World Cup Rules Change: આ વર્લ્ડ કપમા આટલા નિયમો બદલાઈ જશે, જુઓ શું થશે ફેરફાર.

World Cup Rules Change: વર્લ્ડકપ 2023 નિયમોમાં ફેરફાર: 5 ઓક્ટોબર 2023 થી શરૂ થઈ રહેલા ICC ક્રિકેટ વર્લ્ડકપનું આયુજન આ વર્ષે ભારતમાં થઈ રહ્યું છે. જુદા જુદા દેશો દ્વારા 19 નવેમ્બર સુધી દરરોજ દિગ્ગજ ટીમો સામે સામે ટકરાશે. ત્યારે જોવાનું રહ્યું કે કઈ ટિમ કોને ટક્કર આપશે. દરેકે દરેક ટીમોની જાહેરાત થઈ ગઈ છે અને દરેક ટીમો ભારતમાં આવી ગઈ છે. અને ક્રિકેટનું કાઉન્ડાઉન શરૂ થઈ ગયું છે. ત્યારે આ World Cup Rules Change થયા છે જેમાં અલગ અલગ નિયમોથી દેશમાં ઇતિહાસ સર્જાશે. શું બદલાવ આવ્યા આવો જાણીએ.

World Cup Rules Change 2023

5 ઓક્ટોબર 2023 થી શરૂ થઈ રહેલા વર્લ્ડકપમાં World Cup Rules Change થવાના છે. આ વર્લ્ડકપની ફાઇનલ 19 નવેમ્બર 2023 ના રોજ યોજાશે. આ ક્રિકેટના સૌથી મોટા ટુર્નામેન્ટમાં પ્રથમ મેચ 5 ઓક્ટોબરના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે. વર્ષ 2011 પછી ભારતમા ફરી વર્લ્ડકપ યોજાશે. આ વર્લ્ડકપમાં પોતાનામાં એક ઇતિહાસ રચવા જઇ રહ્યા છે. આ વર્લ્ડકપમાં કેટલીક એવી બાબતો બનશે જે ઈતિહાસમાં પ્રથમ વખત બનવા જઈ રહી છે. આ સાથે World Cup Rules Change થવા જઈ રહ્યા છે. જેના લીધે ક્રિકેટ રસિયાઓને મજા પડી જશે. આવો જોઈએ World Cup Rules Change વિશેની માહિતી.

આ પણ વાંચો: Train Time Change: અમદાવાદ થી પસાર થતી 200 ટ્રેન ના સમયમા થયો ફેરફાર, ખાસ નોંધી લો.

આ પણ વાંચો   ICC World Cup 2023: ICC વર્લ્ડકપમાં ભારત ઓસ્ટ્રેલીયા મેચની પ્લેઈંગ ઇલેવન. જુઓ કોને સ્થાન મળ્યું.

ભારત એકલું વર્લ્ડકપનું આયોજન કરશે.

આ વર્લ્ડકપની સૌથી મોટી બાબતે એ છે કે આ વર્ષે ફક્ત ભારત દેશમાં જ વર્લ્ડકપની તમામ મેચો યોજાશે. જે ક્રિકેટ ઈતિહાસમાં પ્રથમ વખત બનવા જઈ રહ્યું છે. આ પહેલા ભારત 1987, 1996, 2011મા સંયુક્ત રીતે વર્લ્ડકપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સાથે ભારત 12 વર્ષ બાદ વર્લ્ડ ચેમ્પિયન બનવા માટે ઉતરશે. આ પહેલા ભારતે 1983 કપિલદેવના નેતૃત્વ હેઠળ અને 2011 મા ધોનીના નેતૃત્વ હેઠળ ભારતે વર્લ્ડકપ જીત્યો હતો.

બાઉન્ડ્રીના નિયમમા ફેરફાર

ગયા વર્લ્ડકપ 2019મા બાઉન્ડ્રી કાઉન્ટએ મહત્વની ભૂમિકા ભજવી હતી. તે વર્લ્ડકપની ફાઇનલ મેચમાં ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ટાઈ થઈ હતી. ત્યાર બાદ સુપર ઓવર રમાઈ હતી. અન તે પણ ટાઈ થઈ હતી. ત્યાર બાદ રિઝલ્ટ બાઉન્ડ્રી કાઉન્ટ ના નિયમ પર આધારિત હતું. અને સૌથી વધારે બાઉન્ડ્રી લગાવવાના લીધે ઈંગ્લેન્ડને વિજેતા જાહેર કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો: ICC World Cup 2023: ICC વર્લ્ડકપમાં ભારત ઓસ્ટ્રેલીયા મેચની પ્લેઈંગ ઇલેવન. જુઓ કોને સ્થાન મળ્યું.

અત્રે ઉલ્લેખનીય છે કે બાઉન્ડ્રી કાઉન્ટ ના નિયમને વિવાદસ્પદ ગણવામાં આવતો હતો અને ક્રિકેટ પ્રેમીઓ આ નિયમની આકરી ટીકા કરી હતી. આ બાદ ICC એ નિયમમાં ફેરફાર કર્યો છે. જે આ World Cup Rules Change 2023 મા હવે મેચ જો સુપર ઓવરમાં ટાઈ થાઈ તો જ્યાં સુધી પરિણામ ન આવે ત્યાં સુધી સુપર ઓવર સતત ચાલુ રાખવામા આવશે.

સોફ્ટ સિગ્નલ નહીં મળે

ICC દ્વારા આ વર્ષે સોફ્ટ સિગ્નલનો નિયમ નાબૂદ કરી દીધો છે. પણ આ નિયમ છે શું? હકીકતમાં સોફ્ટ સિગ્નલ એટ્લે બોલિંગના છેડે ઉભેલા અમ્પાયર સુધીનું વિઝ્યુયલ કમ્યુનિકેશન છે. જેમાં ઓન-ફિલ્ડ અમ્પાયર પોતાનો નિર્ણય આપે છે, પછી તે જ અમ્પાયર થર્ડ અમ્પાયર રિવ્યુ લે છે. ઓન્ફિલ્ડ અમ્પાયર થર્ડ અમ્પાયર રિવ્યુ લઈ શકે છે. પરંતુ આ પહેલા બોલિંગ છેડા પર ઉભેલા અમ્પાયરની સલાહ લીધા પછી પોતાનો નિર્ણય આપવો પડશે. આ પછી તે સોફ્ટ સિગ્નલ હેઠળ થર્ડ અમ્પાયર સાથે વાત કરશે.

આ પણ વાંચો   World Cup Final: અત્યાર સુધીના વર્લ્ડકપની 12 સિઝન પૂરી, જાણો કઈ ટીમ કોની સાથે ફાઈનલમાં ટકરાઇ તથા કોનો વિજય થયો.

આ પણ વાંચો: PUC Certificate Download: તમારા વાહનનું PUC સર્ટિફિકેટ ડાઉનલોડ કરો તમારા મોબાઇલમા, જુઓ પ્રક્રિયા.

ઉદાહરણ તરીકે જોઈએ તો આ નિયમમાં World Cup Rules Change જેમ કે મેદાનમાં અમ્પાયર દ્વારા બેટ્સમેનને કેચ આઉટ જાહેર કરાયો છે પણ આ કેચ શંકાસ્પદ રીતે જોવા મળી રહ્યો છે. પરંતુ થર્ડ અમ્પાયરને પણ વિડીયો ફૂટેજના પૂરતા પુરાવા મળી રહ્યા નથી તો ઓનફિલ્ડ અમ્પાયરનો નિર્ણય દરેકને માયા રાખવો પડે છે. આવી સ્થિતિમાં આ નિયમ ઘણો વિવાદસ્પદ છે.

બાઉન્ડ્રીનું કદ 70 મીટરથી વધારે

આ વર્ષે ICC દ્વારા World Cup Rules Change કરવામાં આવ્યા છે. ઘણા સ્થળોના પિચ ક્યુરેટર્સ માટે પ્રોટોકોલ તૈયાર કર્યો છે. તેમજ ICC દ્વારા કહેવામાં આવ્યું છે કે પીછો પર વધારે ઘાસ રાખવું. ઉપરાંત World Cup Rules Changeમાં બાઉન્ડ્રીનું કદ 70 મીટરથી ઓછું રાખવું નહીં. તે 70 મીટર કરતાં વધારે હોય શકે છે. બાઉન્ડ્રીનો આ મુદો ક્યારેય વર્લ્ડકપમાં આવ્યો નથી. પરંતુ દક્ષિણ આફ્રિકા સહિત અન્ય ઘણા દેશોમાં બાઉન્ડ્રી 70 મીટર કરતાં ઓછી છે. જેના લીધે વધારે પ્રમાણમા રન થાય છે. ઇન્ટરનેશનલ ક્રિકેટમાં નિયમ અનુસાર ઓછામાં ઓછું બાઉન્ડ્રીનું કદ 65 મીટર અને વધુમાં વધુ 85 મીટર છે. આ માટે વર્લ્ડકપ અમદાવાદ, પુણે, બેંગલુરુ, ચેન્નઈ, દિલ્હી, ધર્મશાળા, કોલકાતા, હૈદરાબાદ, લખનૌ, મુંબઈમાં રમાશે.

આ પણ વાંચો: World Cup Final: અત્યાર સુધીના વર્લ્ડકપની 12 સિઝન પૂરી, જાણો કઈ ટીમ કોની સાથે ફાઈનલમાં ટકરાઇ તથા કોનો વિજય થયો.

ઈતિહાસમાં પ્રથમ વખત વેસ્ટઈન્ડિઝ ટીમ બહાર.

ક્રિકેટના ઈતિહાસમાં પહેલીવાર એવું જોવા મળી રહ્યું છે કે વેસ્ટઈન્ડિઝની ટીમ આ વર્લ્ડકપમાં ભાગ લઈ નહીં શકે. 1975 અને 1979 ના વર્લ્ડકપ વેસ્ટઈન્ડિઝ ક્લાઇવ લોઈડના નેતૃત્વ હેઠળ વર્લ્ડકપ જીત્યા હતા. પરંતુ આ વખતે વર્લ્ડકપમાં ક્વોલિફાઇ થઈ શકી નથી. વર્લ્ડકપ ક્વોલિફાયર દ્વારા ટુર્નામેન્ટમાં પ્રવેશ મેળવવો હતો જેમાં વેસ્ટઈન્ડિઝ ટીમ બહાર થઈ ગઈ છે.

આ પણ વાંચો   વર્લ્ડકપ પાકિસ્તાન ટીમ: ICC ક્રિકેટ વર્લ્ડકપ 2023 માટે પાકિસ્તાન ટીમની જાહેરાત, જુઓ કોને સ્થાન મળ્યું અને કોનું પત્તું કપાયું.

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરોઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ચેનલ જોઇન કરોઅહી ક્લિક કરો
World Cup Rules Change
World Cup Rules Change

આ વખતે વર્લ્ડકપમાં કેટલા મીટરથી વધારે બાઉન્ડ્રી રાખવી પડશે ?

આ વખતે વર્લ્ડકપમાં 70 મીટરથી વધારે બાઉન્ડ્રી રાખવી પડશે.

ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2023 ક્યારે શરૂ થશે ?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2023 05 ઓક્ટોબરથી શરૂ થશે.

1 thought on “World Cup Rules Change: આ વર્લ્ડ કપમા આટલા નિયમો બદલાઈ જશે, જુઓ શું થશે ફેરફાર.”

Leave a Comment

error: Content is protected !!