ચોટીલા દર્શન ફેરફાર: નવરાત્રી દરમિયાન ચોટીલા દર્શને જવાના હોય તો જાણી લેજો નવો ટાઈમ, સમયમાં કરાયો ફેરફાર.

ચોટીલા દર્શન ફેરફાર: દર્શનના સમયમાં ફેરફાર: Chotila Temple: નવરાત્રીના બસ હવે ગણતરીના દિવસો જ બાકી છે. ત્યારે લોકો જુદા જુદા માતાજીનાં દર્શનાર્થે માતાજીનાં ધામમાં દર્શનાર્થે જતાં હોય છે. નવદિવસ ચાલતા આ પવિત્ર તહેવારમાં લોકો માનતા પૂરી કરે છે. માતાજીની સ્તુતિ કરે છે. આરાધના કરે છે. અને શ્રધ્ધાથી ઉજવણી કરે છે. ત્યારે ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લામાં સ્થિત ચોટીલા ધામમાં માં ચામુંડામાં બિરાજે છે. ત્યારે આ ચોટીલામાં લોકો નવરાત્રી દરમિયાન માતાજીની આરાધના કરવા માટે જાય છે. આ માટે ચોટીલા મંદિરમાં દરરોજ દર્શન થાય છે. પણ હવે નવરાત્રી દરમિયાન ચોટીલા દર્શન ફેરફાર કરવામાં આવ્યો છે. કારણકે હાલ નવરાત્રીના કારણે લોકોનો ઘસારો બહુ રહે છે. આવો જોઈએ શું ફેરફાર કરવામાં આવ્યો છે.

ચોટીલા દર્શન ફેરફાર

આ નવરાત્રી દરમિયાન ચોટીલા ચામુંડા માતાજી ડુંગર ટ્રસ્ટ દ્વારા સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. એમાં એવું છે કે ચોટીલા ડુંગર પર બિરાજતા ચામુંડા માતાજી મંદિરે ચોટીલા દર્શન ફેરફાર કરવામાં આવ્યો છે જે 15 ઓક્ટોબર 2023 થી 23 ઓક્ટોબર 2023 દરમિયાન આરતી તેમજ હવનાષ્ટમી વગેરે સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: Chin Unique Building: ચીનમાં આવેલી છે એક અનોખી બિલ્ડીંગ, જેમા રહે છે 30000 લોકો; એક જિલ્લા જેટલી વસ્તી.

ચામુંડા માતાજી દર્શન સમય

ચામુંડા માતાજી મંદિરે 15 ઓક્ટોબર 2023 ના રોજ પહેલું નોરતું અને 22 ઓક્ટોબર 2023 આઠમા નોરતાની સવારની આરતીનો સમય 4:00 વાગ્યા નો રહેશે. જે ચોટીલા દર્શન ફેરફાર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત નવરાત્રીના બાકી રહેતા 7 દિવસ સવારની આરતીનો સમય સવારે 5:00 વાગ્યાનો રહેશે. નવરાત્રી દરમિયાન દરરોજ સાંજે આરતીનો સમય રાબેતા મુજબ સૂર્યાસ્ત સામનો રહેશે.

આ પણ વાંચો   Earthquake Alert System: ભૂકંપ આવતા પહેલા તમારો મોબાઈલ કરશે તમને એલર્ટ, જુઓ કઈ રીતે કામ કરશે આ સિસ્ટમ.

આ પણ વાંચો: Navratri Medical Guideline: નવરાત્રી 2023 માં ખેલૈયાઓ માટે ડોકટરોએ જારી કરી ગાઈડલાઇન, શું ખરેખર સ્થિતિ ગંભીર છે.

આઠમનો હવન

આ ચોટીલા ચામુંડા માતાજીનાં મંદિરમાં નવરાત્રી દરમિયાન આઠમા નોરતે હવાનનું આયોજન કરવામાં આવે છે જે 22 ઓક્ટોબર 2023 ના રોજ થશે. અને બપોરે 2:30 કલાકે બીડું હોમાશે. નવરાત્રી દરમિયાન હવનાષ્ટમી સિવાયના 8 નોરતાના દિવસે મંદિરના ભોજનલયમાં ભોજન પ્રસાદનો સમય 11:00 થી 2:00 વાગ્યા સુધીનો રહેશે. જ્યારે હવનાષ્ટમીના દિવસે ભોજન પ્રસાદનો સમય બીડું હોમાય ગયા બાદ 2:45 કલાકનો રહેશે.

અગત્યની લીંક

ચોટીલા ચામુંડા માતાજી ટ્રસ્ટનો લેટર માટેઅહિં ક્લીક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરોઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ચેનલ જોઇન કરોClick here
ચોટીલા દર્શન ફેરફાર
ચોટીલા દર્શન ફેરફાર

Leave a Comment

error: Content is protected !!