ક્રિકેટનો અનોખો રેકોર્ડ: 1 બોલમાં 6 કિમી દોડીને બનાવ્યા 286 રન, જુઓ ક્યારે બની હતી આવી ઘટના.

ક્રિકેટનો અનોખો રેકોર્ડ: Unique cricket record: આશ્ચર્યજનક રેકોર્ડ: ક્રિકેટ એક એવી રમત છે જે દરેક લોકોને રમવી અને જોવી ગમે છે. ત્યારે કોઈ સ્ટાર પ્લેયર રમતો જોઈએને લોકો તેના જેવી નકલ કરતાં હોય છે. અને ક્રિકેટ એક એવી રમત છે કે તેમાં વિવિધ રેકોર્ડ બનતા જ રહે છે. સૌથી વધારે રન, સૌથી વધારે વિકેટ, સૌથી વધારે રમનાર પ્લેયર જેવા ઘણા રેકોર્ડ જોવા માલ્ટા હોય છે પરંતુ શું તમે ક્યારેય આવો ક્રિકેટનો અનોખો રેકોર્ડ જોયો છે કે જેમાં 1 બોલમાં 286 રન બનાવવામાં આવ્યા હોય અને તે પણ દોડીને અને 6 કિમી જેટલું અંતર કાપ્યું હોય. આવો જોઈએ આવી રસપ્રદ માહિતી.

ક્રિકેટનો અનોખો રેકોર્ડ

ક્રિકેટની રમત એક એવી રમત છે કે કે જે દુનિયાભરમાં પ્રચલિત છે. એમય ક્રિકેટને ભારતમાં માત્ર રમત નહીં પણ જાણે એક ધર્મ કે મજહબની જેમ જોવામાં આવે છે જ્યારે આ રમતનો દુનિયાભરનો ભગવાન એટ્લે આપણો સચિન તેંદુલકર. હવે T20, વનડે, ટેસ્ટ એમ ત્રણ ફોર્મેટમાં ક્રિકેટ રમાય છે. ક્રિકેટમાં આજે અનેક રેકોર્ડ બની ચૂક્યા છે. અનેક નવા રેકોર્ડ બનતા રહે છે અને જૂના રેકોર્ડ તૂટતાં રહે છે. ઇન્ટરનેશનલ ક્રિકેટની સાથો સાથ IPL સહિતની અલગ અલગ લીગોને કારણે પણ આ રમતોનો રોમાંચ વધી રહ્યો છે.

આ પણ વાંચો: રોડ ટુ હેવન: ગુજરાતના આ રસ્તા પર જતાં સ્વર્ગ જેવો એહસાસ થશે, જેથી તેને કહેવાય છે Road To Heaven.

આ બધુ થઈ રહ્યું છે ત્યારે ઇતિહાસના પન્નાઑ ફેરવીને જોશો તો જાણવા મળશે કે ક્રિકેટ વિષેની નોખી અનોખી વાતો અને ક્રિકેટનો અનોખો રેકોર્ડ. આવુજ કઈક 1894 માં રમાયેલી મેચમાં જોવા મળ્યું હતું. તમને જૈની નવાઈ લાગશે કે ક્રિકેટની ઇતિહાસમાં નોંધાયેલી આ મેચમાં એક બોલ પર 286 રન બન્યા હતા.

આ પણ વાંચો   India VS Pakistan: વર્લ્ડ કપ 2023ની ભારત પાકીસ્તાનની મેચ જુઓ લાઈવ ફ્રી મા

Unique cricket record

ક્રિકેટ અનિશ્ચિતતાની રમત છે કઈ ટિમ ક્યારે જીતતી જીતતી હરે છે અને હારતી હારતી ટિમ જીતે છે. અહી કશું જ્કહી શકતું નથી. જો વિરોધી ટીમને 1 બોલમાં 10 રનની જરૂર હોય તો પણ એવી આશા રાખે કે કદાચ એક બોલમાં નો બોલ અને સિક્સર પડે તો એક બોલમાં 4 રનની જરૂર રહે. એટ્લે જ્યાં સુધી મેચનો છેલ્લો બોલ ફેંકવામાં ન આવે ત્યાં સુધી રમતમાં અનિશ્ચિતતા રહે છે.

આ પણ વાંચો: સસ્તું ફર્નિચર: સૌથી મોટા ટોપ 5 ફર્નિચર માર્કેટ, અહી મળે અડધા ભાવે ફર્નિચર.

આવો જ એક કિસ્સો ધ્યાને આવે છે કે જેમ ક્રિકેટની રમતમાં ક્રિકેટનો અનોખો રેકોર્ડ નોંધાયો હતો. 1 બોલમાં બેટ્સમેને 286 રન ફટકારી દીધા હતા. જૈની નવાઈ લાગશે કે એક બોલમાં 286 રન કઈ રીતે થઈ શકે. પરંતુ આ હકીકત છે. વર્ષો પહેલા ક્રિકેટના ઈતિહાસમાં આ રેકોર્ડ નોંધાયેલો છે. 128 વર્ષ પહેલા એટ્લે કે 1894 માં એક ક્રિકેટ મેચ રમાઈ હતી. જેમાં બેટ્સમેને 1 – 2 નહીં પરંતુ 286 રન બનાવ્યા હતા. જેમ બંને ખેલાડીએ લગભગ 6 કિમી જેટલું અંતર કાપીને અને દોડીને રન લીધા હતા.

1894 ની છે વાત

વાત એ છે કે 15 જાન્યુઆરી 1894 ના રોજ પશ્ચિમ ઓસ્ટ્રેલીયામાં બોનબરીના મેદાન પર વિકટોરિયા અને સ્ક્રેચ XI મેચ ચાલી રહી હતી. મેચના પહેલા જ બોલ પર બેટ્સમેને લાંબો શૉટ માર્યો અને બોલ ઝાડ પર ફસાઈ ગયો. જેને જરાહ વૃક્ષ કહેવામા આવે છે. બંને બેટ્સમેનો કૃઝ પર દોડતા રહ્યા. જ્યારે બોલ મળી આવ્યો અને ઝાડ પરથી પડ્યો ત્યાં સુધીમાં 1 પછી 1 286 રન ભાગીને બનાવી ચૂક્યા હતા.

આ પણ વાંચો: ગુજરાતના બેસ્ટ 5 બીચ: ગોવાના બીચની સાથે કદમ મિલાવી શકે તેવા ગુજરાતના 5 બીચ, આ જોઈ લેસો તો ગોવાને ભૂલી જશો.

આ પણ વાંચો   ભારતીય ટીમની જાહેરાત: ઈંગ્લેન્ડ વિરુધ્ધ ભારતીયની બાકી રહેતી 3 ટેસ્ટ મેચ માટે ભારતીય ટીમની જાહેરાત, જુઓ કોને મળ્યું સ્થાન.

દોડીને બનવ્ય 286 રન

આ મેચ માટે એવું પણ કહેવામા આવે છે કે ફિલ્ડિંગ કરનારી ટીમે કુહાડી પણ માંગવી હતી. પરંતુ કુહાડી મળી ન હતી. પછી ઘર માથી કોઈ રાઇફલ લાવ્યું હતું. અને બોલને નિશાનો બનાવીને બોલને ઝાડ પરથી નીચે પાડવામાં આવ્યો હતો. જ્યારે બોલ પડ્યો ત્યારે ફિલ્ડિંગ કરી રહેલા ખેલાડીઓ એટલા હતાસ થઈ ગયા હતા. અને આ ટીમે આટલા જ સ્કોર પર તેનો પ્રથમ દાવ ડિકલેર કર્યો હતો. 1 બોલમાં 286 રનનો સ્કોર પોતાના માં એક રેકોર્ડ છે.

6 કિમી દોડીને લીધા રન

રન માટે દોડતી વખતે બંને ખેલાડીઓએ આ સમય દરમિયાન ક્રીઝની વચ્ચે લગભગ 6 કિલોમીટરનું અંતર કાપ્યું હતું. આ વૃક્ષ મેદાન પર આવ્યું હતું. અને ફિલ્ડિંગ ટીમે પણ અમ્પાયરને અપીલ કરી હતી કે તેઓ બોન ખોવાયેલો જાહેર કરે જેથી બેટ્સમેન રન લેતા અટકી જાય. પરંતુ અમ્પાયરે અપીલ ફગાવી દીધી હતી. કે બોલ ઝાડ પર ફસાયેલો છે પરંતુ દેખાઈ રહ્યો છે. તેથી ખોવાયેલો જાહેર ના કરી શકાય.

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ચેનલ જોઇન કરોઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરોઅહિં ક્લીક કરો
ક્રિકેટનો અનોખો રેકોર્ડ
ક્રિકેટનો અનોખો રેકોર્ડ

Leave a Comment

error: Content is protected !!