સુરત એરપોર્ટ: સુરતના એરપોર્ટને અપાયો હેરિટેજ લુક, રાજમહેલને પાછળ છોડી તેવું છે આ એરપોર્ટ; જુઓ એક ઝલક

સુરત એરપોર્ટ: Surat Airport: Heritage Airport Surat: આપણાં ગુજરાતમાં ઘણા જિલ્લાઓમાં એરપોર્ટ આવેલા છે. જેમાં અમદાવાદ એક મોટું એરપોર્ટ ધરાવે છે અને ત્યથી દરરોજ લખો યાત્રીઓ સફર કરીને આવ – જા કરતાં હોય છે. પણ તાજેતરમાં સુરતમાં એરપોર્ટનું કામગીરી પૂર્ણ થઈ ગઈ છે અને તેને નવો લુક અપાયો છે. જેને 17 ડિસેમ્બરે ભારતના પ્રધાનમંત્રીએ દ્વારા આ એરપોર્ટ ને લોકો માટે ખુલ્લુ મૂકવામાં આવશે. પરંતુ તે પહેલા આ એરપોર્ટની તસ્વીરો સામે આવી છે જે જોતાં જ લાગે છે કે આ એક રાજમહેલ છે અને હેરિટેજ લુક આપવામાં આવ્યો છે.

સુરત એરપોર્ટ

આ સુરત એરપોર્ટ ના ટર્મિનલની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેને 17 ડિસેમ્બર 2024 ના રોજ આ ટર્મિનલનું ઉદ્ઘાટન કરશે. સુરત એરપોર્ટ ટર્મિનલનો લુક બદલાઈ ગયો છે. તેનો બાહ્ય દેખાવ હવે લાકડાના અવતારમાં જોવા મળશે. જે હેરિટેજનું પ્રતિનિધિત્વ કરે છે. ટર્મિનલની અંદર ગુજરાત અને સુરત શહેરની પરંપરાને આર્ટ વર્ક દ્વારા દર્શાવવામાં આવી છે. આ એરપોર્ટના પ્રોજેક્ટનો ખર્ચ અંદાજે 353. 25 કરોડ રૂપિયા હતો. આ પ્રોજેકટમાં ટર્મિનલ બિલ્ડીંગ અને એપ્રોનનું વિસ્તરણ, ટેક્સી ટ્રેકનું બાંધકામ વગેરેનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો: ઇ-બાઇક પર ડિસ્કાઉંટ: પેટ્રોલ ગાડી છોડો આ બાઇક ખરીદવા લોકો કરી રહ્યા છે પડાપડી, 20000 રૂપિયા સુધીનું ભારે ડિસ્કાઉંટ.

સુવિધાઓ

હવે આ એરપોર્ટના મુસાફરો માટે 20 ચેક-ઇન-કાઉન્ટર, 5 ઓવરબ્રિજ, 13 ઇમિગ્રેશન કાઉન્ટર વગેરે જેવી સુવિધા પણ ઉપલબ્ધ હશે. એરપોર્ટ પિક અવર્સ દરમિયાન પ્રતિ કલાક 1800 મુસાફરોની સેવા આપવા સક્ષમ છે. સુરત એરપોર્ટ પર હાલનુ ટર્મિનલ હાલમાં 8474 ચોરસ મીટરનું છે. ટર્મિનલની ડાબી અને જમણી બાજુ લગભગ વિસ્તૃત કરવામાં આવ્યું છે. જે કુલ 17046 ચોરસ મીટર છે.

આ પણ વાંચો   UPSC Exam Calendar: UPSC એ વર્ષ 2024 માટે જાહેર કર્યું ભરતી કેલેન્ડર, જુઓ કઈ તારીખે કઈ પરીક્ષા.

ઇંડિયન એરપોર્ટ ઓથોરીટી દ્વારા આ એરપોર્ટ ના ફ્રન્ટ એલિગેશનની સંપૂર્ણ ડિઝાઇનમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જે અંદાજિત 200 વર્ષ જૂના રાંદેરના જૈન ટ્રસ્ટનાં મકાનના પહેલા માલની ડિઝાઇનને ધ્યાનમાં રાખીને ફ્રન્ટ એલિગેશનની ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે. જેમાં કોતરણીકામ મૂકવામાં આવ્યું છે. જેમાં તે સમયે થયેલ ઘટના અને કથાના આધારે ચિન્હો મુકાયા છે.

353 કરોડનો ખર્ચ

એએઆઈએ સુરત એરપોર્ટના ડેવલોપમેન્ટના કામકાજ માટેનું કામ જોરશોરથી ચાલી રહ્યું છે. 1200 ડોમેસ્ટિક અને 600 ઇન્ટરનેશનલ પેસેંજરોને સરળતાથી આવી જશે.

આ પણ વાંચો: ગુજરાતના બેસ્ટ 5 બીચ: ગોવાના બીચની સાથે કદમ મિલાવી શકે તેવા ગુજરાતના 5 બીચ, આ જોઈ લેસો તો ગોવાને ભૂલી જશો.

ટર્મિનલ બિલ્ડિંગમાં 20 ચેક કાઉન્ટર, 5 એરો બ્રિજ, ઇન લાઇન બગેજ હેન્ડલિંગ સિસ્ટમ, આવતા મુસાફરો માટે 5 કન્વેયર બેલ્ટ હશે.

નવા ટર્મિનલ બિલ્ડિંગમાં 460 થી વધુ કાર પાર્કિંગ માટેની જગ્યા રાખવામા આવી છે. આ ટર્મિનલ 4 સ્ટાર GRIHA રેટેડ ઉર્જા ધરાવે છે. ટર્મિનલ બિલ્ડિંગની અંદર ગુજરાતની પરંપરા અને કળા તેમજ સંસ્કૃતિને પ્રતિબિંબિત કરી છે. આ એરપોર્ટ દેશભરના 16 સહહેરો સાથે સીધો સબંધ ધરાવે છે. સુયારત એરપોર્ટનું નવું વર્લ્ડ ક્લાસ ટર્મિનલ બિલ્ડીંગ આ સુરત શહેર સાથેની કનેક્ટિવિટી વધારશે.

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરોઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ચેનલ જોઇન કરોClick here
સુરત એરપોર્ટ
સુરત એરપોર્ટ

Leave a Comment

error: Content is protected !!