Winter IMD Update: સમય કરતાં પહેલા શિયાળાનું આગમન, જાણો હવે ક્યાં પડશે વરસાદ, હવામાન પર IMD ની આગાહી.

Winter IMD Update: શિયાળો 2023 આગાહી: ગુજરાતમાં આ વર્ષે મેઘરાજાએ સારી એવી બેટિંગ કરી હતી. ત્યાર બાદ હાલ નોરતાનો તહેવાર ચાલે છે અને તેના પછી દિવાળી આવશે. ત્યારે રાજયમાં દિવાળી બાદ વાતાવરણમાં બદલાવ આવે છે અને શિયાળાની શરૂઆત થાય છે. પરંતુ Winter IMD Update માટે હવામના વિભાગ દ્વારા જણાવાયું છે કે આ વર્ષે શિયાળાની શરૂઆત વહેલી થઈ ગઈ છે. અને આ જગ્યા પર બરફ વર્ષ તેમજ આ જગ્યા પર વરસાદની સંભાવના ઑ છે. આવો જોઈએ હવામાન વિભાગની આગાહી.

Winter IMD Update

અરબ સાગર માથી આવતા ભેજ ના લીધે ઉતર ભારતમાં જમ્મુ કશ્મીર, હિમાચલ પ્રદેશ, અને પંજાબમાં વરસાદ અને ઊંચા વિસ્તારોમાં હિમ વર્ષા થવાની શક્યતાઓ દર્શાવી છે. IMD દ્વારા જણાવાયું છે કે આ સિઝનની પ્રથમ ગહન વેસ્ટર્ન ડિસ્ટરબેંસ છે અને તેના લીધે જમ્મુ કશમીર અને હિમાચલ પરદેશમાં ભારે વરસાદ અને હિમવર્ષા થશે. IMD દ્વારા જણાવ્યુ કે ઉતર પશ્ચિમ ભાગમાં મજબૂત વેસ્ટર્ન સિસ્ટમ ડિસ્ટબર્ન્સ હતું જેના કારણે અરબ સાગરમાં ભેજ આવી રહ્યો છે. જેના લીધે વાવાઝોડાની ગતિવિધિ અને ભારે વરસાદ નોંધાયો છે.

આ પણ વાંચો: Best Camera Smartphone: 200 મેગા પીક્સલ કેમેરા વાળા બેસ્ટ 5 સ્માર્ટફોન, જેમાં ફોટા પડશે DSLR જેવા.

તાપમાનમાં ઘટાડો

IMD ના વૈજ્ઞાનિકોએ Winter IMD Update માં જણાવ્યુ હતું કે મધ્યપ્રદેશમાં વીજળી પડવાથી 2 – 3 લોકો મૃત્યુ પામ્યા છે. આ વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સ ધીરે ધીરે પૂર્વ તરફ આગળ વધી રહ્યું છે. વાવાઝોડાની પ્રવૃતિ હવે ધીમી થશે. અને વરસાદની શક્યતા ઘણી ઓછી છે. દિલ્લીમાં આજથી વરસાદની વિદાય થઈ છે. ઉતર- પશ્ચિમા વિસ્તારોમાં વરસાદની તીવ્રતા અને વિસ્તાર વધવાની શક્યતા છે. 17 ઓક્ટોબરથી તાપમાનમા હિમાલયના નીચલા સ્તર આવતા સૂકા પવનો ઉતર-પશ્ચિમ ભાગમાં પ્રવેશશે જેના લીધે આ તરખ્થિ તાપમાનમા 2 – 4 ડિગ્રી ઘટાડો થવાની સંભાવના છે.

આ પણ વાંચો   વાવાઝોડાની આગાહી: અંબાલાલ પટેલની ગુજરાતમાં વાવાઝોડાની આગાહી, નવરાત્રિ પહેલા આ તારીખે આવી શકે છે ચક્રાવત.

આ રાજયમાં વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સની અસર

વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સની અસર રાજસ્થાન, હરિયાણા, અને પંજાબમાં જોવા મળી રહી છે. વરસાદ અને વાવાઝોડાને લીધે ઉતર ભારતમાં એકી સાથે ઠંડી આવી ગઈ છે. ઉતર ભારત અને દિલ્લીમાં વરસાદને લીધે તાપમાનમાં ઘટાડો થયો છે. Winter IMD Update માં ઉતર પ્રદેશમાં વાવાઝોડું, વરસાદ અને કરા પડવાથી અનેક જિલ્લાના તાપમાનમા ઘટાડો નોંધાયો છે. પંજાબના 15 જીલ્લામાં વરસાદ તેમજ ભારે વરસાદની સ્થિતિ દેખાઈ રહી છે. અહી કેટલાક વિસ્તારોમાં જળબંબાકાર થઈ ગયું છે.

આ પણ વાંચો: Chin Unique Building: ચીનમાં આવેલી છે એક અનોખી બિલ્ડીંગ, જેમા રહે છે 30000 લોકો; એક જિલ્લા જેટલી વસ્તી.

ઉતરના રાજ્યો

હિમાચલ પ્રદેશ, ઉતરાખંડ, જમ્મુ કશ્મીર, લેહ અને લદાખમાં હિમ વર્ષ થઈ રહી છે. ઉતરાખંડમાં વાતાવરણમાં ફેરફાર થયો છે. Winter IMD Update જણાવ્યા છે કે 18 ઓક્ટોબરથી દિલ્લીમાં વધુ એક ફેરફાર થઈ શકે છે. હવામાન નિષ્ણાતો કહી રહ્યા છે કે ઠંડા પવનો પર્વતો પરથી મેદની રાજ્યો તરફથી આવશે અને તેના લીધે તાપમાનમાં ઘટાડો થશે. અને ઉતર ભારતમાં ઠંડી અનુભવાશે.

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરોઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ચેનલ જોઇન કરોClick here
Winter IMD Update
Winter IMD Update

2 thoughts on “Winter IMD Update: સમય કરતાં પહેલા શિયાળાનું આગમન, જાણો હવે ક્યાં પડશે વરસાદ, હવામાન પર IMD ની આગાહી.”

Leave a Comment

error: Content is protected !!