World Cup Final: અત્યાર સુધીના વર્લ્ડકપની 12 સિઝન પૂરી, જાણો કઈ ટીમ કોની સાથે ફાઈનલમાં ટકરાઇ તથા કોનો વિજય થયો.

World Cup Final: વર્લ્ડકપ ફાઇનલ ટક્કર: 1975 થી 2019 સુધીની સફર: હાલ વર્ષ 2023 માં ICC વર્લ્ડ કપ 2023 ની શરૂઆત થનાર છે. ત્યારે લોકો આતુરતાથી રાહ જોઈએ રહ્યા છે તેમજ આ વખતે વર્લ્ડ કપ 2023 ભારતમાં રમનાર છે. અને એમાં પણ ભારત – પાકિસ્તાન મેચની ટિકિટ તો અત્યારથી જ વેચાઈ ગઈ છે. ત્યારે શું તમે જાણો છો કે અત્યાર સુધી વર્લ્ડકપની 12 સિઝન રમાઈ ગઈ છે આ દરેક સિઝનમાં World Cup Finalમાં કઈ કઈ ટીમ સામ સામે ટકરાય છે અને કઈ ટીમનો વિજય થયો છે. આવો જોઈએ દરેક વર્લ્ડકપની ફાઈનલની માહિતી.

World Cup Final

વર્લ્ડકપની 13 મી સિઝન શરૂ થવામાં બસ હવે ગણતરીના દિવસો જ બાકી છે. આ ટુર્નામેન્ટ શરૂ થયા પહેલા તેના ઇતિહાસ વિષે વાત કરીએ તો તે ખૂબ જ રસપ્રદ છે. એવું માનવમાં આવે છે કે ચેક 16મી સદીમાં ક્રિકેટની શરૂઆત થઈ હતી. જો કે આતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટ 1944 પછી શરૂ થઈ હતી. પરંતુ જુદા જુદા રિપોર્ટ અનુસાર સતાવાર રીતે ટેસ્ટ ક્રિકેટ 1877 માં રમાઈ હતી. અને વર્લ્ડકપની શરૂઆત 1975 માં થઈ હતી. ત્યારથી લઈને અત્યાર સુધી 12 સિઝન રમાઈ ચૂકી છે. ત્યારે આ 12 સિઝનમાં કોણ વિજેતા બન્યું એ આપણે આ World Cup Final પોસ્ટમાં માહિતી મેળવીશું.

આ પણ વાંચો: PVC Aadhar Card: ઘરે બેઠા મંગાવો PVC આધારકાર્ડ, પ્લાસ્ટિકનું આધાર કાર્ડ ઓર્ડર કરો આવી રીતે.

આ પણ વાંચો   India Australia Series: ભારત ઓસ્ટ્રેલીયા સિરીઝનું ટાઈમ ટેબલ, Free માં મેચ કઈ રીતે જોશો? રાજકોટની મેચનું ટિકિટ બુકિંગ કેમ કરાવવું.

1975 નો વર્લ્ડ કપ

આ વર્લ્ડ કપની પહેલી સિઝન 1975 માં રમાઈ હતી. જેનું આયોજન ઈંગ્લેન્ડમાં થયું હતું. આ વર્ષમાં વેસ્ટઈન્ડિઝ અને ઓસ્ટ્રેલીયાની ટીમો ફાઈનલમાં પહોચી હતી. ફાઇનલ મેચમાં પ્રથમ બેટિંગ કરતાં વેસ્ટઈન્ડિઝ 8 વિકેટે 291 રન બનાવ્યા હતા. તેમજ ઓસ્ટ્રેલીયા આ ટાર્ગેટનો પીછો કરવા ઉતરી પણ તે 274 રન જ બનાવી શકી હતી. જેના કારણે વેસ્ટઈન્ડિઝ 17 રને ફાઈનલમાં વિજેતા બન્યું હતું.

1979 નો વર્લ્ડ કપ

આ વર્લ્ડ કપની બીજી સિઝન 1979 માં રમાઈ હતી. જેનું આયોજન ઈંગ્લેન્ડમાં થયું હતું. આ વર્ષમાં World Cup Finalમાં વેસ્ટઈન્ડિઝ અને ઈંગ્લેન્ડની ટીમો ફાઈનલમાં પહોચી હતી. ફાઇનલ મેચમાં ટોસ જીતી પ્રથમ બેટિંગ કરતાં વેસ્ટઈન્ડિઝ 9 વિકેટે 286 રન બનાવ્યા હતા. તેમજ ઈંગ્લેન્ડની ટીમ આ ટાર્ગેટનો પીછો કરવા ઉતરી પણ તે ફકત 194 રન જ બનાવી શકી હતી. જેના કારણે વેસ્ટઈન્ડિઝ 92 રને ફાઈનલમાં બીજી વખત વિજેતા બન્યું હતું.

1983 નો વર્લ્ડ કપ

આ વર્લ્ડ કપની ત્રીજી સિઝન 1983 માં રમાઈ હતી. જેનું આયોજન ઈંગ્લેન્ડમાં થયું હતું. આ વર્ષમાં World Cup Finalમાં વેસ્ટઈન્ડિઝ અને ભારતની ટીમો ફાઈનલમાં પહોચી હતી. ફાઇનલ મેચમાં પ્રથમ બેટિંગ કરતાં ભારતે 183 રન બનાવ્યા હતા. તેમજ વેસ્ટઈન્ડિઝ ટીમ આ ટાર્ગેટનો પીછો કરવા ઉતરી પણ તે ફકત 140 રન જ બનાવી શકી હતી. જેના કારણે ભારતીય ટીમનો 43 રને ફાઈનલમાં વિજેતા બન્યું હતું.

આ પણ વાંચો: PUC Certificate Download: તમારા વાહનનું PUC સર્ટિફિકેટ ડાઉનલોડ કરો તમારા મોબાઇલમા, જુઓ પ્રક્રિયા.

1987 નો વર્લ્ડ કપ

આ વર્લ્ડ કપની ચોથી સિઝન 1987 માં રમાઈ હતી. જેનું આયોજન ભારત અને પાકિસ્તાનમાં થયું હતું. આ વર્ષમાં ફાઈનલમાં ઓસ્ટ્રેલીયા અને ઈંગ્લેન્ડની ટીમો ફાઈનલમાં પહોચી હતી. ફાઇનલ મેચમાં પ્રથમ બેટિંગ કરતાં ઓસ્ટ્રેલીયાએ 5 વિકેટે 253 રન બનાવ્યા હતા. તેમજ ઈંગ્લેન્ડ ટીમ આ ટાર્ગેટનો પીછો કરવા ઉતરી પણ તે 8 વિકેટ નુકશાન પર 246 રન જ બનાવી શકી હતી. આ રીતે ઓસ્ટ્રેલીયા એ ફાઈનલમાં રોમાંચક વિજય મેળવ્યો હતો.

આ પણ વાંચો   ભારતીય ટીમની જાહેરાત: ઈંગ્લેન્ડ વિરુધ્ધ ભારતીયની બાકી રહેતી 3 ટેસ્ટ મેચ માટે ભારતીય ટીમની જાહેરાત, જુઓ કોને મળ્યું સ્થાન.

1992 નો વર્લ્ડ કપ

આ વર્લ્ડ કપની પાંચમી સિઝન 1992 માં રમાઈ હતી. જેનું આયોજન ઓસ્ટ્રેલીયા અને ન્યૂઝીલેન્ડમાં થયું હતું. આ વર્ષમાં ફાઈનલમાં પાકિસ્તાન અને ઈંગ્લેન્ડની ટીમો ફાઈનલમાં પહોચી હતી. ફાઇનલ મેચમાં પ્રથમ બેટિંગ કરતાં પાકિસ્તાને 6 વિકેટે 249 રન બનાવ્યા હતા. તેમજ ઈંગ્લેન્ડ ટીમ આ ટાર્ગેટનો પીછો કરવા ઉતરી પણ તે 227 રન પર ઓલઆઉટ થઈ ગઈ હતી. આ રીતે પાકિસ્તાને 22 રને ફાઈનલમાં વિજય મેળવ્યો હતો.

1996 નો વર્લ્ડ કપ

આ વર્લ્ડ કપની છઠ્ઠી સિઝન 1996 માં રમાઈ હતી. જેનું આયોજન ભારત અને પાકિસ્તાનમાં યોજાઇ હતી. આ વખતે ફાઈનલમાં શ્રીલંકાની ટીમે ઓસ્ટ્રેલીયાને 7 વિકેટે હરાવી ટાઇટલ જીત્યું હતું. ફાઇનલ મેચમાં ઓસ્ટ્રેલીયાએ 241 રન બનાવ્યા હતા. લક્ષ્યનો પીછો કરતાં ઉતરેલી શ્રીલંકાએ ત્રણ વિકેટના નુકશાને આસાનીથી જીત મેળવી હતી.

આ પણ વાંચો: Team India world cup 2023: વર્લ્ડ કપ માટે ભારતની ફાઇનલ ટીમ જાહેર, આટલા થયા ફેરફાર

1999 નો વર્લ્ડ કપ

આ વર્લ્ડ કપની સાતમી સિઝન 1999 માં રમાઈ હતી. જેનું આયોજન ઈંગ્લેન્ડમાં યોજાઇ હતી. આ વખતે ફાઈનલમાં ઓસ્ટ્રેલીયા અને પાકિસ્તાનનો આમને સામને ટક્કર થઈ હતી. જેમાં પાકિસ્તાને પ્રથમ બેટિંગ કરતાં 132 રન બનાવ્યા હતા. તેનો લક્ષ્યનો પીછો કરતાં ઓસ્ટ્રેલીયા એ માત્ર 2 વિકેટે આસન જીત હસલ કરી હતી.

2003 નો વર્લ્ડ કપ

આ વર્લ્ડ કપની આઠમી સિઝન 2003 માં રમાઈ હતી. જેનું આયોજન દક્ષિણ આફ્રિકામાં થયું હતું.. આ વર્ષે World Cup Finalમાં ઓસ્ટ્રેલીયા અને ભારતની ટક્કર થઈ હતી. જેમાં ઓસ્ટ્રેલીયા પ્રથમ બેટિંગ કરતાં 2 વિકેટે 359 રન બનાવ્યા હતા. તેનો લક્ષ્યનો પીછો કરતાં ભારત 234 રન બનાવ્યા હતા. તેથી ઓસ્ટ્રેલીયાએ 125 રને જીત હસલ કરી હતી.

2007 નો વર્લ્ડ કપ

આ વર્લ્ડ કપની નવમી સિઝન 2007 માં રમાઈ હતી. જેનું આયોજન વેસ્ટઈન્ડિઝમાં થયું હતું.. આ વર્ષે World Cup Finalમાં સતત ત્રીજી વખત અને કુલ ચોથી વખત ઓસ્ટ્રેલીયા ટીમ વિજેતા થઈ હતી જેમાં ઓસ્ટ્રેલીયા અને શ્રીલંકાની ટક્કર થઈ હતી. જેમાં ઓસ્ટ્રેલીયા પ્રથમ બેટિંગ કરતાં 4 વિકેટે 281 રન બનાવ્યા હતા. તેનો લક્ષ્યનો પીછો કરતાં શ્રીલંકા 8 વિકેટે 215 રન બનાવ્યા હતા. તેથી ઓસ્ટ્રેલીયાએ 53 રને જીત હસલ કરી હતી.

આ પણ વાંચો   T20 World Cup 2024: જૂન 2024 માં રમનારા ICC T20 વર્લ્ડકપ 2024 માટે 20 ટીમો થઈ નક્કી, જુઓ ક્યાં દેશને સ્થાન મળ્યું.

આ પણ વાંચો: Gold Latest Rate: આજના સોનાના ભાવ, જાણો આજના તમારા શહેરના સોના ચાંદીના લેટેસ્ટ ભાવો અહીથી.

2011 નો વર્લ્ડ કપ

આ વર્લ્ડ કપની દશમી સિઝન 2011 માં રમાઈ હતી. જેનું આયોજન ભારત અને બાંગલાદેશમાં થયું હતું. આ વર્ષે World Cup Finalમાં ભારતનો મુકાબલો શ્રીલંકા સાથે થયો હતો. જેમાં શ્રીલંકા પ્રથમ બેટિંગ કરતાં 6 વિકેટે 274 રન બનાવ્યા હતા. તેનો લક્ષ્યનો પીછો કરતાં ભારતે 4 વિકેટે આસન વિજય મેળવ્યો હતો. જેમાં ધોનીના નેતૃત્વમાં બ્લૂ ટીમે અજાયબ અને બીજી વખત જીત હસલ કરી હતી.

2015 નો વર્લ્ડ કપ

આ વર્લ્ડ કપની અગિયારમી સિઝન 2015 માં રમાઈ હતી. જેનું આયોજન ઓસ્ટ્રેલીયા અને ન્યુઝીલેંડ માં થયું હતું. આ વર્ષે ફરી ઓસ્ટ્રેલીયાએ જોરદાર પર્ફોર્મન્સ કરી અને 5 મી વખત જીત મેળવી હતી. આ ફાઈનલમાં ન્યુઝીલેન્ડ 183 રન બનાવ્યા હતા. જેનો પીછો કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયાની ટીમે 3 વિકેટે આસાનીથી જીત મેળવી હતી.

આ પણ વાંચો: વારાણસી ક્રિકેટ સ્ટેડિયમ: ભારતના નવનિર્મિત વારાણસી ક્રિકેટ સ્ટેડિયમને ભગવાન શિવની ઝલક, ડમરુ ત્રિશુળ અને બિલીપત્રની ડિઝાઇનથી સજ્જ કરાશે; જુઓ ફોટાઑ દ્વારા.

2019 નો વર્લ્ડ કપ

આ વર્લ્ડ કપની બારમી સિઝન 2019 માં રમાઈ હતી. જેનું આયોજન ઈંગ્લેન્ડ અને વેલ્સમાં થયું હતું. આ વર્ષે પ્રથમ વખત ઈંગ્લેન્ડ ટાઇટલ જીતી શક્યું હતું. બંને ટીમો નિર્ધારિત ઓવરમાં 241 રન બનાવ્યા હતા. જેના બાદ સુપર ઓવર કરવામાં આવી હતી. અને તેમાં ઈંગ્લેન્ડનો વિજય થયો હતો.

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરોઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ચેનલ જોઇન કરોClick here
World Cup Final
World Cup Final

5 thoughts on “World Cup Final: અત્યાર સુધીના વર્લ્ડકપની 12 સિઝન પૂરી, જાણો કઈ ટીમ કોની સાથે ફાઈનલમાં ટકરાઇ તથા કોનો વિજય થયો.”

Leave a Comment

error: Content is protected !!