ગુજરાતનાં યુનિક સ્થળ: આ છે ગુજરાતના 7 યુનિક અને બજેટ ફ્રેન્ડલી સ્થળો, જે બન્યા છે આકર્ષણનું કેન્દ્ર.

ગુજરાતનાં યુનિક સ્થળ: Gujarat Unique Place: ગુજરાતના ફરવા લાયક બજેટ ફ્રેન્ડલી સ્થળો: ગુજરાતી લોકો ખાવાના અને ફરવાના શોખીન હોય છે. જેથી રજાના દિવસોમાં ગુજરાતી પ્રજા પરિવાર સાથે પિકનિક પર નીકળી પડે છે. આ પિકનિકમાં જંગલ સફારી, ઝરણાઑ, પર્વતો, તિર્થસ્થળો, નદીઓ, બિચો વગેરે જેવા સ્થળોની મુલાકાત લેતા હોય છે. આ તમામ સ્થળો કુદરતી અને શાંત વાતાવરણને લીધે લોકો પસંદ કરતાં હોય છે. કુદરતી અને રમણીય સ્થળોથી બાળકોથી લઈને વૃધ્ધ લોકો આવા સ્થળે મજા માણતા હોય છે. ત્યારે ગુજરાતનાં યુનિક સ્થળ ઘણા છે કે જ્યાં કુદરતને મન ભરીને માણી શકાય છે. અને તમારો પ્રવાસ યાદગાર બની જાય.

ગુજરાતનાં યુનિક સ્થળ

ગુજરાતમાં હાલ ગુલાબી ઠંડી પડી રહી છે. અને લોકો મોબાઈલ લઈને રૂમમાં પડી જાય છે. પરંતુ લોબાઈલ એક બાજુ મૂકીને બહાર નીકળો અને મોસમની મજા લો. શિયાળો જતો રહે તે પહેલા તમારા મિત્રો ને ફેમેલી કે પાર્ટનર સાથે ફરી આવો ગુજરાતની આ સુપર હિટ જગ્યા પર. અનેક તેંસન માથી મુક્તિ અને તમારા જીવનમાં આવશે નવી ઉર્જા. વર્ષોથી જૂની છવાઈ ગયેલી જગ્યા કરતાં આ ગુજરાતનાં યુનિક સ્થળની મુલાકાત લો. કઈક હટકે હોવા છતાં આ સ્થળો છે બજેટ ફ્રેન્ડલી.

આ પણ વાંચો: ગુજરાતના ફરવાલાયક સ્થળો: ગુજરાતનાં 5 ફરવા લાયક સ્થળો, અહી ફરવા જશો તો રિટર્ન આવવાનું મન નહીં થાય.

1. નડાબેટ

બનાસકાંઠા જિલ્લાના નડાબેટ ભારત – પાકિસ્તાન 0. બોર્ડર પોઈન્ટ છે. અને ગુજરાત સરકાર દ્વારા 10 એપ્રિલ 2022 ના રોજ આ ટુરિઝમ પ્રોજેક્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. અહી કરોડો રૂપિયાના ખર્ચે વિકાસ કર્યો છે. અહી દરરોજ હજારો લોકો આ સ્થળની મુલાકાત લે છે. જેથી તે ગુજરાતનાં યુનિક સ્થળ માનું એક છે. અહી આર્ટ ગેલેરી, મ્યુઝિયમ પ્લેરિયા, ઓડિટોરિયમ, ફૂડ ઝોન, વિશાળ ગાર્ડન, બાળકો માટે એમ ઝોન સહિત ઘણી સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. નડાબેટ ખાતે નડેશ્વરી માતાજીનું મંદિર આવેલું છે. અહી મ્યુઝિયમ બનાવવામાં આવ્યું છે. જેમાં સરહદ પર 365 દિવસ સૈનિકો ફરજ બજાવે છે તે લાઈફ થીમ બનાવવામાં આવી છે. સૈનિકોના પૂતળાઓ પણ મૂકવામાં આવ્યા છે. અહીની મુલાકાત યાદગાર બની રહેશે.

આ પણ વાંચો   Free OTT Platform: Netflix અને Hotstarની જેમ આ 5 OTT પ્લેટફોર્મ પર ફ્રીમાં જોઈ શકો છો મૂવી, જુઓ કઈ એપ છે સામેલ.

2. ખીજડીયા બર્ડ સેન્ચ્યુરી

ખીજડીયા પક્ષી અભ્યારણ જામનગર જિલ્લાના અર્ધ શુષ્ક પ્રદેશમાં કચ્છના અખાતમાં દક્ષિણ તટે આવેલો જળપ્લાવિત વિસ્તાર છે. અહી મીઠા પાણીના તેમજ ખરા પાણીના એમ બે પ્રકારના જળ પ્લાવિત વિસ્તારો એકબીજાની અરસ પરસ આવેલા છે. શિયાળાની શરૂઆત થતાં જ પાકિસ્તાન, અફઘાનિસ્તાન, મોંગોલિયા, સાઇબીરિયન, ઈરાન, સાઉથ આફ્રિકા, સાઉથ અમેરિકા તેમજ યુરોપ ખાંડના દેશો માથી માઈગ્રેટ થઈ પક્ષીઓ ખીજડીયા અભ્યારાંમાં આવે છે. જેન નજારો અદ્ભુત હોય છે. તેથી આ ગુજરાતનાં યુનિક સ્થળ માનું એક છે.

આ પણ વાંચો: ગુજરાતના બેસ્ટ 5 બીચ: ગોવાના બીચની સાથે કદમ મિલાવી શકે તેવા ગુજરાતના 5 બીચ, આ જોઈ લેસો તો ગોવાને ભૂલી જશો.

3. નરારા ટાપુ

નારારા ટાપુએ ગુજરાતનાં યુનિક સ્થળમાનું અગત્યનું એક સ્થળ છે. અહી ફરવાની ખૂબ જ મજા આવે છે. અહી રેતાળ રન અને પથ્થરોની વચ્ચે દુર્લભ દરિયાઇ જીવો જેવા કે સ્ટાર ફિશ, પફર ફિશ, ગ્રીન ક્રેબ એટ્લે કે લીલા કરચલા સાથે બીજા અન્ય 30 વિવિધ કરચલાની જાતિ, 8 પગવાળો ઓક્ટોપસ, 200 જાતની માછલી, 3 જાતના કાચબા, 20 જાતના જિંગા, 94 જાતના દરિયાય પક્ષી, 37 જાતના પરવાળા, 108 જાતની લીલ અને દરિયાઈ સાપની સાથે સમુદ્રી ફૂલો અને અનેક વનસ્પતિનો ખજાનો તમે નારી આંખે જોઈ શકો છો.

આમદવાદથી આ નારારા ટાપુ 400 કિમી દૂર આવેલો છે. જ્યારે જામનગરથી 60 કિમીના અંતરે વાડીનાર બંદર પાસે આવેલો આ નરારા ટાપુ છે. જ્યાં આપણે દરિયાઈ જીવસૃષ્ટિને આપણે ચાલીને જોઈ શકીએ છીએ. દરિયામાં ઓટ આવતા જાણે એ દરિયાના ઓસરતા પાણી ખૂલ જ સિમ સિમ કહેતા હોય એમ જીવસૃષ્ટિનો અદ્ભુત ખજાનો ખૂલી જાય છે. તેથી ગુજરાતનાં યુનિક સ્થળમાનું એક છે. કારણ કે ઓટના સમયે દરિયાનું પાણી 3 કિમી અંદર જતું રહે છે. આ સમયે નઝરો જોવા જેવો હોય છે. જે તમે ક્યારેય જોયો નહીં હોય.

4. જાંબુઘોડા

જાંબુઘોડા અભ્યારણ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા તાલુકામાં આવેલું છે. જાંબુઘોડા અભ્યારણ ચાંપાનેરથી અંદાજિત 20 કિમીના અંતરે આવેલું છે. અને વડોદરાથી 90 કિમીના નાતરે આવેલું છે. વાંસ, મહુડા, સાગ તેમજ અન્ય વનસ્પતિ અભ્યારણ છે. 1990 ના વર્ષમાં આને અભ્યારણ તરીકે જાહેર કરવામાં આવ્યું છે. આ વન વિવિધ પ્રાણીઓ ઉપરાંત ઝેરી અને બિન ઝેરી સરિસૃપોનું આશ્રય સ્થાન છે. જાંબઘોડા અભ્યારણની એક લાક્ષણિક્તા એ પણ છે કે પર્વતીય વિસ્તારમાં આવેલું એક જૂજ માનવ વસવાટ ધરાવતું અભ્યારણ છે. જેનાથી તેના પ્રકૃતિક સૌંદર્યમાં અનેક ગણો વધારો થાય છે.

આ પણ વાંચો   Ganapath Trailaer: એક્શન અને રોમાન્સથી ભરપૂર ગણપતનું ટ્રેલર, અમિતાભ બચ્ચન અને ટાઈગર શ્રોફ દેખાશે અલગ જ અંદાજમાં

આ પણ વાંચો: PUC Certificate Download: તમારા વાહનનું PUC સર્ટિફિકેટ ડાઉનલોડ કરો તમારા મોબાઇલમા, જુઓ પ્રક્રિયા.

આઝાદી પહેલા આ વિસ્તાર જાંબુઘોડા રજવાડા વિસ્તાર સાથે સંકળાયેલો હતો. ગાઢ જંગલની ટેકરીઓમાં તેમજ ખીણોમાં ઘણો આદિવાસી વસાહતો વસવાટ કરે છે. આ અભ્યારણના જંગલમાં ફરવા માટે ઘણા સ્થળો છે. ટ્રેકિંગ સાઇટ્સ અને તે એક શાનદાર વનવિહાર છે. જેથી તે ગુજરાતનાં યુનિક સ્થળમાનું એક છે. આ સિવાય વનવિભાગ આરામગૃહ, અભ્યારણ, બે જળાસયો નજીકમાં ઉપલબ્ધ છે. દીપડો આભયારણનું મુખ્ય શિકારી પ્રાણી છે. આ સિવાય શિયાળ, વરુ, ઘોરખોદિયું, રીંછ વગેરે માંસાહારી પ્રાણીઓમાં પણ અહી વસવાટ કરે છે. શાકાહારી પ્રાણી જેવા કે હરણ, નીલગાય, ચોસિંગા હરણ, વગેરે પ્રકારના જાંબુઘોડા ભ્યરનમાં આશ્રય સ્થાન છે.

વિવિધ જાતના સાપ, અજગર, મગર મચ્છ જેવા સરિસૃપો અહી વિપુલ માત્રમાં જોવા મળે છે. અભ્યારણમાં આવેલા સાગ, સીસમ, ખેર, મહુડો, વાંસ, બિલ્લિ, દૂધળો વગેરે વૃક્ષોને લીધે પક્ષીઓ પણ ઘણી સંખ્યામાં જોવા મળે છે. આ વન્યસૃષ્ટિ અભ્યારણમાં કાડા ડેમ અને ટારગોળ ડેમ નામે બે બંધ બનાવેલા છે. ચાંપાનેર, પાવાગઢ, ઝંડ હનુમાન, સુખી બંધ અને કડા બંધ અહીના નજીક જોવા લાયક સ્થળ છે. શિયાળામાં આ અભ્યારણ પ્રવાસીઓનું આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે.

5. ગિરનાર

આમદવાદથી ગિરનાર પહોચવા માટે 317 કિમીનું અંતર કાપવું પડે છે. ગિરનાર પર્વત એ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલ ગુજરાત રાજ્યના જુનાગઢ શહેરથી 5 કિમી ઉતરે આવેલ પર્વતોનો સમૂહ છે. જ્યાં સિધ્ધ ચોરસીના બેસણા છે. આ પરવટમાં 5 ઊંચા શિખરો આવેલા છે. જેમ ગોરખ શિખર 3600, ગૌમુખી શિખર 3120, જૈન મંદિર શિખર 3300 અને માળી પરબ 1800 ફૂટની ઊંચાઈએ ધરાવે છે. જેને લીધે ગિરનાર પર્વત ગુજરાતનો સૌથી ઊંચો પર્વત છે. ગિરનારના પાંચ પર્વતો થઈને કુલ 866 મંદિરો આવેલા છે. પથ્થરના બનાવેલી સીડી અને રસ્તો એક ટોચ પરથી બીજી ટોચ પર લઈ જાય છે. તેથી ગુજરાતનાં યુનિક સ્થળ એવું કહેવામા આવે છે કે તેના 9999 પગથિયાં છે. પણ ખરેખર 11000 પગથિયાં છે. આ ગિરનાર પર્વતની દર વર્ષે લીલી પરિક્રમા થાય છે. જેમાં લાખો લોકો જોડાઈ છે.

આ પણ વાંચો: બચત ખાતા પર ટેક્સ: બેન્ક સેવિંગ ખાતામાં આટલી રકમ રાખવા પર લાગે છે ઇન્કમ ટેક્સ, જો આનાથી વધારે રકમ ખાતામાં જમા છે તો તમે ઇન્કમ ટેક્સની નજરમાં છો.

આ પણ વાંચો   ડેસ્ટિનેશન વેડિંગ વેન્યુ: ગુજરાતમાં પણ છે શાનદાર ડેસ્ટિનેશન વેડિંગ વેન્યુ, આ 5 સ્થળો આપશે રોયલ ફિલિંગ.

6. પોલો

એક દિવસની પિકનિક માટે વિચારી રહ્યા છો તો ગુજરાતનાં યુનિક સ્થળમાં ગુજરાતનાં વિજયનગરમાં આવેલું પોલો ફોરેસ્ટ તમારા માટે બેસ્ટ પ્લેસ હોય શકો છો. તેને પોળો જંગલ તરીકે ઓળખવામાં આવે છે. ઐતિહાસિક સ્થળ હોવાને લીધે પોલોનું જંગલ 3 – 4 કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલું છે. અહીના મંદિરો આસરે 15મી સદીના બનાવેલા હોય તેવું માનવમાં આવે છે. પોળો એ વખતે રાજસ્થાનનો ગેટવે હતો. શાસકો દ્વારા દુશ્મનોઅને લોકોથી છુપાઈને આ સ્થળ બનાવવામાં આવ્યું હતું. અહી માત્ર પહાડી વિસ્તાર, મંદિર અને ઝરણું જ નથીપણ હરણાવ નદી અને ડેમ પણ આવેલો છે. આ ડેમની ઊંચાઈ અંદાજિત 40 થી 50 મીટર જેટલી છે. કહેવામા આવે છે શિયાળામાં 35 જેટલી વિવિધતા ધરાવતા પક્ષીઓ જોવા મળે છે અને અમદાવાથી પોળો ફોરેસ્ટ 110 કિમીના અંતરે આવેલું છે.

7. સ્ટેચ્યું ઓફ યુનિટી

સ્ટેચ્યું ઓફ યુનિટી ભારતીય સ્વાતંત્ર્ય ચળવળના નેતા સરદાર વલ્લભભાઈ પટેલને સમર્પિત ગુજરાત, ભારતમાં આવેલું એક સ્મારક છે. તે સરદાર સરોવર બંધ સામે 3.2 કિમી દૂર આવેલા સાધુબેટ પર ભરુચ નજીક આવેલું છે. આ સ્મારકનો વિસ્તાર 20,000 ચોરસ મીટર છે અને તે 12 ચોરસ કિમી વિસ્તારના કૃત્રિમ તળાવ વડે ઘેરાયેલું છે. 182 મીટરની ઊંચાઈ જેમાં 157 મીટર પ્રતિમાની અને પેડસ્ટલની 25 મીટર ઊંચાઈ સામેલ છે. આ સાથે આ પ્રતિમા વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે. સ્મારક સુધી પહોચવા માટે વૈકલ્પિક માર્ગ બનાવવાનું આયોજન થઈ રહ્યું છે.

આ પણ વાંચો: પાણી પીવાનો શ્રેષ્ઠ સમય: પાણી પીવાનો શ્રેષ્ઠ સમય ક્યો છે, જાણો મહિલાઓ અને પુરૂષોએ કેટલી માત્રામાં પાણી પીવું જોઈએ; આ સમયે પાણી પીવું ફાયદાકારક.

આ ગુજરાતનાં યુનિક સ્થળ માનું એક છે. કેવડિયાથી બસ સેવા અને સરદાર સરોવર બંધથી જેટી સેવા તેમજ રોપ-વેનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. આ સ્થળ સોમવારે સમારકામ માટે બંધ રહે છે. સ્ટેચ્યું ઓફ યુનિટીના પ્રવાસીઓની સુવિધા માટે કેવડીયા રેલ્વે સ્ટેશનનું નિર્માણ કરવામાં આવ્યું છે. જે 5 કિમીના અંતરે આવેલૂ છે. અહી વિશાળ વિસ્તારમાં ફરવા લાયક અને જોવા લાયક સ્થાઓ ઊભા કરવામાં આવ્યા છે. આ જગ્યા ફરવા માટે ઓછામાં ઓછા બે દિવસ જોઈશે. બીજી બધી જગ્યાના પ્રમાણમા ટિકિટ ખર્ચની દ્રષ્ટિએ અહી તમને થોડું મોંઘું પડશે. પણ અન્ય રાજ્યના પ્રવશન સ્થળની સરખામણીએ ઘણું સસ્તું છે.

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરોઅહિં ક્લીક કરો
Follow us on Google NewsClick here
ગુજરાતનાં યુનિક સ્થળ
ગુજરાતનાં યુનિક સ્થળ

Leave a Comment

error: Content is protected !!