દુ સ્થળો પર હુમલાનો પોઈન્ટની રજૂઆત કરી હતી. જે બાબતે કેનેડીયન રાજદ્વારી મેકેને ને જણાવ્યુ કે આ પગલું દખલગીરી અને ભારત વિરોધી કૃત્યએ ભારતની વધતી ચિંતાનું કારણ છે.

હરદીપસિંહ નિજજર ભાગેડુ અને આંતકવાદી

ઉલ્લેખનીય છે કે ભારત કેનેડા વિવાદમાં ભારતીય સુરક્ષા એજન્સીઓએ હરદીપસિંહ નિજજરને ભાગેડુ અને આંતકવાદી જાહેર કરવામાં આવ્યો હતો. તેયજ તેમના પર 10 લાખની ઇનામની જાહેરાત કરવામાં આવી હતી. કેનેડા પ્રભાવશાળી શીખ સમુદાયનું કેન્દ્ર છે. ત્યાં કેટલાક કટ્ટરવાદી જૂથો છે. જેઓ હજુ પણ ભારતથી અલગ થયેલા શીખ રાજ્ય પ્રત્યે સહાનુભૂતિ દર્શાવે છે. 1980 અને 1990 માં સિખ વિદ્રોહમાં 30,000 જેટલા લોકો માર્યા ગયા હતા. શીખ આતંકવાદીઓને 1985 માં કેનેડાથી ભારત જતી એર ઈન્ડિયા બોઈંગ 747ના બોમ્બ વિસ્ફોટમાં જવાબદાર ગણાવ્યા હતા. તમા તમામ સવાર 329 લોકો માર્યા ગયા હતા.

આ પણ વાંચો   Last Date on September: આ 7 કામોની છેલ્લી તારીખ હતી 30 સપ્ટેમ્બર, જાણો કોની વધી તારીખ અને કોની મુદત પૂરી થઈ ગઈ.

આ પણ વાંચો: Gujarat Govt Whatsapp helpline: ગુજરાત સરકારની નવી પહેલ, વોટસઅપ પર હેલ્પલાઇન શરૂ, તરત આવશે અરજીનો નીકાલ

G20માં મોદી સાથે મુલાકાત

કેનેડેમાં મૂળ ભારતીય 14 થી 18 લાખ લોકો રહે છે. ભારતમાં પંજાબ સિવાયના કેનેડામાં સૌથી વધારે શીખો છે. માટે જ્યારે વડાપ્રધાન ટુડો જ્યારે ભારતમાં યોજાયેલ G20 સમિટમાં આવ્યા ત્યારે PM મોદી સાથે મુલાકાત કરી હતી. ત્યારે આ મુદાઓ ઉઠાવ્યા હતા. બેઠક બાદ ભારત સરકાર દ્વારા જારી કરવામાં આવેલ નિવેદમાં કહ્યું હતું કે નરેન્દ્ર મોદીએ સરકાર પર કેનેડામાં ભારતીય વિરોધી ગતિવિધિઓને અંકુશમાં લેવા માટે જરૂરી પગલાં ન લેવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો.

હરદીપસિંહ નિજજર હાલના મહિનાઓમાં મૃત્યુ પામનારા ત્રીજા ખાલીસ્તાની તરફી નેતા છે. આ વર્ષે ઉન માહિનામાં જ બ્રિટનનાં અવતરસિંહ ઢાંડા પણ બર્મિંગહામમાં રહશ્યમાય રીતે મૃત્યુ પામ્યા હતા. તે ખાલીસ્તાની લિબરેશન ફોર્શનો ચીફ હતો. પરમજીત સિંહ પંજવારની પણ લાહોરમાં હત્યા કરવામાં આવી હતી. તેમજ પરમજીતને ભારત સરકાર દ્વારા આતંકવાદી જાહેર કરવામાં આવ્યો હતો. આ વર્ષે કેનેડામાં ગુરુદ્વારા બહાર હરદીપ સિંહ નિજજરને ગોળી મારી હત્યા કરવાં આવી હતી. જે બાબતે ભારત કેનેડા વિવાદ થયો છે.

અગત્યની લિંક

હોમ પેજ પર જાઓઅહી ક્લિક કરો
અમારા Whatsapp ચેનલમાં જોડાવા માટેઅહી ક્લિક કરો
અમારા Whatsapp Group માં જોડાવા માટેઅહી ક્લિક કરો
ભારત કેનેડા વિવાદ
ભારત કેનેડા વિવાદ
error: Content is protected !!