કેનેડા ઘર ખર્ચ: Canada Life style: કેનેડામાં રહેતા લોકોનો ખર્ચ: અત્યારના સમયમાં લોકો પોતાના બાળકોને ઉચ્ચ અભ્યાસ માટે ખૂબ જ ખર્ચા કરે છે ત્યારે લોકો બીજા દેશની યુનિવર્સિટીમાં અભ્યાસ અર્થે મોકલે છે. અને ગુજરાતી તથા દેશના ઘણા રાજ્યોનો ફેવરિટ દેશ કેનેડા છે. લોકો કેનેડા અભ્યાસ તથા કામ કરવા અર્થે જતાં હોય છે. પરંતુ ત્યાં રહેતા લોકો કે જે ગુજરાતી છે જેમને જણાવ્યુ છે કે કેનેડા ઘર ખર્ચ કેટલો આવે અને જો તમારી પાસે આટલા રૂપિયા હોય તો તમારે કેનેડા જવું જોઈએ. આવો જોઈએ કેટલો ખર્ચ થાય અને કેવી રીતે લોકો જીવીએ છે.
કેનેડા ઘર ખર્ચ
કેનેડા જવું હોય તો તમારે ખાલી કાગળ જ નહીં, પાસપોર્ટ, વિઝા, એડમિશન, કોલેજ ફી, ફ્લાઇટની ટિકિટ વગેરે તેમજ આર્થિક રીતે પણ કેટલીક તૈયારીઓ રાખવી પડે છે. કેમ કે તમારે કેનેડા જવું હશે તો લખો રૂપિયાનો ખર્ચ થશે. આ અંગે એક ગુજરાતી સ્ટુડન્ટે મીડિયામાં વાતચીત કરતાં જણાવ્યુ છે કે તેઓ કેનેડામાં માર્કેટિંગમાં ઉચ્ચ અભ્યાસ કરી રહ્યા છે તેમણે આ અભ્યાસ માટે કેનેડા જવા માટે કેટલીક તૈયારી કરી હતી. જેના પરથી તમારે અભ્યાસ અર્થે જવું હોય તો તેને માટે કેટલો ખર્ચ આવે તે અંગેની જાણકારી મેળવી શકાય છે.
આ પણ વાંચો: Chin Unique Building: ચીનમાં આવેલી છે એક અનોખી બિલ્ડીંગ, જેમા રહે છે 30000 લોકો; એક જિલ્લા જેટલી વસ્તી.
આ માટે તેમણે કહ્યું છે કે બને ત્યાં સુધી સ્ટડી લોનના ચક્કરમાં ન પડવું જોઈએ. કારણ કે તેની ભરપાઈ કરવામાં મુસકેલીઓ પણ આવી શકે છે. પણ જો તમારે લોન લેવી જ હોય તેનું પ્રમાણ અડધું કે તેનાથી ઓછું રાખવું જોઈએ. જેથી કરીને તમામ ખર્ચ લોન પર ન હોય.
કેનેડાના મોટા શહેરો
મોટા ભાગના વિદ્યાર્થીઓ જેઓ કેનેડા અભ્યાસ અર્થે જાય છે તેઓની પહેલી પસંદગી ટોરેન્ટો, મોન્ટ્રેલ, કેલગરી, ઓટાવા, એડમોન્ટન, નોર્થ યોર્ક, વિનિપેગ, વેનકુવરનો સમાવેશ થાય છે. અને આ શહેરો ભારતની સરખામણીમાં અમદાવાદ, દિલ્લી, કોલકાતા, બેંગલોર, ચેન્નઈ જેવા શહેરોમાં થાય છે. એટ્લે કે અહી રહેવા ને જમવા જેવી સુવિધાઓના ખર્ચ ઊંચા હોય છે. કેનેડા જેમને અભ્યાસ અર્થે જવું છે તેમના માટે ગુજરાતી સ્ટુડન્ટે વાત માં જણાવ્યુ છે કે કેનેડા ઘર ખર્ચ કેટલો થાય. તેઓ પણ હાલ ટોરેન્ટોમાં રહે છે અને દોઢ વર્ષથી રહે છે. પહેલા તો તેમણે પણ આર્થિક રીતે અઘરું લાગ્યું હતું. તેમણે કહ્યું છે કે કેનેડા આવવું હોય તો જરૂર અવાય પણ જેનમી પાસે આવડત છે અને કામ કરવાની ધગસ છે તેઓ ચોક્કસ રીતે રહી શકે છે.
પોતાનો ખર્ચ
જેમને પણ કેનેડા જવું હોય તેમણે કેનેડા ઘર ખર્ચ તથા ત્યાં રહેવાનો અને યુનિવર્સિટીની ફી, ફ્લાઇટનો ખર્ચ, શરૂઆતના દિવસોનો ખર્ચજ્યાં સુધી નોકરી ન મળે ત્યાં સુધી પોતાના રૂપિયાનો ખર્ચ કરવાનો રહે છે. ટેમેન કેટલીક બાબતોનું ધ્યાન રાખવું પડશે. જો તમે યુનિવર્સિટીમાં જાન્યુઆરી ઇનટેકમાં ઉચ્ચ અભ્યાસ માટે જઇ રહ્યા છો તો ફી પેટે $40,000 થી $50,000 થઈ શકે છે. આ સિવાય ત્યાં જવાનો ફ્લાઇટ ખર્ચ 1.10 લાખની આજુ બાજુ છે.
આ પણ વાંચો: PM Modi Garbo: PM નરેન્દ્ર મોદીએ લખેલો ગરબો, ધ્વનિ ભાનુશાલીએ ગાયો, સાંભળો આ ગરબો
આમ યુનિવર્સિટી ફી નો ખર્ચ 25-35 લાખ, રહેવાનો ખર્ચ $1200 મહિના પ્રમાણે 7.30 લાખ અને ફ્લાઇટનો ખર્ચ 1 લાખ અને અહી ગયા પછી ફી સહિત વર્ષનો 30 થી 45 લાખ થઈ શકે છે. અહી સૌથી મહત્વનો ખર્ચ કોલેજની ફી નો છે. એટ્લે તમે કેવો અને કેટલા સામનો કોર્ષ કરો છો તેના પર બધુ ડિપેન્ડ કરે છે. મોટા ભાગના લોકો કેનેડા કમાવાની ગણતરી જતાં હોય છે. માટે લોકો 1 થી 2 વર્ષનો કોર્ષ પસંદ કરતાં હોય છે. આથી ત્યાં લોકો નોકરી સાથે અભ્યાસ કરી અને ફી નો ખર્ચ અને ત્યાં સેટલ થવાનું વિચારે છે.
ટોરેન્ટો શહેરમાં રહેવાનો ખર્ચ
ત્યની સ્ટુડન્ટ કહે છે કે જેમ જેમ ભારત સહિત દુનિયાના અન્ય ભાગોના વિદ્યાર્થીઓની સંખ્યા વધી રહી છે તેની અસર નોકરી શોધવા પર પડી રહી છે. ઘણા લોકો સાથે એવું થઈ રહ્યું છે કે તેનામાથી ઓછા ડોલરમાં વધુ કામ કરવાની તૈયારી બતાવી રહેલા લોકોના લીધે નોકરીઓ જેમના હાથમાં છે તે જઇ રહી છે. અત્યારે અહી વિદ્યાર્થીઓએ જ આવી રહ્યા છે. તેઓ હોટલ, રેસ્ટોરન્ટ, મોલ, સુપર માર્કેટજેવી જગ્યા પર નોકરી કરી રહ્યા છે. તેમજ કેટલાક વિદ્યાર્થીઓએ પાસે સારી નોકરી પણ છે. જ્યારે કેટલાકને 2 – 3 મહિના નોકરી શોધવા માટે લાગે છે.
આ પણ વાંચો: Gold Latest Rate: આજના સોનાના ભાવ, જાણો આજના તમારા શહેરના સોના ચાંદીના લેટેસ્ટ ભાવો અહીથી.
અન્ય ખર્ચ
આ વિદ્યાર્થી એ જણાવ્યુ કે કેનેડા ઘર ખર્ચ સિવાય અન્ય ખર્ચ ગ્રોસરી, કપડાં, ટ્રાન્સપોર્ટેશન, કોલેજ સ્ટેશનરીનો ખર્ચ પણ આવે છે. અહી નોકરી શોધવામાં 1 – 2 મહિના લાગી જાય છે. જેનો ખર્ચ પણ અલગથી ગણવાનો રહે છે. અહી જણાવ્યુ કે અહી નોકરી પૂરી થઈ ગઈ નથી પણ વિદ્યાર્થીઓનો ઘસારા ને લીધે નોકરી શોધવામાં મુશ્કેલી પડી રહી છે. તેમણે એમ પણ જણાવ્યૂ કે તમે કેવો કોર્ષ પસંદ કરો છો અને સ્થળ તેમજ યુનિવર્સિટી કેવી પસંદ કરો છો તેના પર આધાર રાખે છે કે કેટલો ખર્ચ થઈ શકે છે.
અગત્યની લીંક
| હોમ પેજ | અહિં ક્લીક કરો |
| વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરો | અહિં ક્લીક કરો |
| વધુ અપડેટ માટે whatsapp ચેનલ જોઇન કરો | અહી ક્લિક કરો |

3 thoughts on “કેનેડા ઘર ખર્ચ: કેનેડા જવું હોય તો આટલા રૂપિયા હોવા જોઈએ, ગુજરાતી લોકોએ આપ્યું ખર્ચનું લિસ્ટ, જુઓ કેટલો છે ખર્ચ.”