ભારતના Best 5 બીચ: લક્ષદ્વીપ જ નહીં ભારતના આ 5 બીચ કે જે માલદીવને આપે છે ટક્કર.

ભારતના Best 5 બીચ: India Best 5 Beach: ભારતના બેસ્ટ 5 બીચ: ભારતના લોકો હરવા ફરવાના શોખીન છે. જ્યાં નવી જગ્યા વિશેની માહિતી મળે કે તરત જ મિત્રો કે ફેમેલી સાથે ફરવા જવાનો પ્લાન બનાવી લેતા હોય છે. લોકો જંગલ, ઝરણાઓ, પર્વતો, નદી, દરિયા કિનારા, ઐતિહાસિક સ્થળો વગેરે જેવા સ્થળોની મુલાકાત લેતા હોય છે અને ત્યાં તે સ્થળની મજા માણતા હોય છે. ત્યારે ભારતને 7500 કિલોમીટર જેટલો દરિયા કિનારો મળ્યો છે. જેથી રાજયોના આ દરિયા કિનારે વસેલા સ્થળોને વિકસિત બનાવ્યા છે. જેથી લોકો ત્યારે હરી ફરી શકે છે. આ માટે ભારતના Best 5 બીચ વિશેની માહિતી મેળવીશું કે જે માલદીવને પણ ટક્કર આપે છે.

ભારતના Best 5 બીચ

લક્ષદ્વીપનું નામ આવતા જ મનમાં ચોખ્ખું પાણી, સફેદ રેતી અને વણસ્પર્શેલ ટાપુની પિક્ચર તારી આવે છે. પરંતુ શું તમે જાણો છો કે ભારતના અન્ય દરિયા કિનારા પણ માલદીવને ટક્કર આપે છે. કુદરતી સૌંદર્ય, રોમાંચક એક્ટિવિટી અને શાનદાર રહેઠાણના સાથેના વિકલ્પો સાથે, આ દરિયા કિનારો માલદીવના તાજમાં રત્ન તરીકે ચમકે છે. તો ચાલો આપણે ભારતના Best 5 બીચ એટ્લે કે ભારતના બેજોડ દરિયાકિનારાની સફરે નિકળીએ, જે લક્ષદીપ સિવાયતમને માલદીવ જેવો અનુભવ આપશે.

આ પણ વાંચો: ગુજરાતના બેસ્ટ 5 બીચ: ગોવાના બીચની સાથે કદમ મિલાવી શકે તેવા ગુજરાતના 5 બીચ, આ જોઈ લેસો તો ગોવાને ભૂલી જશો.

1. કોવલમ અને મરારી બીચ (કેરલ)

કેરલ તેના બેકવોટર અને સુંદર બીચ માટે જાણીતું છે. કેરલને ભારતની “Sea Queen” પણ કહેવામા આવે છે. અહી તમને સુંદર બીચ, લીલાછમ જંગલો અને પ્રાચીન મંદિરો જોવા મળશે. કોવલમ અને મરારી બીચનું શાંત વાતાવરણ અને આયુર્વેક સ્પા માલદીવના રિસોર્ટસ જેટલા જ આરામદાયક અને આકર્ષક છે. કેરળમાં હાઉસબોટમાં રહેવાનો એક અનુભવ અનોખો આનંદ આપે છે.

આ પણ વાંચો   હેલિકોપ્ટરમાં જાન: શું તમારે પણ તમારા લગ્નમાં મંગાવવું છે હેલિકોપ્ટર, જાણો કેટલો ખર્ચ આવે.

2. અંજુના, કેલાંગુટ બીચ (ગોવા)

સૂર્યની નીચે સ્નાન કરવું, સોનેરી રેતી પર લટાર મારવી, વાદળી સમુદ્રમાં સર્ફિંગનો આનંદ માણવો અને સુંદર સૂર્યસતા જોવો, આ ગોવાના દરિયા કિનારાનો સાર છે. ગોવા તેની નાઇટલાઈફ, સ્વાદિષ્ટ સીફૂડ, અને સુંદર બીચ માટે જાણીતું બન્યું છે. અંજુના, કલંગુટ અને બાગ માલદીવ જેવા જ આકર્ષક અને વાતાવરણ અને લક્ઝરી રિસોર્ટનું વચન આપે છે.

3. હેવલોક આઇલેન્ડ (આંદામાન નિકોબાર)

કુદરતી સૌંદર્યમાં ડૂબેલા આંદામાન નિકોબાર ટાપુઓ સફેદ રેતીના દરિયાકિનારા, ગાઢ જંગલો અને વાઈબ્રન્ટ કૉરલ રિફનું મિશ્રણ છે. માટે તે ભારતના Best 5 બીચમાં સમાવેશ થાય છે. રાધનગર બીચ અને હેવલોક આઇલેન્ડની શાંતિ માલદીવના કોઈ આઇલેન્ડથી ઓછી નથી. અહી તમે સ્કૂબા ડાઈવિંગ, સ્નોર્કલિંગ અને જંગલ સફારીનો આનંદ માણી શકો છો.

આ પણ વાંચો: ગુજરાતના ફરવાલાયક સ્થળો: ગુજરાતનાં 5 ફરવા લાયક સ્થળો, અહી ફરવા જશો તો રિટર્ન આવવાનું મન નહીં થાય.

4. મુરુડેશ્વર બીચ (કર્ણાટક)

કર્ણાટક તેના સુંદર બીચ માટે જાણીતું છે. કર્ણાટકના કેટલાક સૌથી લોકપ્રિય બીચમાં ગોકર્ણ બિચ, ઉડુપી બીચ, મુરુડેશ્વર બીચ અને ચીકકામગાલારુ બીચનો સમાવેશ થાય છે. આ બીચ તેમના સુંદર પાણી, સફેદ રેતી અને પ્રાચીન મંદિરો માટે જાણીતા છે.

આ પણ વાંચો: વીજ વપરાશ: ઘરમાં રાખેલા વીજ ઉપકરણોમાં કેટલી વીજળીનો ઉપયોગ થાય છે, અને તે કેવી રીતે જાણી શકાય; જુઓ અહીથી.

5. ત્રિવેણી સંગમ (કન્યાકુમારી)

ભારતના દક્ષિણ છેડો એટ્લે કન્યાકુમારી, આ કન્યા કુમારી કે જ્યાં ત્રણ સમુદ્રનો સંગમ જોવા મળે છે. તે કોઈ ચિત્રથી ઓછો નથી. માલદીવની સરખામણીમાં વિવેકાનંદ રોક મેમોરિયલ અને ત્રિવેણી સંગમનો અનુભવ તમને એક અલગ પ્રકારનો રોમાંચ આપશે.

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરોઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ચેનલ જોઇન કરોઅહી ક્લિક કરો
ભારતના Best 5 બીચ
ભારતના Best 5 બીચ

Leave a Comment

error: Content is protected !!