દિવાળી બોનસ: ગુજરાત સરકારના આ કર્મચારીઓને મળશે રૂ. 7000 દિવાળી બોનસ

દિવાળી બોનસ: Diwali Bonus: ગુજરાત સરકાર દ્વારા આવનારા દિવાળી પર્વને લઈને ગુજરાત રાજ્યના કર્મચારીઓને રૂપિયા 7000 સુધીનું બોનસ આપવાનું નક્કી કરે છે. આ ઉપરાંત ST નિગમના કર્મચારીઓને પણ સુખદ સમાધાન કરીને સરકાર દ્વારા હકારાત્મક વલણ અપનાવીને તેમના પગારમાં પણ વધારો કરી આપ્યો છે. ત્યારે આજે સરકાર દ્વારા આ કર્મચારીઓને દિવાળી બોનસ રૂપે રૂપિયા 7000 સુધીનું બોનસ નક્કી કરવામાં આયુ છે. જેને પગલે રાજ્યના કર્મચારીમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.

દિવાળી બોનસ 7000 રૂપિયા

આવનારા સમયમાં આવી રહેલા દિવાળીના તહેવારને ધ્યાને લેતા વર્ગ – 4 ના કર્મચારીઑ ઉત્સાહ પૂર્વક દિવાળી ઉજવી શકે તે માટે તેઓને રૂપિયા 7000 ની મર્યાદામાં એડહોક બોનસ (દિવાળી બોનસ) આપવાનો ગુજરાત સરકાર દ્વારા નિર્ણય કર્યો છે. તેમ નાણાં વિભાગની યાદીમાં જણાવાયું છે.

આ પણ વાંચો: મેક્સિકો વાવાઝોડું: 72 વર્ષ બાદ મેક્સિકોમાં ટકરાયું ઓટિસ વાવાઝોડું, 230 કિમીની ઝડપે મચાવી તબાહી, જુઓ અહીથી.

આ કર્મચારીઓને મળશે લાભ

મળતી માહિતી મુજબ ગુજરાત સરકારે વર્ગ – 4 ના કર્મચારીઓને રૂપિયા 7000 ની મર્યાદામાં બોનસ આપીને દિવાળી ભેટ આપી છે. આ દિવાળી બોનસ નો લાભ રાજ્ય સરકાર અને પંચાયત, ગ્રાન્ટ-ઇન-એઇડ (માન્યતાવાળા કર્મચારીઓ) અને બોર્ડના નિગમ ના અંદાજિત 21,000 કર્મચારીઓને આ દિવાળી બોનસનો લાભ મળશે. ગુજરાતના ST નિગમના કર્મચારીઓ માટે પણ મહત્વ પૂર્ણ સમાચાર આવ્યા છે કે ગુજરાત સરકારે ST નિગમના કર્મચારીઓને બાકી રહેલા એરિયર્સ 3 હપટે ચૂકવવામાં આવશે તેમજ પ્રથમ હપ્તો દિવાળી પહેલા ચૂકવવામાં આવશે.

આ પણ વાંચો   UPSC Exam Calendar: UPSC એ વર્ષ 2024 માટે જાહેર કર્યું ભરતી કેલેન્ડર, જુઓ કઈ તારીખે કઈ પરીક્ષા.

આ પણ વાંચો: PM મોદીએ લખેલ ગરબો: શરદ પૂનમના દિવસે રાજકોટમાં સર્જાશે વર્લ્ડ રેકોર્ડ, PM મોદીએ લખેલ ગરબા પર રાજકોટમાં ઝૂમશે 1 લાખ લોકો.

ટન હપટે ચૂકવાશે એરિયર્સ

ST યુનિયન સાથેની બેઠકમાં કર્મચારીઓના વિવિધ પ્રશ્નોનું નિરાકરણ આવ્યું છે. એસટી કર્મચારીઓને બાકી રહેલા એરિયર્સ 3 હપટે ચૂકવવા માટે નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં પ્રથમ હપ્તો દિવાળી પહેલા ચૂકવશે. હવે ST યુનિયન જાન્યુઆરી 2023 થી 4% મોંઘવારીએ ભથ્થું ડિસેમ્બરમાં આપવા મંજૂરી માંગવામાં આવશે. આ ઉપરાંત ફિક્સ પગાર નીતિ, સિનિયર – જુનિયર પગાર ધોરણ સહિત બાબતો પર ચર્ચા થશે. ST કર્મચારીનું સુધરેલ HRA નવેમ્બર માસમાં ચૂકવવામાં આવશે.

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ચેનલ જોઇન કરોઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરોઅહિં ક્લીક કરો
દિવાળી બોનસ
દિવાળી બોનસ

Leave a Comment

error: Content is protected !!