વર્લ્ડકપ પાકિસ્તાન ટીમ: ICC ક્રિકેટ વર્લ્ડકપ 2023 માટે પાકિસ્તાન ટીમની જાહેરાત, જુઓ કોને સ્થાન મળ્યું અને કોનું પત્તું કપાયું.

વર્લ્ડકપ પાકિસ્તાન ટીમ: Pakistan Squad: પાકિસ્તાન ટીમની જાહેરાત: હાલ વર્ષ 2023 માં ભારતમાં રમનાર ICC ક્રિકેટ વર્લ્ડકપ 2023 માટે 10 ટીમો વચ્ચે 5 ઓક્ટોબરથી ટુર્નામેન્ટની શરૂઆત થવા જઇ રહી છે. આ મેચોમાં વિવિધ 10 ટીમો ભાગ લેશે. જેમાં 10 માથી કુલ 7 ટીમોએ પોતાની ટીમોની જાહેરાત કરી દીધી છે. ત્યારે 3 ટીમોની જાહેરાત હજુ થવાની બાકી છે. આ માટે પાકિસ્તાન ટીમનો સમાવેશ થવાનો બાકી હતો જે આજરોજ વર્લ્ડકપ પાકિસ્તાન ટીમ ની જાહેરાત કરવામાં આવી છે. આ ટીમમાં કોને સ્થાન મળ્યું અને કોનું પત્તું કપાયું જોઈએ નીચે મુજબ.

વર્લ્ડકપ પાકિસ્તાન ટીમ

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ દ્વારા 22 સપ્ટેમ્બર 2023 ના રોજ ભારત ખાતે રમનાર ICC ક્રિકેટ વર્લ્ડકપ 2023 માટે વર્લ્ડકપ પાકિસ્તાન ટીમ ની જાહેરાત કરવામાં આવી છે. તેમાં મુખ્ય પસંદગીકાર ઇંઝમામ ઉલ હકએ બાબર ની કેપ્ટનશી હેઠળ 15 સભ્યોની ટીમ જાહેરાત કરવામાં આવી છે. જ્યારે 3 ખેલાડી માટે ટ્રાવેલ રિઝર્વ તરીકે પસંદ કરવામાં આવ્યા છે. પાકિસ્તાન માટે સૌથી મોટો ખેલાડી નસીમ શાહ ઇજાના કારણે વર્લ્ડ કપ માંથી બહાર થયો છે. જ્યારે તેમની જગ્યાએ હશન અલીને મોકો મળ્યો છે.

આ પણ વાંચો: ખેડૂત મોબાઈલ સહાય યોજના: ખેડૂતોને મોબાઈલ ખરીદવા માટે સહાય યોજના 2023, અરજી કરવાની છેલ્લી તારીખ 15 ઓક્ટોબર 2023 સુધી.

નસીમ શાહ ટુર્નામેન્ટમાથી બહાર

અહી થોડા સમય પહેલા એશિયા કપ 2023 રમવા આવ્યો હતો જેમાં ભારત સામેની મેચમાં ખભામાં ઇજાના કારણે નસીમ શાહ રમી શક્યો ના હતો ત્યાર બાદ શ્રીલંકા સામેની મેચમાં પણ રમી શક્યો ન હતો. અહી શ્રીલંકા સામેની મેચમાં પાકિસ્તાન હરના કારણે બહાર ફેંકાઇ ગયું હતું. ત્યાર બાદ એશિયા કપ 2023 માં તેમનો બોલર હરીશ રૌફ પણ બહાર હતો જે વર્લ્ડકપ પાકિસ્તાન ટીમ ફિટ થઈને પરત ફર્યો છે. જોઈએ પાકિસ્તાન 15 સભ્યોની ટીમ

15 સભ્યોની ટીમ

  • બાબર આઝમ (કેપ્ટન)
  • શાદાબ ખાન (વાઈસ-કેપ્ટન)
  • ફખર ઝમન
  • ઈમામ ઉલ હક
  • અબ્દુલ્લા શફીક
  • મોહમ્મદ રિઝવાન
  • ઈફ્તિખાર અહેમદ
આ પણ વાંચો   એશીયાકપ 2023 ફાઇનલ: શું ભારત અને પાકિસ્તાન એશીયાકપની ફાઈનલમાં ટકરાશે?, શું કહે છે સમીકરણો

આ પણ વાંચો: ઓનલાઈન ચૂંટણીકાર્ડ ડાઉનલોડ: કલર વાળું ચૂંટણી કાર્ડ કરો જાતે ડાઉનલોડ, બસ ફોલો કરો આ મુજબના સ્ટેપ.

  • આગા સલમાન
  • સઈદ શકીલ
  • મોહમ્મદ નવાઝ
  • શાહીન આફ્રિદી
  • હરિસ રઉફ
  • હસન અલી
  • ઉસામા મીર
  • મોહમ્મદ વસીમ જુનિયર

ટ્રાવેલિંગ રિઝર્વ પ્લેયર

વર્લ્ડકપ પાકિસ્તાન ટીમ માં ટ્રાવેલિંગ રિઝર્વ ખેલાડીની વાત કરવાં આવે તો જેમાં અબરાર એહમદ, જમણ ખાન, મોહમદ હરીશને સ્થાન આપવામાં આવ્યું છે. જો વર્લ્ડ કપની વાત કરવાં આવે તો 29 સપ્ટેમ્બરે પાકિસ્તાન ન્યૂઝીલેન્ડ સાથે પ્રેક્ટિસ મેચ રમશે. તેમજ વર્લ્ડ કપની પ્રથમ મેચ 6 ઓકટોબરે નેધરલેન્ડ સામે ટકરાશે. ત્યાર બાદ 14 ઓકટોબરે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ભારત VS પાકિસ્તાનનો મેચ થશે.

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ચેનલ જોઇન કરોઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરોઅહિં ક્લીક કરો
Follow us on Google NewsClick here
વર્લ્ડકપ પાકિસ્તાન ટીમ
વર્લ્ડકપ પાકિસ્તાન ટીમ

1 thought on “વર્લ્ડકપ પાકિસ્તાન ટીમ: ICC ક્રિકેટ વર્લ્ડકપ 2023 માટે પાકિસ્તાન ટીમની જાહેરાત, જુઓ કોને સ્થાન મળ્યું અને કોનું પત્તું કપાયું.”

Leave a Comment

error: Content is protected !!