તાડપત્રી સહાય યોજના 2023: ખેડૂતોને તાડપત્રી ખરીદવા રૂપિયા 1875 ની સહાય, જુઓ અરજી કરવાની રીત

તાડપત્રી સહાય યોજના 2023: Tadpatri Scheme 2023: તાડપત્રી યોજના: ગુજરાત સરકાર દ્વારા લોકોને આર્થિક અને સાધનની ઘણી યોજનાઓ ચલાવે છે. જેથી લોકોને આર્થિક અને સાધન થી પોતાનું જીવનમાં સુધારો લાવી શકે. જેમાં વિદ્યાર્થીઓ, ખેડૂતો, મહિલાઓ, વેપારીઓને આર્થિક સહાય, સાધન સહાય, ઓછા વ્યાજ દરે લોન સહાય વગેરે પૂરી પાડે છે. ત્યારે ખેડૂતો માટે અઢળક યોજનાઓ ચલાવે છે. જેમાની એક છે તાડપત્રી સહાય યોજના 2023. આ યોજનામાં ખેડૂતોને પોતાના પાકના રક્ષણ માટે તૈયાર થયેલ પાકને ઢાંકવા માટે કે અન્ય બાબતે ઉપયોગી બને તેવી આ યોજના ચલાવે છે. જે યોજના અંતર્ગત ખેડૂતોને 1875 રૂપિયા અથવા કિંમતની ટકાવારી જે ઓછી હોય તે આપે છે.

તાડપત્રી સહાય યોજના 2023

સહાયનું નામતાડપત્રી સહાય યોજના 2023
ઉદેશ્યખેડૂતોને સબસિડી દ્વારા સાધન સહાય
લાભાર્થીગુજરાતના ખેડૂતો
સહાયની રકમકુલ ખર્ચના 50% અને 75% આનામત જ્ઞાતિને મળશે અથવા રૂપિયા 1250 તથા 1875 રૂપિયા બે માથી જે ઓછું હોય તે
અરજી કરવાની છેલ્લી તારીખ22 ડિસેમ્બર 2023
ઓફિશિયલ વેબસાઇટhttps://ikhedut.gujarat.gov.in/

આ પણ વાંચો: વૃધ્ધ પેન્શન યોજના: નિરાધાર વૃધ્ધોને મળશે રૂપિયા 1250 ની સહાય, જુઓ અરજી કરવા માટેની માહિતી.

સહાયનો હેતુ

ગુજરાત રાજ્યના ખેડૂતોના વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહે છે. કૃષિ, સહકાર વિભાગ અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા I- Khedut પોર્ટલ બનાવવામાં આવ્યું છે. જેના માધ્યમથી ખેડૂતો વિવિધ ખેતી વિષયક યોજનાનો લાભ ઘરે બેઠા ઓનલાઈન અરજી કરી શકે છે. હાલ I- Khedut પોર્ટલ પર તાડપત્રી સહાય યોજના 2023 માટેના અરજી ફોર્મ ઓનલાઈન ભરાઈ છે. ખેતીમાં ખેડૂતો વિવિધ ઉપયોગ માટે તડપત્રીનો ઉપયોગ કરી શકે તે હેતુથી સહાય આપવામાં આવે છે.

આ પણ વાંચો   ખેડૂત મોબાઈલ સહાય યોજના: ખેડૂતોને મોબાઈલ ખરીદવા માટે સહાય યોજના 2023, અરજી કરવાની છેલ્લી તારીખ 15 ઓક્ટોબર 2023 સુધી.

રાજ્યના નાના અને સીમાંત ખેડૂતોને આર્થિક મદદ મળી રહે તે અત્યંત જરૂરી છે. ખેડૂતોને પોતાના પાક ઉત્પાદનમાં વિવિધ સાધનોની જરૂર પડે છે. જેમાં પાકને થ્રેશર પ્રક્રિયા દરમિયાન તથા અન્ય કામ માટે તડપત્રીની જરૂર રહે છે. જેથી ખેડૂતોને તડપત્રીની ખરીદી માટે સીધી સહાય મળે છે તે જરૂરી છે. આ વિશેષ ઉદેશ્ય માટે તાડપત્રી સહાય યોજના 2023 નો લાભ આપવામાં આવે છે.

સહાય માટેની પાત્રતા

આ સહાય માટે કેટલીક પાત્રતા નિયત કરવામાં આવી છે. જે નીચે મુજબ દર્શાવવામાં આવી છે.

  • લાભાર્થી ખેડૂત હોવો જોઈએ.
  • લાભાર્થી નાના, સીમાંત, અને મોટા ખેડૂતો હોવા જોઈએ.
  • અરજદાર ખેતીની જમીન ધરાવતો હોવો જોઈએ.
  • જંગલિય વિસ્તાર માટે ખેડૂત ટ્રાઈબલ લેન્ડ વન અધિકારીનું પ્રમાણપત્ર ધરાવતો હોવો જોઈએ.
  • આ યોજનાનો લાભ ત્રણ વખત મળશે
  • આ યોજના માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે.

આ પણ વાંચો: ઓનલાઈન ચૂંટણીકાર્ડ ડાઉનલોડ: કલર વાળું ચૂંટણી કાર્ડ કરો જાતે ડાઉનલોડ, બસ ફોલો કરો આ મુજબના સ્ટેપ.

સહાય ધોરણ

અનુસુચિત જનજાતિ ખેડૂતો માટે (AGR – 14)તાડપત્રીની ખરીદ કિંમતના ૭૫ % અથવા રૂા.૧૮૭૫/- બેમાંથી જે ઓછું હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ બે નંગ
સામાન્ય ખેડૂતો માટે (AGR – 2)તાડપત્રીની ખરીદ કિંમતના ૫૦ % અથવા રૂા ૧૨૫૦/- બે માંથી જે ઓછું હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ બે નંગ
અનુસુચિત જાતીનાં ખેડૂતો માટે (AGR – 4)તાડપત્રીની ખરીદ કિંમતના ૭૫ % અથવા રૂા.૧૮૭૫/- બે માંથી જે ઓછું હોય તે.ખાતા દીઠ વધુમાં વધુ બે નંગ
અનુસુચિત જનજાતીનાં ખેડૂતો માટે (AGR – 3) તાડપત્રીની ખરીદ કિંમતના ૭૫ % અથવા રૂા.૧૮૭૫/- બેમાંથી જે ઓછું હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ બે નંગ
NFSM (Oilseeds and Oil Palm)તાડપત્રીની ખરીદ કિંમતના ૫૦ % અથવા રૂા ૧૨૫૦/- બે માંથી જે ઓછું હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ બે નંગ

જરૂરી આધાર પુરાવાઓ

આ તાડપત્રી સહાય યોજના માટે જરૂરી આધાર પુરાવાઓ નીચે મુજબ દર્શાવવામાં આવ્યા છે.

  • આધારકાર્ડની નકલ
  • 7 – 12 , 8અ
  • રેશનકાર્ડની નકલ
  • અનુસુચિત જતી કે અનુસુચિત જનજાતિના ખેડૂતોને જતી અંગેનું પ્રમાણપત્ર
  • જો વિકલાંગતા હોય તો વિકલાંગ અંગેનું પ્રમાણપત્ર
  • સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગત
  • દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો તેની વિગત
  • બેન્ક પાસબુકની નકલ
આ પણ વાંચો   સનેડો સહાય યોજના: મિનિ ટ્રેક્ટર (સનેડો) સહાય યોજના અંતર્ગત રૂપિયા 25000 ની સહાય, https://ikhedut.gujarat.gov.in

આ પણ વાંચો: નંબર પ્લેટના પ્રકાર: નંબર પ્લેટના પ્રકાર કેટલા છે તમે જાણો છો, જાણો કલર પ્રમાણે નંબર પ્લેટના પ્રકાર.

અરજી કરવાની રીત

આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂત I- Khedut પોર્ટલ પર પોતાની ઓનલાઈન અરજી કરી શકે છે તેમજ ગ્રામ પંચાયતના VCE પાસે પણ ઓનલાઈન અરજી કરવી શકે છે. ઓનલાઈન અરજી કરવાની રીત નીચે મુજબ દર્શાવવામાં આવી છે.

  • સૌપ્રથમ https://ikhedut.gujarat.gov.in/ પોર્ટલા પર જઈને યોજના પર ક્લિક કરો.
  • ત્યારબાદ ખેતીવાડીની યોજના પર જાઓ.
  • હવે તમને જુદી જુદી સહાય દેખાશે તેમાંથી તાડપત્રી પર ક્લિક કરો.
  • ત્યાર બાદ અરજી કરો પર ક્લિક કરો
  • હવે તમામ માહિતી ભરી દો.
  • ત્યાર બાદ અરજીની ચકાસણી કરીને કન્ફોર્મ કરી દો.
  • ત્યાર બાદ આ અરજીની પ્રિન્ટ આઉટ કાઢી લો.

અગત્યની લીંક

I-Khedut પોર્ટલ ઓફિશિયલ વેબસાઇટ માટેઅહિં ક્લીક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરોઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ચેનલ જોઇન કરોClick here
તાડપત્રી સહાય યોજના 2023
તાડપત્રી સહાય યોજના 2023

Leave a Comment

error: Content is protected !!