રોડ ટુ હેવન: ગુજરાતના આ રસ્તા પર જતાં સ્વર્ગ જેવો એહસાસ થશે, જેથી તેને કહેવાય છે Road To Heaven.

રોડ ટુ હેવન: Road To Heaven: ધરતી પરનું સ્વર્ગ: આ રોડને કહે છે સ્વર્ગ: આપના દેશની ઘણી એવી જગ્યા એવી છે કે જ્યાં જતાં જ તમને લાગે કે જાણે સ્વર્ગમાં આવ્યા હોય. લોકો એવા સ્થળોની મુલાકાત લેતા હોય છે કે શાંતિ મળી રહે, કઈક નવું જોવા મળે અને જ્યાં તેમનું દરેક ટેન્શન ભૂલીને મજા લઈ શકે તેવા સ્થળોની મુલાકાત લેતા હોય છે. પરંતુ આપણાં ગુજરાત રાજયમાં પણ ઘણા એવા સ્થળો છે કે જ્યાં ગયા પછી તમને બધુ જ ભૂલીને બસ ફક્ત મજા માણી શકો છો. ત્યારે આજે આપણે ગુજરાતના એક એવા જ સ્થળ કે એવાજ એક રોડ ની વાત કરવાના છીએ કે જેને ગુજરાતનું રોડ ટુ હેવન એટ્લે કે ધરતીનું સ્વર્ગ કહેવામા કહેવામા આવે છે.

રોડ ટુ હેવન

ગુજરાતનું કચ્છ પોતાની અંદર ઘણી સુંદરતા ધરાવે છે. અને અહી જ એક રસ્તો આવેલો છે જેને રોડ ટુ હેવન તરીકે ઓળખવામાં આવે છે. ગુજરાતનો કચ્છ પ્રદેશ તેની ભૌગોલિક વિવિધતા માટે જાણીતો છે.

આ પણ વાંચો: પાણી પીવાનો શ્રેષ્ઠ સમય: પાણી પીવાનો શ્રેષ્ઠ સમય ક્યો છે, જાણો મહિલાઓ અને પુરૂષોએ કેટલી માત્રામાં પાણી પીવું જોઈએ; આ સમયે પાણી પીવું ફાયદાકારક.

સફેદ રણ જોવા માટે પ્રવાસીઓની ભીડ જોવા મળતી હોય છે. અહી પચ્છમ અને ખદિર વચ્ચે સફેદ રણ માથી પસાર થતો રસ્તો હવે એક પ્રવાસન સ્થળ તરીકે પ્રખ્યાત બન્યો છે. આ રસ્તાની બંને બાજુ વિશાળ રણ છે. જ્યારે તમે આ વિશાળ રણ માથી પસાર થશો ત્યારે તમને સ્વર્ગ જેવો અનુભવ થશે. એટલા માટે જા રોડ ને રોડ ટુ હેવન તરીકે ઓળખવામાં આવે છે.

આ પણ વાંચો   કેનેડા ઘર ખર્ચ: કેનેડા જવું હોય તો આટલા રૂપિયા હોવા જોઈએ, ગુજરાતી લોકોએ આપ્યું ખર્ચનું લિસ્ટ, જુઓ કેટલો છે ખર્ચ.

સુંદર અનુભવ

ભુજ તાલુકાનાં ખાવડા ગામથી આગળ નીકળ્યા બાદ આ રસ્તો સફેદ રણ માથી પસાર થાય છે. વિશાળ રણની વચ્ચેથી નીકળતો રસ્તો એવો આભાસ કરાવે છે કે રણના બે ભાગ થઈ ગયા હોય. ચોમાસા ના વરસાદ અને કચ્છના ઉતર સમુદ્રી સીમાથી આવતા પાણીને કારણે રણમાં પૂર આવી જાય છે. જ્યાર બાદ રણ માથી પસાર થતાં યાત્રીઓ માટે રસ્તો રણ અને સમુદ્ર વચ્ચેનો તફાવત ભૂસી દે છે. આ સુંદર અનુભવ કરવા માટે પ્રવાસીઓ દૂર દૂરથી કચ્છ આવે છે.

આ પણ વાંચો: નંબર પ્લેટના પ્રકાર: નંબર પ્લેટના પ્રકાર કેટલા છે તમે જાણો છો, જાણો કલર પ્રમાણે નંબર પ્લેટના પ્રકાર.

28 કિલોમીટર રણમાંથી પસાર થાય

કચ્છના લખપત તાલુકાનાં ઘડૂલથી પાટણના સાંતલપુર તાલુકા સુધી 278 કિલોમીટર લાંબો રાષ્ટ્રીય ધોરીમાર્ગ બનાવવામાં આવી રહ્યો છે. જેનો 28 કિલોમીટરનો ભાગ સફેદ રણ માથી પસાર થાય છે. આ રાજમાર્ગ કચ્છના પ્રવશન અને આંતરિક વિસ્તારોના વિકાસ માટે મહત્વનો માર્ગ સાબિત થઈ શકે છે. છેલ્લા 4 વર્ષથી તેનું નિર્માણ ચાલુ છે.

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ચેનલ જોઇન કરોઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરોઅહિં ક્લીક કરો
રોડ ટુ હેવન
રોડ ટુ હેવન

Leave a Comment

error: Content is protected !!