ડેસ્ટિનેશન વેડિંગ વેન્યુ: destination wedding Venue: રોયલ વેડિંગ: હવે લોકો પોતાના લગ્નમાં કઈક હટકે કરવા માંગતા હોય છે. હંમેશા કોઈએ કર્યું હોય તેના કરતાં કઈક અલગ અને રોયલ કરવા ઈચ્છે છે. ફિલ્મી કલાકારો અને સ્ટાર લોકો પોતાના લગ્ન અલગ અલગ પ્રકારે અને સ્થળોએ કરતાં હોય છે. જેથી આજની પેઢી પણ તેવી ઈચ્છા ધરાવતા હોય છે કે તે પણ તેના જેવા લગ્ન કરે. પરંતુ અમુક કારણોસર તે પોસિબલ હોતું નથી જેમ કે બજેટ કે અન્ય કોઈ કારણ હોય શકે છે. પરંતુ આજે અમે ગુજરાતનાં એવા ડેસ્ટિનેશન વેડિંગ વેન્યુની વાત કરવાના છીએ કે તમે કે તમારા પરિવારના વેડિંગ આ સ્થળોએ ગોઠવતા રોયલ ફિલિંગ આવે અને તમારા બજેટમાં પણ થઈ શકે છે. આવો જોઈએ આ સ્થળો વિશે.
ડેસ્ટિનેશન વેડિંગ વેન્યુ
બૉલીવુડ હોય કે કોઈ સ્ટાર પ્લેયરના ડેસ્ટિનેશન વેડિંગ વેન્યુ કરે છે. ક્યારેક બીચ પર તો ક્યારેક પહાડો પર, તો ક્યારેક રાજસ્થાનના મહેલોમાં આ સ્ટાર પોતાના લગ્નગ્રંથીથી જોડતા હોય છે. જેમાં 5 – 6 દિવસનો જબરદસ્ત જલસો હોય છે પરંતુ જો તમે પણ આવા યાદગાર લગ્ન બનાવવા માંગો છો અને બજેટ આ સ્ટાર જેટલું નથી તો ચિંતા કરવાની જરૂર નથી, અથવા તો તમે NRI છો અને તમારું વતન ગુજરાત છે અને લગ્ન ગુજરાતમાં કરવા છે અને કઈક અલગ કરવું છે તો પણ ચિંતા કરવાની જરૂર નથી.
આ પણ વાંચો: ભારતના Best 5 બીચ: લક્ષદ્વીપ જ નહીં ભારતના આ 5 બીચ કે જે માલદીવને આપે છે ટક્કર.
અહી તમારા માટે ગુજરાતમાં 5 એવા ડેસ્ટિનેશન વેડિંગ વેન્યુ અને લોકેશન શોધી કાઢ્યા છે, જેમાં બીચ, પહાડો, અને મહેલોનો સમાવેશ થાય છે. આ લોકેશન્સ એવા છે કે તમારા મહેમાનો જોતાં રહી જશે. જો તમે પણ આ લગ્ન સિઝનમાં ડેસ્ટિનેશન વેડિંગ વેન્યુ શોધી રહ્યા છો તો આ લેખ તમારા માટે કામનો છે.
1. સાપુતારા
સાપુતારા તો તમે જાણો જ છો તે ગુજરાતનું એકમાત્ર હિલ સ્ટેશન છે. ચોમાસામાં સપૂતારાની સુંદરતા એક અલગ સ્તરે ખીલી ઊઠે છે. જો તમે ક્યારેય સાપુતારા ફરવા ગયા હોવ તો ચોક્કસ વાદળોની વચ્ચે દેખાતા પહાડોનો નઝારો ભૂલી નહીં શક્ય હોવ. પરંતુ ચોમાસા સિવાય પણ અહીનું વાતાવરણ આહલાદક હોય છે. ખાસ કરીને શિયાળાની ઠંડીની સાથે સાથે આંખની આપતી ગ્રીનરી જબરદસ્ત ફિલિંગ આપે છે. જો કે પહાડોમાં લગ્ન કરવાની ઈચ્છા હોય તો સાપુતારા પરા પસંદગી ઉતારી શકો છો. અહી ટેન્ટથી લઈને હોટલ્સ, અને રિસોર્ટ્સ ઘણા બધા છે. જેને તમે રેન્ટ પર લઈને કુદરતી વાતાવરણમાં લગ્ન ગોઠવી શકો છો.

2. કચ્છનું સફેદ રણ
કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા, જેને જેને કચ્છની મુલાકાત લીધી છે અને તમા પણ સફેદ રણની તે આ વાતની સાથે જરૂર સમર્થ થશે. કચ્છનું સફેદ રણ ડિસેમ્બરથી જાન્યુઆરી દરમિયાન જોવામાં મજા આવે છે. બાકીનો સમય અહી પાણી હોય છે. નજર પહોચે ત્યાં સુધી માત્ર સફેદ રણ જોવા મળે છે. તમે અહી ઘણી ગુજરાતી ફિલ્મો અને ગીતોમાં પણ સફેદ રણની સુંદરતા જોઇ હશે. ધોરડોમાં સફેદ રણની નજીક ઘણા બધા રિસોર્ટ્સ આવેલા છે. જો તમે સફેદ રણમાં લગ્ન કરવા ઈચ્છો છો તો તમે આ રિસોર્ટ્સ સાથે વાત કરી શકો છો. જો કે એકઝેટ સફેદ રણ માં વેડિંગ કરવા ઈચ્છો છો તો તમારે પરવાનગી લેવી પડશે.

આ પણ વાંચો: કાજુ ખાવાની રીત: આ રીતે કાજુ ખાવાના રાખો હાડકાં થઈ જશે લોખંડ જેવા મજબૂત.
3. ગીરનું અભ્યારણ
એશિયાટિક લાયન ધરાવતું એક માત્ર સ્થળ એટ્લે ગીરનું અભ્યારણ્ય. લીલી છમ વનરાજીથી સજ્જ, સિંહની ડણકથી ગાજતું ગીરની અભ્યારણ્ય તો ગુજરાતનું સૌથી જાણીતું સ્થળ છે. જો કે આ એક અભયારણ્ય હોવાને લીધે કેટલીક પ્રવૃતિ પર પ્રતિબંધ છે. પરંતુ જો તમે ટ્રેડિશનલ લગ્ન કરવા ઈચ્છો તો ડેસ્ટિનેશન વેડિંગ વેન્યુ ગીરના જંગલ પર ઉતારી શકો છો. અહી હોટલ્સ અને રિસોર્ટ્સ સર્વિસ પૂરી પાડે છે. સાથે જ જો તમે નેસ માં લગ્ન કરવા ઈચ્છો છો તો તમારે એક વાર વનવિભાગ સાથે વાત કરવાની રહેશે.

4. શિવરાજપુર બીચ
ડેસ્ટિનેશન વેડિંગ વેન્યુ માટે ઘણા લોકોની પસંદગી બીચ પણ હોય છે. ખાસ કરીને તમે ફિલ્મોમાં જોયું હશે, હવે ગુજરાત એવું રાજ્ય છે કે જેની પાસે દેશનો સૌથી મોટો દરિયા કિનારો છે. તો પછી આપણે ડેસ્ટિનેશન વેડિંગ માટે એક બીચ કેમ પસંદ ન કરીએ. દ્વારકા નજીક આવેલો શિવરાજપુર બીચ હોટ ડેસ્ટિનેશન બની શકે છે. અહીની સફેદ રેતી, બ્લ્યુ પાણી અને ખુલ્લુ આકાશ તમારા પ્રસંગમાં ચાર ચાંદ લગાવી દેશે.

આ પણ વાંચો: ઓનલાઈન ચૂંટણીકાર્ડ ડાઉનલોડ: કલર વાળું ચૂંટણી કાર્ડ કરો જાતે ડાઉનલોડ, બસ ફોલો કરો આ મુજબના સ્ટેપ.
5. લક્ષ્મીવિલાસ પેલેસ
ડેસ્ટિનેશન વેડિંગની વાત કરીએ અને એક પણ પેલેસનો ઉલ્લેખ ન હોય તો કેવી રીતે ચાલે. ગુજરાતમાં પણ ઘણા મહેલો છે, જો કે વડોદરાનો લક્ષ્મીવિલાસ પેલેસ સૌથી બેસ્ટ છે. આ વિશાળ મહેલમાં ઘણી બધી ઇવેન્ટ થાય છે. અને તમે લગ્ન માટે પણ તેને ભાડે લઈ શકો છો. લખી રાખજો કે તમે લક્ષ્મી વિલાસ પેલેસમાં લગ્ન કર્યા તો તમારા મહેમાનો તમારા લગ્નને આખી જિંદગી યાદ રાખવાના છે. અહી તમને પોતાને પણ મહારાજ જેવી ફિલિંગ આવવાની છે.

અગત્યની લીંક
| હોમ પેજ | અહિં ક્લીક કરો |
| વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરો | અહિં ક્લીક કરો |
| વધુ અપડેટ માટે whatsapp ચેનલ જોઇન કરો | Click here |
