યુનાઇટેડ વે ગરબા: ગુજરાતની સૌથી મોટી ગરબીની કેવી રીતે થઇ શરૂઆત, એકસાથે 40 થી 50 હજાર લોકો રમે છે ગરબે

યુનાઇટેડ વે ગરબા: United way Garba: Navratri in Baroda: નવરાત્રીને બસ હવે ગણતરીના દિવસો જ બાકી છે. જેને લઈને લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. લોકો જુદા જુદા સ્થળોએ પાસ અથવા ટિકિટ તેમજ મહોલ્લાની પ્રાચીન ગરબી જોવા જતાં હોય છે તેમજ રમવા જતાં હોય છે. ત્યારે વિશ્વભરમાં પ્રખ્યાત વડોદરા ખાતે થતી ગરબી યુનાઇટેડ વે ગરબા છે જેમાં 40 થી 50 હજાર લોકો એક સાથે ગરબા રમતા હોય છે. તે જોવાનો અનેરો આનંદ છે. પરંતુ શું તમે જાણો છો કે આ યુનાઇટેડ વે ગરબા ની શરૂઆત કેવી રીતે ઠ હતી. આવો જોઈએ તેના વિશેની માહિતી.

યુનાઇટેડ વે ગરબા

ગુજરાતમાં કોઈ પણ ગરબા પ્રેમી યુનાઇટેડ વે ગરબાને મિસ કરી શકે નહીં. કારણ કે મધુર સંગીત અને અતુલ પુરોહિત દાદાના મધુર અવાજમાં ગરબા રમવા માટેની પ્રખ્યાત સ્થળ છે. અતુલભાઈ પુરોહિત વિશ્વવિખ્યાત છે. તે સદાબહાર ક્લાસિક ગરબા દંતકથા છે. અને ગુજરાત માટે ગૌરવની વાત છે. યુનાઈટેડ વે ઓફ બરોડા ગરબા એ ભવ્ય આયોજિત થનારું સ્થળ છે. અહી ફક્ત ગુજરાતી જ નહીં પરંતુ દેશ-વિદેશના લોકો અહી ગરબા જોવા ને રમવા આવે છે. યુનાઈટેડ વેનું નામ વિશ્વના સૌથી મોટા ગરબા ગ્રાઉન્ડ તરીકે લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં નોંધાયેલું છે. દર વર્ષે લખો લોકો વિશ્વભર માઠી લોકો અહી આવે છે. યુનાઇટેડ વે ગરબા ની આ વર્ષે 36 મુ આયોજન થવાનું છે.

આ પણ વાંચો: Chin Unique Building: ચીનમાં આવેલી છે એક અનોખી બિલ્ડીંગ, જેમા રહે છે 30000 લોકો; એક જિલ્લા જેટલી વસ્તી.

આ પણ વાંચો   2024 ફેસ્ટિવલ લિસ્ટ: નવા વર્ષમાં ક્યો તહેવાર કઈ તારીખે આવે છે જાણો સંપૂર્ણ વર્ષના તહેવારોની વિગત.

બોમ્બે પબ્લિક ટ્રસ્ટ હેઠળ નોંધાયેલું છે

યુનાઈટેડ વે ઓફ બરોડા બોમ્બે પબ્લિક ટ્રસ્ટ એક્ટ 1998 અને FCRA હેઠળ નોંધાયેલું છે. 30 વર્ષ કે તેથી વધુ સમયથી યુનાઈટેડ વે ઓફ બરોડામાં ગુજરાત અને તેની આજુબાજુના વાંચીતોના જીવનની ગુણવતામાં સુધારો કરવા મદદ રૂપ થવા સમુદાયો, સ્થાનિક NGO, અને સરકારની મદદ કરી રહ્યું છે. યુનાઈટેડ વે ઓફ બરોડા એ યુનાઈટેડ વે ઇન્ટરનેશનલ અને યુનિસેફના સહયોગથી બરોડા સિટીઝન્સ કાઉન્સીલ દ્વારા 1986 માં સ્થાપિત સ્થાનિક યુનાઈટેડ વે છે. યુનાઇટેડ વે ગરબાના સૌથી જૂના સભ્ય નીલાબેન દેસાઇએ જણાવ્યુ છે કે આ ગરબાની શરૂઆત 80ના દસકામાં થઈ હતી. યુનાઈટેડ વે અમેરિકાથી ઇંદુલાલ પટેલ દ્વારા લાવવામાં આવી હતી. અને સમાજ સેવા અને તેના ઉત્થાન માટે શરૂ કરવામાં આવી હતી.

પ્રથમ વખત ગરબાનું આયોજન

આ ગરબાનું આયોજન સૌના સહકારથી વડોદરા સિટી રેસકોર્સના મેદાનમાં જ્યાં હવે ઇન્કમટેક્સ બિલ્ડીંગ આવેલી છે ત્યાં પ્રથમ વખત ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ હરિપથ સોસાયટીમાં શેરી ગરબા કરવામાં આવ્યા હતા. 1988 માં શિવ મહેલમાં ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં ડો. કલહંસ પટેલ અને સમાબેને ગરબા ગાવામાં સાથ આપ્યો હતો. તેના 4 થી 5 વર્ષ બાદ અતુલભાઈ પુરોહિત 1994 માં જોડાયા. ત્યાર બાદ અન્ય બ-ત્રણ સ્થળ પણ બદલાયા. અને ગયા વર્ષની જેમ આ વર્ષે પણ કલાલીના એમએમપટેલ ફાર્મ ખાતે યુનાઇટેડ વે ગરબા આયોજન કરવાં આવ્યું છે. જ્યારે શરૂઆત થઈ ત્યારે લોકોને ઘરે ઘરે આમંત્રણ આપવા જતાં હતા. પણ હવે આ વર્ષે 35,000 લોકો રમશે તેમજ 1500 લોકો દર્શક ભાગ લેશે.

આ પણ વાંચો: Navratri Medical Guideline: નવરાત્રી 2023 માં ખેલૈયાઓ માટે ડોકટરોએ જારી કરી ગાઈડલાઇન, શું ખરેખર સ્થિતિ ગંભીર છે.

ટિકિટના પૈસા પરત મેળવી શકે છે.

શરૂઆતમાં ગરબા રમવા માટે ખેલૈયા માટે મફતમાં આયોજન થતું હતું. પરંતુ સામાની સાથે સામાજિક કાર્યોમાં વધારો કરવાથી અને દાન કરવાથી ટિકિટ રાખવામા આવી છે. તેમજ છોકરીઓ માટે એવી સુવિધા છે કે તે ગરબા રમી લીધા બાદ ટિકિટના પૈસા પર મેળવી શકે છે. અથવા દાન કરી શકે છે.

આ પણ વાંચો   PM Modi Garbo: PM નરેન્દ્ર મોદીએ લખેલો ગરબો, ધ્વનિ ભાનુશાલીએ ગાયો, સાંભળો આ ગરબો

શરૂઆત અને આજના ટિકિટના ભાવો

યુનાઇટેડ વે ગરબામાં શરૂઆતમાં ટિકિટના ભાવો 500 રૂપિયા રાખવામા આવ્યા હતા. પરંતુ આ વર્ષે છોકરાઓ માટે 4923 રૂપિયા અને છોકરીઓ માટે 1383 રૂપિયા નિયત કરવામાં આવ્યા છે. ગરબા શરૂ કર્યા ત્યારે તેમણે ખબર નહતી કે આટલો મોટો પ્રસંગ થશે. અને હવે અમેરિકા, ઈંગ્લેન્ડ, કેનેડા જેવા દેશોના લોકો આ યુનાઇટેડ વે ગરબા ના પ્રેમી છે. અને તેઓ નવરાત્રી દરમિયાન ગરબા રમવા વડોદરા પણ આવે છે.

અગત્યની લિંક

હોમ પેજ પર જાઓઅહી ક્લિક કરો
અમારા Whatsapp ચેનલમાં જોડાવા માટેઅહી ક્લિક કરો
અમારા Whatsapp Group માં જોડાવા માટેઅહી ક્લિક કરો
યુનાઇટેડ વે ગરબા
યુનાઇટેડ વે ગરબા

1 thought on “યુનાઇટેડ વે ગરબા: ગુજરાતની સૌથી મોટી ગરબીની કેવી રીતે થઇ શરૂઆત, એકસાથે 40 થી 50 હજાર લોકો રમે છે ગરબે”

Leave a Comment

error: Content is protected !!