Chin Unique Building: ચીનની અનોખી બિલ્ડીંગ: ચીન એપાર્ટમેન્ટ: લોકો રહેવા માટે ઘર બનાવે છે. તેમજ એપાર્ટમેન્ટમાં ઘર ખરીદે છે અથવા પોતાનું અલગ ટેર્નામેન્ટ બનાવે છે. ત્યારે મોટા મોટા શહેરોમાં લોકો ઊંચી બિલ્ડીંગમાં રહે છે. વધારે વસ્તીના કારણે જમીનના ભાવો વધારે હોવાથી લોકો પોતાનું ઘર બનાવવાને બદલે તૈયાર એપાર્ટમેન્ટમાં ઘર ખરીદી લે છે. પરંતુ ચીનમાં એક આવી જ Chin Unique Building આવેલી છે જેમાં એક નાના જિલ્લા જેટલી વસ્તી રહે છે. આ એપાર્ટમેન્ટમાં અંદાજિત 30,000 કરતાં વધારે લોકો રહે છે. આવો જોઈએ આ બિલ્ડીંગ કઈ જગ્યા પર આવેલી છે અને તેની વિશેષતા વિશેની જાણકારી મેળવવીએ.
Chin Unique Building
દુનિયામાં એવી ઘણી વસ્તુઓ છે જે લોકોનું ધ્યાન આકર્ષિત કરે છે. આવી ઘણી ઇમારતો બનાવવામાં આવી છે જે તેમની આકર્ષક ડિઝાઇનના લીધે પ્રખ્યાત તેમજ ચર્ચામાં છે. એમાં ચીન દેશ આવી વિચિત્ર ડિઝાઇન બનાવવા માટે પ્રખ્યાત છે.અને ચીનની એવી ઘણી વસ્તુઓ છે તેના લીધે તે લોકોને આશ્ચર્ય કરી દે છે. જેમાં વાત કરીએ તો ચીનમાં 10 વર્ષ પહેલા એક બિલ્ડીંગ બનાવવામાં આવી હતી જે Chin Unique Building માં આજે કુલ 30,000 લોકો રહે છે. આ બિલ્ડિંગમાં આટલા બધા લોકો રહેવા છતાં તેમની સુવિધા આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે.
રિજન્ટ ઇન્ટરનેશનલ એપાર્ટમેન્ટ
ચીનના હાંગઝોઉના કીઆનજિયાંગ સેન્ચ્યુરી સિટીમાં બનેલું Chin Unique Building કે જેનું નામ રિજન્ટ ઇન્ટરનેશનલ એપાર્ટમેન્ટ એક આશ્ચર્ય પમાડે તેવું છે. S પેટર્નમાં બનેલી આ બિલ્ડિંગમાં કુલ 30,000 લોકો એક સાથે રહે છે. આટલી વસ્તી એક નાનું શહેર બનાવે છે. આ 36 માળની બિલ્ડીંગનું ઉદ્ઘાટન 2013 માં થયું હતું. આ સમયે તેમાં 20,000 જેટલા લોકો રહેતા હતા. ત્યાર બાદ 10 વર્ષ પછી તેની વસ્તીમાં વધારો થયો છે અને તેમાં 30,000 લોકો રહે છે.
આ પણ વાંચો: Gold Latest Rate: આજના સોનાના ભાવ, જાણો આજના તમારા શહેરના સોના ચાંદીના લેટેસ્ટ ભાવો અહીથી.
બિલ્ડીંગની સુવિધા
આ Chin Unique Building એક સમયે હોટેલ હતી. પરંતુ હવે તે એપાર્ટમેન્ટમાં ફેરવાઇ ગઈ છે. મીડિયા રિપોર્ટ મુજબ આ બિલ્ડીંગ 206 મીટર ઊંચી છે. આ બિલ્ડિંગમાં 36 માળ છે. અને તેમાં ઘણા પ્રકારની સુવિધાથી સુસજ્જ છે. જેમાં મોટું ફૂડ કોર્ટ છે, સ્વીવિંગ પુલની સુવિધા, બાર્બર શોપ, નેઇલ સલૂન, સુપર માર્કેટ અને ઇન્ટરનેટ કાફે પણ છે. આ બિલ્ડિંગમાં રહેતા લોકો કોઈ પણ વસ્તુની ખરીદી કરવા માટે બહાર જવાની જરૂર રહેતી નથી. તેમણે આ બિલ્ડિંગમાં તમામ સુવિધાઓ મળી રહે છે.
અગત્યની લીંક
| હોમ પેજ | અહિં ક્લીક કરો |
| વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરો | અહિં ક્લીક કરો |
| વધુ અપડેટ માટે whatsapp ચેનલ જોઇન કરો | અહી ક્લિક કરો |

6 thoughts on “Chin Unique Building: ચીનમાં આવેલી છે એક અનોખી બિલ્ડીંગ, જેમા રહે છે 30000 લોકો; એક જિલ્લા જેટલી વસ્તી.”