Rule Change December: 1 ડિસેમ્બરથી બદલનારા નિયમો, જાણો શું પડશે તમારા ખિસ્સા પર અસર.

Rule Change December: 1 ડિસેમ્બરથી બદલનારા નિયમો: આપણાં દેશમાં દર મહિને જુદા જુદા નિયમો માં ફેરફાર કરવામાં આવે છે. જેમાં ગેસ સિલિન્ડર, બેંકને લગતા નિયમો, ઈલેકરિક વસ્તુના ભાવોમાં ફેરફાર, દૂધના ભાવોમાં ફેરફાર આ તમામ ઉપરાંત જીવન જરૂરિયાતની વસ્તુઓમાં ફેરફારો થતાં જોવા મળે છે. અત્યારે હવે નવેમ્બર મહિનો પૂર્ણતાને આરે છે. અને ડિસેમ્બર મહિનો આવી રહ્યો છે. આ બાબતે Rule Change December માં શું શું નવા નિયમો બદલાવાના છે અને તમને આ નિયમોથી શું અસર થશે તે વિશેની માહિતી જોઈએ.

Rule Change December

આ વર્ષનો છેલ્લો મહિનો ડિસેમ્બરની શરૂઆત થવા જઇ રહી છે. નવેમ્બર મહિનાના હવે ગણતરીના કલાકો બાકી છે. ત્યારે ડિસેમ્બર મહિનામાં ઘણા મહત્વપૂર્ણ ફેરફારો થવાના છે. જેની સીધી અસર તમારા ખિસ્સા પર પડવાની છે. આ ફેરફાર બેંકિંગ સેકટર થી લઈને ટેલોકોમ સેક્ટરમાં થશે. તેમજ ઘરના રસોડા પર પડી શકે છે. બીજી તરફ નવેમ્બરના કેટલાક દિવસો વરિષ્ઠ નાગરિકો માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. અને ડિસેમ્બરથી તેમના માટે સમસ્યા ઊભી થઈ શકે છે. આવો તમને જણાવીએ કે Rule Change December થવાના છે.

આ પણ વાંચો: T20 World Cup 2024: જૂન 2024 માં રમનારા ICC T20 વર્લ્ડકપ 2024 માટે 20 ટીમો થઈ નક્કી, જુઓ ક્યાં દેશને સ્થાન મળ્યું.

ગેસ સિલિન્ડરના ભાવોમાં ફેરફાર

ગેસ સિલિન્ડરના ભાવો મહિનાના પહેલા દિવસે ફેરફાર થતાં હોય છે. છેલ્લા કેટલાક દિવસોમાં ઘરેલુ ગેસ સિલિન્ડરમાં કોઈ ફેરફાર થવાનો ના હોય પરંતુ કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં ફેરફાર થવાના છે. જ્યારે નવેમ્બર માહિનામાં 2 વખત ફેરફાર થયો હતો. જે ઘટીને 2000 રૂપિયા થઈ ગયો હતો.

આ પણ વાંચો   જાહેર રજા 2023: ગુજરાત સરકારનું જાહેર રજાનું લિસ્ટ, મરજિયાત અને બેન્ક રજા 2023.

પેન્શન નિયમમાં ફેરફાર

જો તમે રાજ્ય કે કેન્દ્ર સરકારના કર્મચારી છો તો નવેમ્બરના અંત પહેલા જીવન પ્રમાણપત્ર ચોક્કસપણે જમા કરાવી દેજો. જો આમ થયે તમારું પેન્શન તમારા ખાતામાં આવશે નહીં. પેન્શન ધારકે વર્ષમાં 1 વખત આ પ્રમાણપત્ર આપવું જરૂરી છે.

સીમકાર્ડ ખરીદીના નિયમમાં ફેરફાર

ટેલિકોમ સેકટરમાં 1 ડિસેમ્બરથી નવા નિયમો લાગુ થવા જઇ રહ્યા છે. સરકાર દ્વારા સીમકાર્ડ ખરીદી માટે કડક નિયમો બનાવવામાં આવ્યા છે. જેમાં કોઈપણ દુકાનદાર સંપૂર્ણ KYC વગર સીમકાર્ડ વહેચી શકશે નહીં. બીજી તરફ કોઈપણ વ્યક્તિ જથ્થાબંધ સીમકાર્ડ ખરીદી શકશે નહીં. ટેલિકોમ વિભાગ દ્વારા 1 ID પર મર્યાદિત સીમકાર્ડ આપવાની જોગવાઈ કરી છે. જેથી કરીને છેતરપિંડી અટકાવી શકાય છે અને આ નિયમનું પાલન નહીં કરનારને 10 લાખ રૂપિયા સુધીનો દંડ અને જેલની સજા આપવામાં આવશે.

આ પણ વાંચો: લાઇસન્સ પરીક્ષા બુક: ડ્રાઇવિંગ લાયસન્સની પરીક્ષા માટે ઉપયોગી બુક Free માં કરો ડાઉનલોડ.

HDFC ક્રેડિટકાર્ડના નિયમમાં ફેરફાર

હાલ દરેક બેંકો ક્રેડિટકાર્ડ નો ઉપયોગ વધી ગયો છે ત્યારે દેશની સૌથી મોટી ખાનગી બેન્ક HDFC બેન્કે તેના Regalia ક્રેડિટકાર્ડ પર ઉપલબ્ધ Lounge Axis પ્રોગ્રામમાં ફેરફાર કર્યા છે. જેથી આ ક્રેડિટકાર્ડનો ઉપયોગ કરતાં લોકો દર ત્રણ મહિને 1 લાખ રૂપિયા ની ક્રેડિટનો ઉપયોગ કરવો ફરજિયાત બની જશે. જે Rule Change December થવાનો છે.

દસ્તાવેજના નિયમોમાં ફેરફાર

1 ડિસેમ્બરથી બેન્ક સાથે વધુ એક નિયમમાં ફેરફાર થવા જઇ રહ્યો છે. RBI બેન્કો પર દંડ લાદશે જે સમગ્ર લોનની ચુકવણી કર્યા પછી ગેરેંટિના બદલામાં રાખેલા દસ્તાવેજો સમયસર પરત નહીં કરે. આ દંડ દર મહિને 5000 રૂપિયાનો દંડ ચૂકવવો પડશે.

SBI અમ્રુત કળશની ડેડલાઇન

દેશની સૌથી મોટી ધિરાણકર્તા SBI એ અમ્રુત કળશ સ્પેશિયલ FD રોકાણ માટેની સમય મર્યાદા લંબાવી છે. 7.10 ટકાથી વધુ વ્યાજ દર ધરાવતી FD હવે 31 ડિસેમ્બર 2023 સુધી મેળવી શકો છો.

આ પણ વાંચો   Talati Update: તલાટી ભરતી જિલ્લાવાઇઝ જગ્યાઓ, તમારા જિલ્લામાં કેટલી જગ્યા છે?

બેન્ક લોકરની અંતિમ તારીખ

1 ડિસેમ્બરથી બદલનારા નિયમોમાં RBI એ સુધારેલા લૉકર કરારને વ્યવસ્થિત રીતે અમલમાં મૂકવા માટે 31 ડિસેમ્બર 2023 ની સમયમર્યાદા નક્કી કરી છે. જો તમે 31 ડિસેમ્બર 2022 ના રોજ અથવા તે પહેલા બદલાયેલા બેન્ક લૉકર એગ્રીમેન્ટ સબમિટ કર્યો હોય તો તમારે ફરી એક વખત અપડેટ કરેલ લૉકર કરાર પર સહી કરીને સબમિટ કરવાની જરૂર પડે છે. જે Rule Change December થવાનો છે.

આ પણ વાંચો: Gujarat RTO Code: ગુજરાતના તમામ જિલ્લાના RTO પાર્સિંગ કોડ, જાણો ક્યૂ વાહન ક્યાં જિલ્લાનું છે.

મફત આધાર અપડેટની છેલ્લી તારીખ

UIDAI ની વેબસાઇટ મુજબ જો તમે છેલ્લા 10 વર્ષમાં તમારી આધારની વિગતો અપડેટ કરી નથી તો તમે તેને 14 ડિસેમ્બર સુધી મફતમાં કરી શકો છો. UIDAI 10 વર્ષ જૂના આધાર ધારકોને આધાર સબંધિત છેતરપિંડી રોકવા માટે નવીનતમ માહિતી સાથે વિગતો અપડેટ કરવા જણાવી રહ્યા છે.

SBI હોમ લોન ઓફર

SBI હોમ લોન ઓફર પર 65 બેસિસ પોઈન્ટ સુધી રિબેટ ઓફર કરતી વિશેષ ઝુંબેશ ચલાવી રહી છે આ છૂટ નિયમિત હોમલોન, ફ્લેક્સીપે, NRI, નોન-સેલેરી, પ્રિવિલેજ પર વગેરે પર લાગુ છે. હોમ લોનની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર 2023 છે.

MF, ડિમેટ નોમિનેશની છેલ્લી તારીખ

હાલની ડિમેટ ખાતા ધારકો અને મ્યુચલ ફંડધારકો માટે નોમિનેશનની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર 2023 સુધી લંબાવવામાં આવી છે. સેબીએ અગાઉ જણાવ્યુ હતું કે જો ધારકો 30 સપ્ટેમ્બર 2023 સુધીમાં Pan, નોમિનેશન, સંપર્ક વિગતો,બેન્ક ખાતાની વિગતો, અને નામુનાની સહી સબમ્મિટ કરવામાં નહીં આવે તો ફોલિયોને સ્થિર કરવામાં આવશે. જે 31 ડિસેમ્બર 2023 સુધી લંબાવવામાં આવી છે.

UPI નિયમોમાં ફેરફાર

1 ડિસેમ્બરથી બદલનારા નિયમોમાં નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા એ Google Pay, Paytm, Phone pay વગેરે જેવી પેમેન્ટ એપ અને બેન્કોને એવા UPI ID અને નંબરો નિષ્ક્રિય કરવા કહ્યું છે. આ પરિપત્ર 7 નવેમ્બર 2023 ના રોજ જારી કરવામાં આવ્યો છે. નવા નિયમો અનુસાર થર્ડ પાર્ટી એપ પ્રોવાઇડર્સ અને પેમેન્ટ પાર્ટી પ્રોવાઇડર્સ 31 ડિસેમ્બર સુધીમાં લાગુ કરવાનું રહેશે. જે Rule Change December માં થવાનો છે.

આ પણ વાંચો   Rule Change November: 1 નવેમ્બરથી બદલનારા નિયમો, શું પડશે તમારા પર અસર.

આ પણ વાંચો: જાહેર રજા 2024: ગુજરાત સરકાર દ્વારા જાહેર રજા અને મરજિયાત અને બેન્ક રજાનું લિસ્ટ 2024.

IDBI સ્પેશ્યલ FD

IDBI બેન્કે રૂપિયા 2 કરોડથી ઓછી રકમ માટે ફિક્સ ડિપોઝિટના વ્યાજદરોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ દર 12 નવેમ્બરથી લાગુ થશે. IDBI બેન્કે અમ્રુત મહોત્સવ FD નામની વિશેષ FDની માન્યતા 375 દિવસને બદલે 444 દિવસ લંબાવી છે. તેની મર્યાદા 31 ડિસેમ્બર સુધી લંબાવવામાં આવી છે.

ઇન્ડિયન બેન્ક સ્પેશિયલ FD

બેન્કની વેબસાઇટ મુજબ સરકારી માલીકીની બેન્કે ઇન્ડ સુપર 400 અને ઇન્ડ સુપ્રીમ 300 ડે નામના ઊંચા વ્યાજ દરો ઓફર કરતી વિશેષ FD નો વિસ્તાર કર્યો છે. જેની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર 2023 કરવામાં આવી છે.

અગત્યની લિંક

હોમ પેજ પર જાઓઅહી ક્લિક કરો
અમારા Whatsapp ચેનલમાં જોડાવા માટેઅહી ક્લિક કરો
અમારા Whatsapp Group માં જોડાવા માટેઅહી ક્લિક કરો
Rule Change December
Rule Change December

Leave a Comment

error: Content is protected !!