પાણી પીવાનો શ્રેષ્ઠ સમય: પાણી પીવાનો શ્રેષ્ઠ સમય ક્યો છે, જાણો મહિલાઓ અને પુરૂષોએ કેટલી માત્રામાં પાણી પીવું જોઈએ; આ સમયે પાણી પીવું ફાયદાકારક.

પાણી પીવાનો શ્રેષ્ઠ સમય: Best Time Drinking Water: આપણાં રોજિંદા જીવનમાં દરરોજ પાણી પીએ છીએ. જો ખોરાક અને ઊંઘ વગર થોડો સમય રહી શકીએ છીએ પરંતુ પાણી વગર જીવવું મુશ્કેલ છે. તેમજ આપણે લોકો ઘણા હેલ્થ સમાચાર તેમજ અન્ય લોકો પાસેથી સાંભળતા હોઈએ છીએ કે દરરોજ આટલા લિટર પાણી પીવું જોઈએ. તેમજ સ્ત્રી અને પુરુષોએ આટલા લિટર પાણી પીવું જોઈએ. આ ઉપરાંત તમે આવું પણ સાંભળતા હોવ છો કે પાણી પીવાનો શ્રેષ્ઠ સમય આ કે પેલો છે. અને તમને તરસ લાગે એટ્લે તમે પાણીને પીઓ છો. પરંતુ શું તમે જાણો છો કે પાણી પીવાનો શ્રેષ્ઠ સમય ક્યો છે? આવો જોઈએ આ વિશેની માહિતી.

પાણી પીવાનો શ્રેષ્ઠ સમય

લોકો દરરોજ પીવામાં અને ખોરાક બનાવવામાં પાણીનો ઉપયોગ કરે છે. પરંતુ સામાન્ય રીતે જ્યારે તરસ લાગે છે ત્યારે જ પાણી પીવે છે. ત્યારે ચોક્કસ સમયે પાણી પીવું એ તમારા માટે શ્રેષ્ઠ સમય હોય શકે છે. ત્યારે આવો જોઈએ કે પાણી પીવાનો શ્રેષ્ઠ સમય ક્યો છે તેમજ મહલાઓ અને પુરૂષોએ કેટલી માત્રામાં પાણી પીવું જોઈએ.

આ પણ વાંચો: Pan card Redownload: તમારું પાનકાર્ડ ખોવાઈ કે તૂટી ગયું છે? તો 10 જ મિનિટમાં કરો ફરી ડાઉનલોડ, એ પણ Free માં.

આ સમય પાણી પીવાનો શ્રેષ્ઠ સમય છે

સવારે ઉઠો ત્યારે

જયારે તમે સવારે ઉઠો છો ત્યારે તમારે અવશ્ય પાણી પીવું જોઈએ. પાણી પીવાનો આ સારો સમય છે. હકીકતમાં રાત ભર સૂતા પછી તમારા શરીરને હાઈડ્રેટ્રેડ રહેવાની જરૂર હોય છે. તેથી સવારની શરૂઆત કરવા માટે સૌપ્રથમ એક ગ્લાસ પાણીમાં અડધા લીંબુને નિચોવીને પીઓ. તે એન્ટિઓકસીડન્ટ ફાયટોન્યુટ્રિઅન્ટ્સ, વિટામિન C અને પોટેશિયમ નો શ્રેષ્ઠ સ્ત્રોત છે. જે તમને ઉર્જા આપે છે.

આ પણ વાંચો   Blood Pressure Chart: જાણો તમારી ઉમર પ્રમાણે તમારું બ્લડ પ્રેસર કેટલું હોવું જોઈએ

જ્યારે તમને ભૂખ લાગે ત્યારે

જ્યારે તમને લાગે છે કે તમે ભૂખ્યા છો, ત્યારે તમને ખરેખર તરસ લાગી હોય છે. પણ મોટાભાગના લોકો સમજી શકતા નથી. કે જ્યારે ભૂખ લાગે છે ત્યારે તમે કઈ પણ ખાવાનું વિચારી રહ્યા હોવ ત્યારે પહેલા થોડું પાણી પીવું જોઈએ.

ફ્લાઇટમાં હોવ ત્યારે

જયરે તમે મુસાફરી એટ્લે કે ફ્લાઇટમાં હોવ ત્યારે પાણી પીવાનો શ્રેષ્ઠ સમય છે જેમાં તમારે વારેઘડીએ પાણી પીઠું રહેવું જોઈએ. તમને જણાવી દઈએ કે જ્યારે ફ્લાઇટ ઊચી ઊડે ત્યારે કેબિન સૂકી થતી જાય છે. આ નીચા ભેજના સ્તરનો સામનો કરવા માટે તમારે મુસાફરી કરતી વખતે પાણી પીવાનું શરૂ રાખવું જોઈએ.

આ પણ વાંચો: સસ્તું ફર્નિચર: સૌથી મોટા ટોપ 5 ફર્નિચર માર્કેટ, અહી મળે અડધા ભાવે ફર્નિચર.

બીમાર હોઈએ ત્યારે

જ્યારે પણ તમે બીમાર હોવ ત્યારે તમારે વધારે પ્રમાણમા પાણી પીવું જોઈએ. આ સમયે શરીરને હાઈડ્રેડ રાખવું ખૂબ જ જરૂરી છે. હકીકતમાં પેટમાં દુખાવો, ઉલ્ટી અને તાવ જેવા લક્ષણો દેખાય ત્યારે શરીરમાં ડિહાયડ્રેશન નું કારણ બની શકે છે. આવી સ્થિતિમાં જો કોઈપણ પ્રકારની બીમારીના લક્ષણો જણાય તો તમારે પાણી પીવું જોઈએ. ખાસ કરીને તમને ભૂખ ન લાગે ત્યારે પાણી પીવાનો શ્રેષ્ઠ સમય છે.

માસિક સ્ત્રાવ સમયે

જો કોઈ માસિક સ્ત્રાવ સમયે અને સમય પહેલા સારી માત્રામાં પાણી પીવું જોઈએ. આ માસિક સ્ત્રાવ પહેલા અને દરમિયાન થતી અગવડતા ને ઘટાડી શકાય છે. પાણી પીવાથી ખેંચાણ, પેટનું ફૂલવું, અને માથાનો દુખાવો જેવી સમસ્યા દૂર કરવામાં મદદ મળે છે.

જમતા પહેલા

જમતા પહેલા પાણી પીવાનો શ્રેષ્ઠ સમય છે જેને પ્રિલોડીંગ પણ કહેવામા આવે છે. જે ટમેન વજન ઘટાડવામાં મદદરૂપ બને છે. લોકો પર કરવામાં આવેલ રિસર્ચ અનુસાર લોકોએ જમવાના 30 મિનિટ પહેલા અને આખા દિવસ દરમિયાન પોતાની ઈચ્છા પ્રમાણે લગભગ 500 મિલી પણ પીધું હતું અને જેને આવું કર્યું નહતો તેમણે તેમનું વજન લગભગ 3 પાઉન્ડ ઓછું હતું.

આ પણ વાંચો   લીલી ડુંગળીના ફાયદા: શિયાળામાં સ્વાસ્થ્ય માટે વરદાન છે લીલી ડુંગળી, જાણો 10 કમાલના ફાયદાઓ:

આ પણ વાંચો: PUC Certificate Download: તમારા વાહનનું PUC સર્ટિફિકેટ ડાઉનલોડ કરો તમારા મોબાઇલમા, જુઓ પ્રક્રિયા.

પુરુષો અને સ્ત્રીઑ એ આટલી માત્રામાં પાણી પીવું જોઈએ.

યુનાઈટેડ સ્ટેટ ઓફ અમેરિકા ની નેશનલ એકેડેમી ઓફ સાયન્સ એન્જિનિયરિંગ અને મેડિકલ અનુસાર સામાન્ય સ્વસ્થ પુરુષો માટે દરરોજ 15.5 કપ પાણી પીવું યોગ્ય છે. જેની સામે મહિલાઓએ 11.5 કપ પાણી પીવું પૂરતું છે. આમાં પાણીની સાથે તમામ પ્રવાહી વસ્તુઓ પણ સામેલ છે. જેનું તમે સેવન કરી શકો છો.

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો આ માટે https://vyanjanrecipes.com/ જવાબદાર નથી.)

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ચેનલ જોઇન કરોઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરોઅહિં ક્લીક કરો
પાણી પીવાનો શ્રેષ્ઠ સમય
પાણી પીવાનો શ્રેષ્ઠ સમય

Leave a Comment

error: Content is protected !!