ભારે વરસાદની આગાહી: ગુજરાતના આ જિલ્લામાં ખાબકશે ભારે વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી.

ભારે વરસાદની આગાહી: Gujarat Rain Forecast: ગુજરાતમાં હાલ તો શિયાળાની ઋતુ ચાલુ થઈ ગઈ છે. ત્યારે આ શિયાળાની ઋતુ દરમિયાન કમોસમી વરસાદ આવી રહ્યો છે. ગુજરાતના ઘણા જિલ્લાઓમાં બરફ વરસ્યો છે તથા ઘણા જિલ્લામાં 2 ઇંચ સુધી વરસાદ પડ્યો છે જેને પગલે ગુજરાતનાં ખેડૂતોના ઊભા પાકને નુકશાન થયું છે. ત્યારે હવે ફરીથી ગુજરાતનાં હવામાન વિભાગ દ્વારા ફરીથી નવી આગાહી કરવામાં આવી છે ત્યારે આ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આવો જોઈએ વધુ માહિતી.

ભારે વરસાદની આગાહી

ગુજરાતમાં શિયાળાની શરૂઆત થઈ ત્યારે માવઠાએ મજા મૂકી છે. રવિવારે ગુજરાતના ઘણા જીલ્લામાં ભારે પવન સાથે માવઠું થયું છે તેમજ બરફ વરસવાના ન્યૂઝ સામે આવ્યા છે. વેસ્ટર્ન ડિસ્ટરબર્ન્સને પગલે મોટા ભાગના વિસ્તારોમાં મિનિ વાવાઝોડા સાથે વીજળીના કડકને ભડાકા સાથે વરસાદ પડ્યો હતો. સૌથી વધુ સુરેન્દ્રનગરમાં 4 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. તો હવામાન વિભાગ દ્વારા સોમવારે ક્યાં ક્યાં જીલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ પણ વાંચો: PM Vishwakarma Yojana: વગર ગેરન્ટી એ સરકાર આપશે 3 લાખની લોન, આટલા ડોકયુમેન્ટની પડશે જરૂર; pmvishwakarma.gov.in

આ વિસ્તારમાં ભારે વરસાદની આગાહી

હવામના વિભાગની આગાહી મુજબ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આઘી કરવામાં આવી છે. તેમજ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આઘી કરવામાં આવી છે. રવિવારે માવઠાને લીધે ગુજરાતમાં વરસાદ અને વીજળી પડતાં રાજ્યમાં 16 લોકોના મોત નિપજ્યાં છે. જ્યાં 50 થી વધુ પશુઓના મૃત્યુ થયા છે. તો બીજી બાજુ ખેડૂતોના પાકોમાં ભારે નુકશાન થયું છે. તેમજ વરસાદને પગલે લગ્ન પ્રસંગમાં પણ હલકી વેઠવી પડી હતી.

નવસારી અને વલસાડમાં અતિભારે વરસાદ

દક્ષિણ ગુજરાતનાજિલ્લાઓમાં સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડમાં છૂટછવાયા સ્થળો પર હળવો વરસાદ પાડવાની સંભાવનાઓ છે. દમણ, દાદરા નાગર હવેલી, તથા સૌરાષ્ટ્રના જીલ્લામાં અમરેલી તથા ભાવનગરમાં હળવો વરસાદ પાડવાની સંભાવનાઓ છે. આ સિવાય દક્ષિણ ગુજરાતના જિલ્લા સુરત, નવસારી અને વલસાડમાં અલગ અલગ સ્થળે ભારે થી અતિભારે વરસાદની સ્થિતિ છે.

આ પણ વાંચો   ગુજરાતમાં વાવાઝોડું: ગુજરાતમાં બે-બે વાવાઝોડાનો ખતરો, 2018 જેટલું ખતરનાક; જાણો ક્યારે આવશે વાવાઝોડું.

આ પણ વાંચો: PUC Certificate Download: તમારા વાહનનું PUC સર્ટિફિકેટ ડાઉનલોડ કરો તમારા મોબાઇલમા, જુઓ પ્રક્રિયા.

ગઇકાલની સ્થિતિ

હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ રવિવારે સવારે 6 વાગ્યાથી સાંજના 8 વાગ્યા સુધી એટ્લે કે 14 કલાકમાં 233 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેમાં સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકામાં સૌથી વધારે 4.5 ઇંચ વરસાદ પડ્યો હતો., આ સિવાય 16 તાલુકામાં 2 ઇંચ, સુરતમાં 4 ઇંચ, ઉમરપાડામાં 3.5 ઇંચ, કુકરમુંડામાં 3 ઇંચ, અમરેલી, ભાભર અને અંકલેશ્વરમાં 2.5 ઇંચ, રાધનપુર, મોડાસા અને માંડવીમાં 2.5 ઇંચ વરસાદ પડ્યો હતો.

કમોસમી વરસાદને પગલે ખેતરમાં વાવેલા પાક પર પાણી ફરી વળ્યું હતું. જેના લીધે ખેડૂતોને ભારે નુકશાન થયુ છે. ખાસ સૌરાષ્ટ્રના વિસ્તારમાં ચણા, જીરું અને કપાસના પાકને ભારે નુકસાન થયું છે. આ વરસાદના લીધે પાકમાં રોગ આવવાની શક્યતા વધી જતી હોય છે.

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરોઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ચેનલ જોઇન કરોClick here
ભારે વરસાદની આગાહી
ભારે વરસાદની આગાહી

Leave a Comment

error: Content is protected !!