અમદાવાદ ફ્લાવર શો 2024: Ahmedabad Flower Show 2024: ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે અમદાવાદનાં રિવરફ્રન્ટ પર ફ્લાવર શોનું આયોજન કરે છે. આ ફ્લાવર શોમાં અદ્ભુત અને જુદા જુદા ફૂલોથી આ વિવિધ ડિઝાઇન (કલ્પસર) બનાવવામાં આવે છે. જેનો નજારો અદ્ભુત અને રમણીય હોય છે. લોકો દૂર દૂર થી આ ફ્લાવર શોએનડબલ્યુ નિહાળવા માટે આવતા હોય છે. ત્યારે આ નવા વર્ષની શરૂઆત થતાં આ અમદાવાદ ફ્લાવર શો 2024 નીઉ આયોજન કરવામાં આવ્યું છે. અને તેના આ તારીખથી ખુલ્લુ મૂકવામાં આવશે તેમજ તેમની ટિકિટોના ભાવો પણ નક્કી કરવામાં આવ્યા છે.
અમદાવાદ ફ્લાવર શો 2024
અમદાવાદ રિવરફ્રન્ટ પર દર વર્ષે યોજાતા ફ્લાવર શો માં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે. અમદાવાદનાં સાબરમતી રિવરફ્રન્ટ પર આ અમદાવાદ ફ્લાવર શો 2024 જે 1 જાન્યુઆરી થી ખુલ્લુ મૂકવામાં આવશે. ત્યારે આવનારા માહિનામાં આ અમદાવાદ ફ્લાવર શો 2024 માટે તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે આ અમદાવાદ ખાતે યોજાનારા ઇન્ટર નેશનલ ફ્લાવર શોમાં પ્રથમ વખત ખાણી પીણીના સ્ટોલ લગાવવામાં આવશે.
આ પણ વાંચો: વૃધ્ધ પેન્શન યોજના: નિરાધાર વૃધ્ધોને મળશે રૂપિયા 1250 ની સહાય, જુઓ અરજી કરવા માટેની માહિતી.
સ્કલ્પચર તૈયાર કરાશે
આ સિવાય ફ્લાવર શોમાં સૂર્ય મંદિર, સ્ટેચ્યું ઓફ યુનિટી, ચન્દ્રયાન, વડનગરનું કિર્તિ તોરણ, સાંસદ ભવન સહિત અલગ અલગ 33 સ્ક્લ્પચર તૈયાર કરવામાં આવશે. 5.45 કરોડના ખર્ચે આ ફ્લાવર શોનું આયોજન કરવામાં આવશે.
મુખ્ય આકર્ષણ
ફ્લાવર શો જુદી જુદી વેરાયટી જેવીકે પિટુનીયા, ડાયથસ, ક્રિશથીમમ, વિમકા, ગજેનીયા, મેરીગોલ્ડ, કોલિયસ, તોરણીયા, વરબ્ના, સાવલિયા, લીલીયમ વગેરે જેવા વેરાયટી ફૂલછોડ, ની પ્રદર્શન રજૂ કરશે.
આ પણ વાંચો: સુરત એરપોર્ટ: સુરતના એરપોર્ટને અપાયો હેરિટેજ લુક, રાજમહેલને પાછળ છોડી તેવું છે આ એરપોર્ટ; જુઓ એક ઝલક
ટિકિટના ભાવો
અમદાવાદ ફ્લાવર શો 2024માં 1 જાન્યુઆરી 2024 થી 15 જાન્યુઆરી 2024 સુધી યોજાનારા આ ફ્લાવર શોમાં મુખ્યમંત્રી દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવશે.જેમાં ટિકિટના ભાવો સોમવારથી શુક્રવાર સુધી 12 વર્ષથી ઉપરની વ્યક્તિઓને 50 રૂપિયા અને શનિવાર અને રવિવારના રોજ 12 વર્ષથી ઉપરની વ્યક્તિને 75 રૂપિયા ટિકિટ ખરીદવાની રહેશે. તેમાં 12 વર્ષથી નીચેની ઉમરના બાળકોને Free માં ટિકિટ મળશે. તેમજ આ ફ્લાવર શોની ટિકિટ તમે ઓનલાઈન માધ્યમથી ખરીદી શકશો.
અગત્યની લીંક
| હોમ પેજ | અહિં ક્લીક કરો |
| વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરો | અહિં ક્લીક કરો |
| વધુ અપડેટ માટે whatsapp ચેનલ જોઇન કરો | Click here |
