સસ્તું ફર્નિચર: Cheapest Furniture Mall: અડધી કિંમતે ફર્નિચર: લોકો પોતાના ઘરને સજાવવા માટે અવનવી ચીજ વસ્તુઓ વસાવતા હોય છે. ત્યારે લોકો ઘરમાં સોફા, ટીપોઇ, કબાટ, ડાઈનિંગ ટેબલ, ખુરશી વગેરેથી પોતાનું ઘર સજાવે છે. ત્યારે આજકાલ દરેક વસ્તુઓ દિનપ્રતિદિન મોંઘી થતી જાય છે. તેમાં પણ ફર્નિચરનો તો ભાવ જ પૂછાઇ નહીં. ત્યારે આજે અમે તમને આવી જગ્યા વિષે જણાવીશું કે જ્યાં તમને સસ્તું ફર્નિચર મળી રહે અને સસ્તું તો બરાબર પણ તે તમને અડધી કિંમતે મળી રહેશે. એવા ટોપ 5 ફર્નિચર માર્કેટ વિશે માહિતી મેળવીશું કે તમારે ત્યાં ગયા હોય તો જરૂરથી જોવા જજો.
સસ્તું ફર્નિચર
થોડા સમય બાદ આપણાં દેશમાં દિવાળીનો તહેવાર ઉજવવામાં આવશે. હાલ દિવાળીની પૂર્વ તૈયારીએ લોકો પોતાના ઘરોમાં સાફ સફાઈ, પેઈન્ટ, અને ઘર માટે નવી નવી ચીજ વસ્તુઓની ખરીદી કરતાં હોય છે. તેમજ દિવાળીના તહેવારે ઘર માટે ફર્નિચર પણ ખરીદતા હોય છે. જો તમે પણ સસ્તું ફર્નિચર ખરીદવા માંગતા હોય તો દેશના આ 5 ફર્નિચર માર્કેટની મુલાકાત લઈને ખરીદી કરી શકો છો. અહી તમને બ્રાંડેડ ફર્નિચર અડધી કિંમત સુધી સસ્તું મળી શકે છે.
આ પણ વાંચો: મેક્સિકો વાવાઝોડું: 72 વર્ષ બાદ મેક્સિકોમાં ટકરાયું ઓટિસ વાવાઝોડું, 230 કિમીની ઝડપે મચાવી તબાહી, જુઓ અહીથી.
કીર્તિનગર માર્કેટ દિલ્લી
કીર્તિનગર માર્કેટ દિલ્લીનું સૌથી જૂનું માર્કેટ છે. અહી 2000 થી વધુ ફર્નિચરની દુકાનો આવેલી છે. અહી તમને ઘર અને ઓફિસ માટે સરળતા થી ફર્નિચર મળી રહેશે. અહી ઘરના રૂમ માટે ડિઝાઇનર બેડ, સોફા, ડાઈનિંગ ટેબલ, એન્ટરટેંમેંટ યુનિટ, ઓફિશ ચેર તથા ટેબલ સરળતાથી મળી રહેશે. અહી ફર્નિચરનું મેન્યુફેક્ચરિંગ થતું હોવાથી રિટેલ માર્કેટની તુલનમાં મોંઘું ફર્નિચર પણ 30 થી 40% સસ્તું ફર્નિચર મળી રહે છે. અહી તમને ગમતું ફર્નિચર ઓર્ડર આપી બનાવડાવી પણ શકો છો.
પંચકૂઈયા માર્કેટ દિલ્લી
પંચકૂઈયા માર્કેટ દિલ્લીનું એ હોલસેલ માર્કેટ છે. અહી તમને સરળતાથી ઘરના રૂમ માટે બેડ, ડ્રેશિંગ ટેબલ, કોર્નર ટેબલ, ચેર જેવી વસ્તુ મળે રહેશે. અહી લગભગ 1000 જેટલી ફર્નિચરની દુકાનો આવેલી છે. અહી ફર્નિચરનું મેન્યુફેક્ચરિંગ વધુ હોવાથી રિટેલ માર્કેટ અને મોંઘા શોરૂમ કરતાં લગભગ અડધી કિંમતે ફર્નિચર મળશે. અહી તમને ગમતું ફર્નિચર ઓર્ડર આપી બનાવડાવી પણ શકો છો.
મુંબઈ ચોર બઝાર
મુંબઈનું ચોર બઝાર દક્ષિણ મુંબઈના મટન માર્કેટ સ્ટ્રીટ મહમદઅલી રોડ પર આવેલું છે. જે લગભગ 150 વર્ષ જૂનું છે. આ માર્કેટમાં તમે ઘર અને ઓફિસ માટે લગભગ અધડી કિંમતે સસ્તું ફર્નિચરની ખરીદી કરી શકો છો.
આ પણ વાંચો: હોટલ રેટિંગ: તમે જાણો છો કે હોટલને 3 સ્ટાર, 5 સ્ટાર રેટિંગ કેવી રીતે મળે છે; આવો જોઈએ આ તથ્ય વિશે.
બાજીરાવ રોડ પુણે
પૂણેમાં બાજીરાવ માર્કેટમાં બાળકોના રૂમ માટે ડિઝાઇનર બેડ, નાના સોફા, ટેબલ ચેર, સરળતાથી મળી રહે છે. અહી તમને મોટી બ્રાન્ડની તુલનમાં અડધી કિંમતે ફર્નિચર મળી રહેશે. અહી તમને ગમતું ફર્નિચર ઓર્ડર આપી બનાવડાવી પણ શકો છો. તમે અહી તમારા બજેટ માં ખરીદી કરી શકો છો.
બંજારા માર્કેટ ગુરુગામ, હરિયાણા
ગુરુગામ બંજારા માર્કેટ ખૂબ જ પ્રખ્યાત છે. અહી તમને બાળકોના રમ માટે સજાવટની વસ્તુ માટે નવું અને જૂનું ફર્નિચર મળી રહે છે. અહી તમને બેડ, સોફા, ચેર, ટેબલ વગેરે સસ્તું ફર્નિચર મળી રહે છે.
અગત્યની લીંક
| હોમ પેજ | અહિં ક્લીક કરો |
| વધુ અપડેટ માટે whatsapp ચેનલ જોઇન કરો | અહિં ક્લીક કરો |
| વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરો | અહિં ક્લીક કરો |

1 thought on “સસ્તું ફર્નિચર: સૌથી મોટા ટોપ 5 ફર્નિચર માર્કેટ, અહી મળે અડધા ભાવે ફર્નિચર.”