Narendra Modi Stadium: નરેન્દ્ર મોદી સ્ટેડિયમ: વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ: હાલ ICC ક્રિકેટ વર્લ્ડકપ 2023 ભારતમાં આયોજિત થઈ રહ્યું છે અને તેમાં 10 જેટલી ટીમો 19 નવેમ્બર સુધી જુદા જુદા સ્થળે ટકરાશે. ત્યારે 5 ઓક્ટોબર 2023 થી શરૂ થનારા ICC વર્લ્ડકપ નો પ્રથમ મેચ વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ Narendra Modi Stadium પર એંગ્લેંડ અને ન્યુઝીલેંડ ટકરાશે. ત્યારે આ સ્ટેડિયમની કેટલીક વિશેષતા અને તેમાં શું શું રેકોર્ડ થયેલ છે તે વિશેની માહિતી જોઈએ.
Narendra Modi Stadium
5 ઓક્ટોબર થી અમદાવાદમાં ICC ક્રિકેટ મેચ ની પહેલી મેચ રમવાની છે. એક દિવસની ક્રિકેટ વર્લ્ડ કપ આયોજિત થયું છે. ત્યારે VVIP સહિત કુલ 1 લાખ અને 20 હજારની ક્ષમતા ધર્વતા વિશ્વના સૌથી મોટા Narendra Modi Stadium કાટેથી આ વર્લ્ડકપનો પ્રારંભ થાવ જઇ રહ્યો છે. આ વર્લ્ડકપની પ્રથા મેચ તેમજ ફાઇનલ મેચ પણ આ સ્ટેડિયમ ખાતે થવાની છે. ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકરને આ વર્લ્ડકપના બ્રાન્ડ એમ્બેશેડર બનાવવામાં આવ્યા છે. ત્યારે સચિન તેંડુલકરના હાથે આ ICC ક્રિકેટ વર્લ્ડકપની ઓપનિંગ શેરેમોની થવાની છે. અને ટ્રોફીનું અનાવરણ કરવામાં આવશે. આ ઉપરાંત ભારત અને પાકિસ્તાનની મેચ પણ આ જ સ્ટેડિયમ ખાતે થશે.
સુરક્ષા છાવણીમાં સ્ટેડિયમ
વર્લ્ડકપ અને દુનિયા ભરના અહી સંખ્યાબંધ દર્શકો, VVIP, અને ખાસ કરીને જુદી જુદી ટીમના ખેલાડી અને સપોર્ટ સ્ટાફની સુરક્ષાને પગલે અમદાવાદ શહેર હાલ સુરક્ષા છાવણીમાં ફેરવાઇ ગયું છે. ખાસ કરીને આ Narendra Modi Stadium અને તેની આસપાસના વિસ્તારમાં જુદા જુદા લેયર સિસ્ટમ સાથે સુપર સિક્યુરિટી ગોઠવવામાં આવી છે. આ ઉલ્લેખનીય છે કે નવીનીકરણ બાદ ફેબ્રુઆરી 2021 માં આ સ્ટેડિયમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. તે પહેલા પણ આ સ્ટેડિયમ કાર્યરત હતું જ. ત્યારે આવો જોઈએ કેટલીક આ સ્ટેડિયમ ખાતેની વિશેષતાઓ અને રેકોર્ડ.
સ્ટેડિયમની ખાસિયતો.
આ Narendra Modi Stadium ની વિશેષતા નીચે મુજબ છે.
- 800 કરોડ રૂપિયાના ખર્ચે આ સ્ટેડિયમ તૈયાર થયું હતું.
- પ્લેયરો માટે 4 ડ્રેશિંગ રૂમ તૈયાર કરાયા છે.
- આ સ્ટેડિયમમાં કુલ 1 લાખ 10 હજાર લોકો મેચ જોઈ શકશે.
- જે દુનિયાના સૌથી મોટા મેલબોર્ન ગ્રાઉન્ડ થી પણ વધારે ક્ષમતા ધરાવે છે.
- મેલબોર્ન સ્ટેડિયમમાં 1 લાખ લોકો મેચ જોઈએ શકતા હતા.
- કુલ 76 કોર્પોરેટ બોક્સ તૈયાર કરવામાં આવ્યા છે.
- આ મેદાનમાં કુલ 11 પિચ તૈયાર છે જેને લાલ અને કાળી મતિથી તૈયાર કરવામાં આવી છે.
- મેદાનમાં ફ્લાડ્સ લાઇટની ઊંચાઈ 90 મીટર જેટલી છે એટ્લે કે 25 માળની બિલ્ડીંગ જેટલી ઊંચાઈ ધરાવે છે.
- વરસાદ હોવાની સ્થિતિમાં મેદાનને ફરી 30 મિનિટ માં તૈયાર કરી શકે છે.
- આ મેદનની નીચે સબ સર્ફેલ ડ્રેનેજ સિસ્ટમ બનાવવામાં આવ્યું છે.
- ક્રિકેટ ઉપરાંત અહી ફૂટબોલ, હોકી, ખોખો, કબ્બડી, વોલીબોલ, બાસ્કેટબોલ, નેટબોલ ટેનિસ, બેડમિન્ટન જેવી સ્પર્ધા યોજી શકાય છે.
આ પણ વાંચો: ICC World Cup 2023: ICC વર્લ્ડકપમાં ભારત ઓસ્ટ્રેલીયા મેચની પ્લેઈંગ ઇલેવન. જુઓ કોને સ્થાન મળ્યું.
મોટેરા સ્ટેડિયમમાં થયેલા રેકોર્ડ્સ
આ Narendra Modi Stadium નું નામ પહેલા મોટેરા સ્ટેડિયમ હતું જેના રેકોર્ડ્સ નીચે મુજબ છે.
- મોટેરાના ઈતિહાસમાં પ્રથમ ડે-નાઈટ ટેસ્ટ મેચ.
- સુનિલ ગાવસ્કરે 10 હજાર રન મોટેરા સ્ટેડિયમમાં પાકિસ્તાન સામે પૂરા કર્યા હતા.
- કપિલ દેવે કુલ 432 વિકેટ ઝડપી રિચર્ડ હેડલીનોનો રેકોર્ડ મોટેરા સ્ટેડિયમ ખાતે તોડ્યો હતો.
- ઓક્ટોબર 2009 માં સચિન તેંડુલકરે પોતાના કરિયરની પહેલી બેવડી સદી મોટેરામાં ફટકારી હતી.
- મોટેરા સ્ટેડિયમમાં જ સચિને કરિયરના 20 વર્ષ પૂર્ણ કર્યા હતા.
- 2009 માં સચિને મોટેરામાં ઇન્ટર નેશનલ ક્રિકેટમાં 30,000 રન પૂરા કર્યા હતા.
- મોટેરામાં જ સચિન પહેલો એવો ક્રિકેટર બન્યો કે જેને 18,000 રન કર્યા હોય.
- AB ડી વિલિયર્સે ટેસ્ટ ક્રિકેટમાં પોતાની પહેલી બેવડી સદી મોટેરા ખાતે ફટકારી હતી.
આ પણ વાંચો: Team India world cup 2023: વર્લ્ડ કપ માટે ભારતની ફાઇનલ ટીમ જાહેર, આટલા થયા ફેરફાર
આ સ્ટેડિયમમાં ટેસ્ટ મેચના રેકોર્ડ્સ
- શ્રેલંકાએ ભારત સામે 1 ઇનિંગમાં સૌથી વધારે 760 રન કર્યા છે.
- સાઉથ આફ્રિકા સામે ભારતનો એક ઇનિંગનો સૌથી લો સ્કોર 76 રન રહ્યો છે.
- શ્રીલંકાના મહિલા જયવર્દનેએ એક ઇનિંગમાં 275 રન કર્યા છે.
- 1983 માં કપિલ દેવે વેસ્ટઈન્ડિઝ સામે 1 ઇનિંગમાં સૌથી વધારે 9 વિકેટ ઝડપી હતી.
- વેંકટપથી રાજૂએ 1994 માં ટેસ્ટ મેચમાં સૌથી વધારે 11 વિકેટ ઝડપી છે.
- આ સ્ટેડિયમ ખાતે સૌથી વધારે રન રાહુલ દ્રવિડ દ્વારા 771 રન કરેલા છે.
- આ સ્ટેડિયમમાં અનિલ કુંબલેએ 36 વિકેટ ઝડપી છે તે સૌથી વધુ છે.
અગત્યની લીંક
| હોમ પેજ | અહિં ક્લીક કરો |
| વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરો | અહિં ક્લીક કરો |
| વધુ અપડેટ માટે whatsapp ચેનલ જોઇન કરો | Click here |

2 thoughts on “Narendra Modi Stadium: વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ સાથે જોડાયેલી કેટલીક વિશેષતા અને તેનો ઇતિહાસ.”