ભારત VS આફ્રિકા: ભારત નો 10 ડિસેમ્બરથી આફ્રીકાનો પ્રવાસ, જાણો તમામ 8 મેચોનો કાર્યક્રમ

ભારત VS આફ્રિકા: India Vs South Africa: ભારત વી દક્ષિણ આફ્રિકા કાર્યક્રમ: તાજેતરમાં ICC ક્રિકેટ વર્લ્ડકપ 2023 પૂર્ણ થઈ ચૂક્યો છે અને ભારત અને ઓસ્ટ્રેલીયાની 5 T20I શ્રેણી ચાલી રહી છે ત્યારે હવે આવનારા દિવસોમાં ભારત Vs આફ્રિકા ની વનડે, T20I અને ટેસ્ટ મેચની શ્રેણી રમવા માટે ભારત દક્ષિણ આફ્રિકાના પ્રવાશે જશે. ત્યારે આ માટે ભારતની ટીમની જાહેરાત પણ કરી દેવામાં આવી છે. જેમાં ત્રણેય ફોર્મેટમાં ભારતના કેપ્ટન અલગ અલગ રહેશે. ત્યારે આ ત્રણેય ફોર્મેટ કઈ કઈ તારીખે રમાશે તેની વિગતો પણ જાહેર કરવામાં આવી છે. આવો જોઈએ આ માહિતી.

ભારત VS આફ્રિકા

ઓસ્ટ્રેલીયા વિરુધ્ધ 5 મેચની T20 સીરિઝ પછી ભારતીય ક્રિકેટ ટીમ દક્ષિણ આફ્રિકાના પ્રવાશે જશે. આફ્રિકામાં ટીમ ભારતના ત્રણ T20, ત્રણ વનડે અને બે ટેસ્ટ મેચની સીરિઝ રમવાની છે. ભારત આફ્રિકાના પ્રવાસની શરૂઆત 10 ડિસેમ્બર 2023 થી થશે.

આ પણ વાંચો: T20 World Cup 2024: જૂન 2024 માં રમનારા ICC T20 વર્લ્ડકપ 2024 માટે 20 ટીમો થઈ નક્કી, જુઓ ક્યાં દેશને સ્થાન મળ્યું.

ભારતીય ક્રિકેટ બોર્ડે આફ્રિકાના પ્રવાસ માટેની ભારતીય ટીમની જાહેરાત કરી દીધી છે. અને તેમાં ઘણા નવા ચેહરાઑ ને મોકો આપવામાં આવ્યો છે. જેથી કરીને આવનારા સમયમાં જૂન 2024 માં રમનારા ICC T20 વર્લ્ડકપ માં સારા પ્રદર્શન કરનાર ખેલાડીને મોકો આપવામાં આવે.

India Vs South Africa

ભારતના દક્ષિણ આફ્રિકાના પ્રવશને આ ટુરની શરૂઆત ત્રણ મેચની T20 સીરિઝ સાથે થશે. ત્યારેબાદ ત્રણ વનડે મેચ રમવામાં આવશે. અને અંતમાં 2 મેચની ટેસ્ટ સીરિઝ રમાશે. T20 નો પ્રથમ મેચ 10 ડિસેમ્બર 2023 ના રોજ રમાશે.

આ પણ વાંચો   ICC World Cup 2023: ICC વર્લ્ડકપમાં ભારત ઓસ્ટ્રેલીયા મેચની પ્લેઈંગ ઇલેવન. જુઓ કોને સ્થાન મળ્યું.

આ પણ વાંચો: જાહેર રજા 2024: ગુજરાત સરકાર દ્વારા જાહેર રજા અને મરજિયાત અને બેન્ક રજાનું લિસ્ટ 2024.

ભારત વી દક્ષિણ આફ્રિકા કાર્યક્રમ

ભારત અને દક્ષિણ આફ્રીકા વચ્ચે પ્રથમ T20 મેચ 10 ડિસેમ્બર ડર્બનમાં રમાશે. ત્યારબાદ બીજી T20 મેચ 12 ડિસેમ્બર સેન્ટ જોર્જ પાર્ક અને ત્રીજી T20 મેચ 14 ડિસેમ્બર 2023 ના રોજ જોહનિશબર્ગમાં રમાશે. ત્યારબાદ 17 ડિસેમ્બર થી વનડે સિરીઝનો પ્રારંભ થશે. પ્રથમ વનડે જોહનિશબર્ગમાં રમાશે. બીજો વનડે 19 ડિસેમ્બર ના રોજ સેન્ટ જોર્જ પાર્કમાં રમાશે.અને ત્રીજો વંડી 21 ડિસેમ્બરે પાર્લમાં રમાશે. ત્યારબાદ 26 ડિસેમ્બરના રોજ પ્રથમ ટેસ્ટ મેચ સેન્ચુરિયનમાં રમાશે. જ્યારે બીજો ટેસ્ટ મેચ 3 જાન્યુઆરી 2024 ના રોજ રમાશે.

શેડયુલ

  • પહેલો T20 – 10 ડિસેમ્બર 2023
  • બીજો T20 – 12 ડિસેમ્બર 2023
  • ત્રીજો T20 – 14 ડિસેમ્બર 2023
  • પહેલો વનડે – 17 ડિસેમ્બર 2023
  • બીજો વનડે – 19 ડિસેમ્બર 2023
  • ત્રીજો વનડે – 21 ડિસેમ્બર 2023
  • પ્રથમ ટેસ્ટ – 26 ડીસેમ્બર 2023
  • બીજો ટેસ્ટ – 03 જાન્યુઆરી 2024

અગત્યની લિંક

હોમ પેજ પર જાઓઅહી ક્લિક કરો
અમારા Whatsapp ચેનલમાં જોડાવા માટેઅહી ક્લિક કરો
અમારા Whatsapp Group માં જોડાવા માટેઅહી ક્લિક કરો
ભારત VS આફ્રિકા
ભારત VS આફ્રિકા

Leave a Comment

error: Content is protected !!