FD Interest Rate: ફિક્સ ડિપોઝિટ દર: Fix Deposit: લોકો પોતાની બચત માટે અવનવા પ્લાન અને સલામત જગ્યા પર રોકાણ કરતાં હોય છે તેમજ જેમાં બેનિફિટ વધારે મળે અને સેફ્ટી સાથેનું રોકાણ કરતાં હોય છે જેમાં બોન્ડ, SIP, PLI, PF, પોસ્ટની સ્કીમો, તથા બેન્કો માં ફિક્સ ડિપોઝિટમાં પોતાનું રોકાણ કરતાં હોય છે. આ લાંબા રોકાણથી ભવિષ્યને સુધારવા અને વધારે બેનિફિટ માટે વિવિધ રોકાણ કરે છે. ત્યારે સિનિયર સીટીઝન માટે દરેક જગ્યા પર વધારે વ્યાજ આપતા હોય છે. પરંતુ જોઈએ તો બેન્કો દ્વારા FD Interest Rate એટ્લે કે ફિક્સ ડિપોઝિટ રેટ કેટલો આપવામાં આવે છે અને અને કઈ બેન્ક સૌથી વધુ વ્યાજ આપે છે જોઈએ તેની માહિતી.
FD Interest Rate
ઘણી વખત લોકો કહેતા હોય છે કે પૈસો જ પૈસાને ખેંચે. પૈસા સિવાય કોઈ સગું થતું નથી, છેલ્લે પૈસા જ કામ આવે છે. આ તમામ વાક્યો આપણે રોજબરોજ જીવનમાં ઘરમાં અને બહાર સાંભળતા જ હોઈએ છીએ. ત્યારે સૌ કોઈ વિચરતું હોય કે મહેનત કર્યા વગર હાર્ડ વર્કને બદલે સ્માર્ટ વર્ક કરીને વધારે પૈસા કમાઈ લઈએ. એના માટે જેની પાસે થોડા ઘણા પૈસા હોય તો તે રોકાણ કરતો હોય છે. તેથી જ બધાનો પ્રશ્ન હોય છે કે કઈ બેંકમાં સૌથી વધારે વ્યાજ મળે છે. અને કઈ બેન્ક FD Interest Rate આપે છે. કઈ બેંકમાં પૈસા મૂકવા સારા.
નિવૃત વ્યક્તિ તેમની બચતનો એક ભાગ ફિક્સ ડિપોઝિટમાં રોકાણ કરવાની સલાહ આપે છે. FD માં કરેલું રોકાણ સલામત ગણવામાં આવે છે. અને તેનાથી નિયમિત આવક પણ મળે છે. આ પ્રકારની બચત ખરાબ સમયમાં કોઈપણ સમયે તમારા માટે ઉપયોગી સાબિત થઈ શકે છે. પરંતુ તમારે કેટલીક FD થતી આવક પર વ્યાજની ચુકવણી કરવી પડશે. જ્યારે કેટલાક વરિષ્ઠ નાગરિકો તેના દાયરામાં આવતા નથી. કેટલીક બેન્કો વરિષ્ઠ નાગરિકોને 3 વર્ષની FD પર 7.75% સુધીનું વ્યાજ આપે છે. ચાલો જાણીએ સૌથી વધુ FD Interest Rate આપતી બેન્કો વિશે.
1. બેન્ક ઓફ બરોડા (BOB)
બેન્ક ઓફ બરોડા (BOB) 3 વર્ષની FD પર 7.75 % વ્યાજ દર ઓફર કરે છે. જાહેર ક્ષેત્રની બેંકોમાં તે વરિષ્ઠ નાગરિકોને સૌથી વધારે વ્યાજ આપે છે. જો તમે અત્યારે 1 લાખ રૂપિયાનું FD માં રોકાણ કરો છો તો તે 3 વર્ષમાં વધીને 1.26 લાખ રૂપિયા થઈ જશે.
2. એક્ષિસ બેન્ક (Axis Bank)
એક્સિસ બેન્ક વરિષ્ઠ નાગરિકોને 3 વર્ષની FD Interest Rate 7.60 % વ્યાજદર ઓફર કરે છે. અત્યારે 1 લાખનું રોકાણ કરવાથી તમારી રકમ 3 વર્ષમાં વધીને 1.25 લાખ થઈ જશે.
આ પણ વાંચો: રોડ ટુ હેવન: ગુજરાતના આ રસ્તા પર જતાં સ્વર્ગ જેવો એહસાસ થશે, જેથી તેને કહેવાય છે Road To Heaven.
3. HDFC બેન્ક
HDFC બેન્ક, ICICI બેન્ક અને પંજાબ નેશનલ બેન્ક 3 વર્ષની ફિક્સ ડિપોઝિટ 7.50 ટકાના વ્યાજદરો ઓફર કરી રહયા છે. જો તમે અહી 1 લાખ રૂપિયાનું રોકાણ કરો છો તો તમને 3 વર્ષમાં આ રકમ વધીને 1.25 લાખ રૂપિયા મળશે.
4. CANARA બેન્ક (કેનેરા બેન્ક)
કેનેરા બેન્ક વરિષ્ઠ નાગરિકોને 3 વર્ષની FD પર 7.30 % વ્યાજ આપી રહી છે. જો તમે આજે અહી રોકાણ કરો છો તો તમને ત્રણ વર્ષમાં 1.24 લાખ રૂપિયા મળશે.
5. સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (SBI Bank)
સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (SBI) વરિષ્ઠ નાગરિકોને ત્રણ વર્ષની FD પર 7.25 ટકા વ્યાજદર ઓફર કરે છે. હવે રોકાણ કરેલ 1 લાખ રૂપિયા ત્રણ વર્ષમાં વધીને 1.24 લાખ રૂપિયા થઈ જશે.
આ પણ વાંચો: ડ્રાઈફૃટ્સનું સૌથી સસ્તું માર્કેટ: 40 રૂપિયામાં બદામ અને 30 રૂપિયામાં કાજુ મળશે આ બજારમાં.
(ડિસ્ક્લેમરઃ અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. (https://vyanjanrecipes.com/) કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
અગત્યની લીંક
| હોમ પેજ | અહિં ક્લીક કરો |
| વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરો | અહિં ક્લીક કરો |
| વધુ અપડેટ માટે whatsapp ચેનલ જોઇન કરો | અહી ક્લિક કરો |
