Rajasthan Tourism: રાજસ્થાનના Best ફરવાલાયક સ્થળો: નવરાત્રી પૂર્ણ થયા બાદ દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે. આ તહેવારમાં લોકો મિનિ વેકેશન ગાળવા માટે ફરવા જતાં હોય છે. ત્યારે ગુજરાતની નજીક આવેલું રાજ્ય રાજસ્થાન લોકોને ફરવા માટે ખૂબ જ અનુકૂળ આવે છે. અને સારી સારી જગ્યા પણ ફરવા માટેની છે. આ માટે જો દિવાળી ના તહેવારમાં ફરવા જવાનું થાય તો Rajasthan Tourism પસંદ કરજો કારણકે રાજસ્થાનમા સંસ્કૃતિ અને ઇતિહાસ જોવા ગુલાબી ઠંડીમાં અનેરો આનંદ મળે છે. આવો જોઈએ Rajasthan Tourism ના બેસ્ટ 5 સ્થળો વિશે જ્યાં જવાથી ત્યાં જ રહી જવાનું મન થઈ જાય.
Rajasthan Tourism
આપના દેશમાં પ્રવાસમાં ઘણી સારી જગ્યા છે. પણ એક રાજ્ય એવું છે કે તે પોતાની સંસ્કૃતિ અને ઇતિહાસના કારણે ખૂબ જ પ્રખ્યાત છે. Culture Capital of India તરીકે ઓળખાતું એક માત્ર રાજ્ય રાજસ્થાન છે. રાજસ્થાનના શાહી ઇતિહાસ સાથે કોઈને પણ પ્રેમ થઈ જાય છે. Rajasthan Tourism માં મોટા મહેલો, ઊંટ સવારી, દાલ બાટી ચુરમા, કે રોયલ ડેસ્ટિનેશન વેડિંગ હોય રાજસ્થાન તમામને પસંદ પડે એવુ છે. આ માટે દિવાળીના તહેવારમાં વેકેશન ગાળવા માટે Rajasthan Tourism ના પાંચ best સ્થળો જણાવીશું.
માઉન્ટ આબુ
માઉન્ટ આબુ રાજસ્થાન રાજયનું ખૂબ જ પ્રકયત અને લોકપ્રિય હિલ સ્ટેશન છે. અરવલ્લીની હરિયાળીથી ભરેલા પહાડો વચ્ચે ખૂબ ઊંચાઈ પર આવેલ માઉન્ટ આબુ છે. અહી મોટે ભાગે લોકો પ્રકૃતિ, ઐતિહાસિક સ્થળો, મંદિરો અને હવામાનની લોકો મજા માણવા આવતા હોય છે. જોતમે Rajasthan Tourism માં આબુમાં ફરવા જાઓ તો સનસેટ પોઈન્ટ, ટોડરોક, અને ખાસ કરીને દેલવાડાના ડેરા જરૂર થી જોજો.
જેસલમેર
જેસલમેર એક એવું સ્થળ છે જ્યાં ગયા વગર આપની રાજસ્થાન યાત્રા અધૂરી છે. જો તમે રાજસ્થાન જવાના હોવ તો જેસલમેર જજો. ગોલ્ડન સિટીના નામથી ઓળખાતા જેસલમેર રણ અને શાનદાર કિલ્લાના કારણે ખૂબ જ પ્રખ્યાત છે. અહી તમને જેસલમેનો કિલ્લો ઉપરાંત Sim Sand Dunes તમને ખૂબ જ પસંદ આવશે.
ઉદયપુર
ઉદયપુર એ પ્રકૃતિક સુંદરતા માટે ખૂબ જ પ્રખ્યાત છે. ઉદયપુરમાં ઘણા સુંદર લેક્સ (તળાવ) હોવાને કારણે તેને City Of lakes તરીકે ઓળખવામાં આવે છે. જેમાં ઉદયપુરનો લેક્સ પેલેસ, બગોરની હવેલી અને બીજા ઘણા મહેલો જોવા જેવા છે. જેથી આપ ઉદયપુરમાં રાતવાસો કરીને આ તમામ સ્થળોનો આનંદ માણી શકો છો.
જયપુર
જયપુરને Pink City તરીકે ઓળખવામાં આવે છે. ગુલાબી રંગથી ભરેલું આ Rajasthan Tourismનું શહેર રાજસ્થાન નું સૌથી મોટું શહેર છે. અહી મહેલ અને મંદિરોની સંખ્યા ખુબ જ વધારે છે. જો તમારે જયપુરમાં જવાનું થાય તો જળ મહેલ, હવા મહેલ, અને યુનેસ્કો દ્વારા જાહેર કરાયેલ વર્લ્ડ હેરિટેજ સાઇટ જંતર મંતર ને જોવાનું ચૂકસો નહીં. અહી ખુ બ જ જોવા લાયક સ્થળો છે.
આ પણ વાંચો: અમેરિકા ઘર ખર્ચ: અમેરીકામાં કરિયાણું તેમજ શાકભાજી શું ભાવે મળે છે, એક પરિવારે બીલની વિગતો કરી જાહેર.
ચિતોડગઢ
ભારતન ઈતિહાસનું સૌથી પ્રાચીન શહેર એટ્લે ચિતોડગઢનો સમાવેશ કરવામાં આવે છે. આ શહેરમાં મહારાણા પ્રતાપ અને મીરાબાઈ જેવા ઐતિહાસિક લોકોનું જન્મ સ્થળ આવેલું છે. ચિતોડગઢનો ચિતોડ ફોર્ટ અપ્રતિમ કિલ્લો છે. તમે અહી રાણા કુંભા પેલેસ, રાની પદ્મિની મહેલ અને અહીનો સાઉન્ડ અને લાઇટ શો જોવાનું ચૂકશો નહીં. તે એક અદ્ભુત અનુભૂતિ કરાવે છે. આ માટે તમે જો તહેવારોમાં રાજસ્થાન જવાનું વિચારતા હોવ તો ઉપરની પાંચ સ્થળ ઉપરાંત ઘણા અન્ય સ્થળો પણ ફરવા લાયક છે. પણ આ પાંચ સ્થળોની મુલાકાત અવશ્ય લેજો.
અગત્યની લીંક
| હોમ પેજ | અહિં ક્લીક કરો |
| વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરો | અહિં ક્લીક કરો |
| વધુ અપડેટ માટે whatsapp ચેનલ જોઇન કરો | અહી ક્લિક કરો |

જયપુરને ક્યાં સિટી તરીકે ઓળખવામાં આવે છે ?
જયપુરને Pink City સિટી તરીકે ઓળખવામાં આવે છે.
જેસલમેરને ક્યાં સિટી તરીકે ઓળખવામાં આવે છે ?
જેસલમેરને ગોલ્ડન સિટી તરીકે ઓળખવામાં આવે છે.