51 શક્તિપીઠ: 51 Shaktipeeth: 51 જગ્યા પર આવેલ શક્તિપીઠ: હાલ નવરાત્રીનો તહેવાર શરૂ થઈ ગયો છે. ત્યારે લોકો આ તહેવારને 9 – 9 દિવસ સુધી ઉજવણી કરે છે. અને આખા દેશમાં ગુજરાતના ગરબા ખૂબ જ પ્રખ્યાત છે. અને રાજ્ય નૃત્ય તરીકે પણ ગરબા છે. આ નવરાત્રિ દરમિયાન લોકો માતાજીની સ્તુતિ કરે છે. અને 9 – 9 દિવસ માતાજીના અલગ અલગ સ્વરૂપોની પુજા કરે છે. પરંતુ શું તમે જાણો છો કે આ માતાજીના અલગ અલગ 51 સ્વરૂપ છે જેને 51 શક્તિપીઠ તરીકે ઓળખવામાં આવે છે. આ 51 શક્તિપીઠ ભારત ઉપરાંત અન્ય દેશોમાં પણ સ્થિત છે. આવો જોઈએ આ શક્તિપીઠના સ્થળોનું લિસ્ટ.
માતાના 51 શક્તિપીઠ
આપના ભારત દેશમાં માતાજીનાં ઘણા સ્વરૂપોની પુજા થાય છે અને તેમના ઘણા પ્રાચીન અને પ્રસિદ્ધ મંદિરો આવેલા છે. જેનો અલગ અલગ મહિમા છે. હિન્દુઑ મુજબ ભગવાન શિવના પત્ની સતીના અંગ અને આભૂષણ જે જે જગ્યા પર પડ્યા હતા ત્યાં શક્તિ પીઠ બની ગયા છે. આમ તો 51 શક્તિપીઠ હોય છે પરંતુ ચુડામણિમાં 52 શક્તિપીઠ માનવમાં આવે છે. તો આવો જાણીએ આ ક્યાં ક્યાં આવેલા છે 51 શક્તિપીઠ અને કયા સ્થિત છે.
આ પણ વાંચો: યુનાઇટેડ વે ગરબા: ગુજરાતની સૌથી મોટી ગરબીની કેવી રીતે થઇ શરૂઆત, એકસાથે 40 થી 50 હજાર લોકો રમે છે ગરબે
શક્તિપીઠનું લિસ્ટ
ભારત તથા અન્ય આટલે આવેલ માતાના 51 શક્તિપીઠ નું લિસ્ટ નીચે મુજબ છે.
| ક્રમ | શક્તિપીઠ | જ્યાં સ્થિત છે તે સ્થળ |
| 1 | માણિકર્ણિકા ઘાટ | વારાણસી, ઉતરપ્રદેશ |
| 2 | માતા લલિતદેવી શક્તિપીઠ | પ્રયાગરાજ |
| 3 | રામગીરી | ચિત્રકૂટ, ઉતરપ્રદેશ |
| 4 | ઉમા શક્તિપીઠ (કાત્યાયની શક્તિપીઠ) | વૃંદાવન |
| 5 | દેવી પાટન મંદિર | બલરામ પૂર |
| 6 | હરસિધ્ધિ દેવી શક્તિપીઠ | મધ્યપ્રદેશ |
| 7 | શોણદેવ નર્મતા શક્તિપીઠ | અમરકંટક, મધ્યપ્રદેશ |
| 8 | નૈનાદેવી મંદિર શક્તિપીઠ | બિલાસપૂર, હિમાચલપ્રદેશ |
| 9 | જ્વાલા જી શક્તિપીઠ | કાંગડા, હિમાચલપ્રદેશ |
| 10 | ત્રિપુરમાલિની માતા શક્તિપીઠ | જલંધર, પંજાબ |
| 11 | મહામાયા શક્તિપીઠ | અમરનાથનું પહેલગાંવ, કશ્મીર |
| 12 | માતા સાવિત્રીનું શક્તિપીઠ | કુરુક્ષેત્ર, હરિયાણા |
| 13 | માતા ભદ્રકાલી દેવીકૂંપ મંદિર | કુરુક્ષેત્ર, હરિયાણા |
| 14 | મણીબંધ શક્તિપીઠ | પુષ્કર, અજમેર |
| 15 | બિરાટ, માં અંબિકાનું શક્તિપીઠ | રાજસ્થાન |
| 16 | અંબાજી મંદિર શક્તિપીઠ | ગુજરાત |
| 17 | માં ચ્ંદ્રભાગા શક્તિપીઠ | જુનાગઢ, ગુજરાત |
| 18 | માતાના ભ્રવરી સ્વરૂપનું શક્તિપીઠ | મહારાષ્ટ્ર |
| 19 | માતાબાદી પર્વત શિખર શક્તિપીઠ | ત્રિપુરા |
| 20 | દેવી કપાલીનીનું મંદિર | પૂર્વા મેદીનીપુર જિલ્લો, પશ્ચિમ બંગાળ |
| 21 | માતા દેવી કુમારી શક્તિપીઠ | રત્નાવલી, બંગાળ |
| 22 | માતા વિમલાનું શક્તિપીઠ | મુર્શિદાબાદ, બંગાળ |
| 23 | ભ્રામરી દેવી શક્તિપીઠ | જલપાઈ ગુડી, બંગાળ |
| 24 | બહુલા દેવી શક્તિપીઠ | બર્ધમાન, બંગાળ |
| 25 | મંગળ ચંદ્રિકા માતા શક્તિપીઠ | વર્ધમાન, બંગાળ |
| 26 | મા મહિષ્મર્દિનીની શક્તિપીઠ | વક્રેશ્વર, પશ્ચિમ બંગાળ |
| 27 | નલહાટી શક્તિપીઠ | બીરભૂમ, બંગાળ |
| 28 | ફુલારા દેવી શક્તિપીઠ | અટ્ટહાસ, પશ્ચિમ બંગાળ |
| 29 | નંદિપુર શક્તિપીઠ | પશ્ચિમ બંગાળ |
| 30 | યુગધ શક્તિપીઠ | વર્ધમાન, બંગાળ |
| 31 | કાલિકા દેવી શક્તિપીઠ | બંગાળ |
| 32 | કાંચી દેવગર્ભ શક્તિપીઠ | કાંચી, પશ્ચિમ બંગાળ |
| 33 | ભદ્રકાલી શક્તિપીઠ | તામિલનાડું |
| 34 | શુચિ શક્તિપીઠ | કન્યાકુમારી, તામિલનાડું |
| 35 | વિમલદેવી શક્તિપીઠ | ઉત્કલ, ઓડિશા |
| 36 | સર્વશેલ રામેન્દ્રી શક્તિપીઠ | આંધ્રપ્રદેશ |
| 37 | શ્રી શૈલમ શક્તિપીઠ | કુર્નુર, આંધ્રપ્રદેશ |
| 38 | કર્ણાટક શક્તિપીઠ | કર્ણાટક |
| 39 | કામાખ્યા શક્તિપીઠ | ગુવાહાટી, અસમ |
| 40 | મિથિલા શક્તિપીઠ | ભારત નેપાલ બોર્ડર પર |
| 41 | ચતલ ભવાની શક્તિપીઠ | બાંગ્લાદેશ |
| 42 | સુગંધા શક્તિપીઠ | બાંગ્લાદેશ |
| 43 | જયંતિ શક્તિપીઠ | બાંગ્લાદેશ |
| 44 | શ્રી શૈલ મહાલક્ષ્મી શક્તિપીઠ | બાંગ્લાદેશ |
| 45 | યશોરેશ્વરી માતા શક્તિપીઠ | બાંગ્લાદેશ |
| 46 | ઇન્દ્રાક્ષી શક્તિપીઠ | શ્રીલંકા |
| 47 | ગુહેશ્વરી શક્તિપીઠ | નેપાળ |
| 48 | આદ્ય શક્તિપીઠ | નેપાળ |
| 49 | દંતકાલી શક્તિપીઠ | નેપાળ |
| 50 | મનસા શક્તિપીઠ | તિબેટ |
| 51 | હિંગળાજ શક્તિપીઠ | પાકિસ્તાન |
શક્તિપીઠ રચવાનું કારણ
દેવી પ્રસિધ્ધ અને પવિત્ર મંદિરોમાં માતા સતીના 52 શક્તિપીથોનો સમાવેશ થાય છે. આ શક્તિપીઠોના અસ્તિત્વમાં આવવા પાછળ એક પૌરાણિક કથા છે. જે મુજબ ભગવાન શિવના પત્ની માતા સતીએ તેમના પિતા રાજ દક્ષની પરવાનગી લીધા વગર મહાદેવ સાથે લગ્ન કર્યા હતા. જે બાદ રાજા દક્ષે એક વિશાળ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તેમણે માતા સતી અને ભોલેનાથને આમંત્રણ આપ્યું ન હતું. માતા સતી આમંત્રણ વગર યજ્ઞમાં પહોચી ગયા હતા. જ્યારે ભોલેનાથે માતાને ત્યાં જવા મનાઈ કરી હતી.
આ પણ વાંચો: વિજયા દશમી 2023: વિજયા દશમી અને દશેરા બંન્ને અલગ અલગ છે, શું તમે જાણો છો; આવો જોઈએ તમારા પ્રશ્નોનું સમાધાન.
માતા સતીને આમંત્રણ વગર યજ્ઞમાં આવતા જોઈને તેમના પિતાએ માતા સતીની સામે તેમના પતિ ભોલેનાથનું અપમાન કર્યું. માતા સતી આ અપમાન સહન ન કરી શક્યા અને યજ્ઞના પવિત્ર કુંડમાં કૂદી ગયા. આ જોઈ મહાદેવ સહન ન કરી શક્યા અને માતા સતીના મૃતદેહ સાથે તાંડવ કરવા લાગ્યા, જેના લીધે બ્રમ્હાંડ પર પ્રલય થવા લાગ્યો. જેને રોકવા ભગવાન વિષ્ણુએ સુદર્શન ચક્ર ચલાવ્યું, જેના લીધે માતા સતીના શરીરના ટુકડા થઈ ગયા. જ્યારે માતા સતીના આ અંગો અને આભૂષણો પૃથ્વી પર વિવિધ સ્થળો એ 51 ટુકડાઓમા પડ્યા, જે 51 શક્તિપીઠ બન્યા.
અગત્યની લિંક
| 51 શક્તિપીઠનું લિસ્ટ PDF માટે | અહી ક્લિક કરો |
| હોમ પેજ પર જાઓ | અહી ક્લિક કરો |
| અમારા Whatsapp ચેનલમાં જોડાવા માટે | અહી ક્લિક કરો |
| અમારા Whatsapp Group માં જોડાવા માટે | અહી ક્લિક કરો |

1 thought on “51 શક્તિપીઠ: દુનિયામાં આ જગ્યા પર છે માતાજીના 51 શક્તિપીઠ, ભારત સિવાય અન્ય દેશોમાં પણ સ્થિત, જુઓ આખું લિસ્ટ અહીથી.”