Navratri Medical Guideline: નવરાત્રી 2023 માં ખેલૈયાઓ માટે ડોકટરોએ જારી કરી ગાઈડલાઇન, શું ખરેખર સ્થિતિ ગંભીર છે.

Navratri Medical Guideline: નવરાત્રી 2023 ગાઈડલાઇન: નવરાત્રીને હવે બસ થોડાક જ દિવસો બાકી છે. ત્યારે ગુજરાતમાં નાની ઉમરમાં વધતાં જતાં હાર્ટએટેકના કેસોને લઈને ગુજરાત સરકાર અને પોલીસ તેમજ ડોકટરો દ્વારા લોકોને સચેત કરવા માટે ગાઈડલાઇન બહાર પાડવામાં આવી છે. જેથી લોકો આ હાર્ટએટેકના કેસોથી બચી શકે છે. નાની નાની ઉમરમાં રાજકોટ અમદાવાદ વગેરે શહેરોમાં હાર્ટ એટેકના કેસો સામે આવ્યા છે જેને લઈને મેડિકલ ટીમોને સતર્ક રહેવા જણાવ્યુ છે. તેમજ ગરબા આયોજકોને પણ આ માટે જાણ કરવામાં આવી છે. સરકાર દ્વારા દરેક ગરબા સ્થળે Navratri Medical Guideline જાહેર કરીને ડોક્ટરોની ટીમોને મૂકવામાં આવશે. આવો જોઈએ શું કહે છે ગાઈડલાઇન.

Navratri Medical Guideline 2023

એચએએલ હાર્ટ એટેકના કેસોને લઈને લોકોમાં દર ભરાયો છે. આવામાં ગુજરાતનો સૌથી મોટો નવરાત્રિ તહેવાર નજીક આવી રહ્યો છે. આવી પરિસ્થિતિમાં શું કરવું અને શું ન કરવું તેવી મુંજવાન થઈ રહી છે. ત્યારે નવરાત્રીમાં ખેલૈયાઑ માટે અમદાવાદ માં Navratri Medical Guideline ખૂબ જ જરૂરી બની ગઇ છે. જેમાં ખેલૈયાઓએ ગરબા રમતા પહેલા શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ તેવું સૂચના અપાઈ છે. તેમજ ગરબા આયોજકો એ તૈયારી અંગેના કેટલાક સૂચનો અપાયા છે.

આ પણ વાંચો: મગફળી ભાવ: જુનાગઢ યાર્ડમા મગફળીના રેકોર્ડબ્રેક ભાવ, ખેડૂતોમા ખુશીની લહેર.

મેડિકલ એસોશિએશનની ગાઈડલાઇન

અમદાવાદ મેડિકલ એસોશિએશન દ્વારા આ ગાઈડલાઇન જાહેર કરવામાં આવી છે કે જેમાં નવરાત્રી દરમિયાન 26 ખાનગી હોસ્પિટલોમાં તબીબ સેવા આપશે. આ સાથે જ Navratri Medical Guideline 2023 મુજબ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, હ્રદય રોગની સમસ્યા હોય તો સચેત રહેવા જણાવ્યુ છે. તેમજ આવા રોગ જેને હોય તે લાંબા સમય સુધી ગરબા રમવાનું ટાળે. નિયમિત દવા લેવાની સાથે ડોકટરની સલાહ મુજબ ગરબા રમવા તેવું જણાવાયુ છે.

આ પણ વાંચો   અમદાવાદ વર્લ્ડકપ જાહેરનામું: વર્લ્ડકપની મેચ દરમિયાન મેટ્રો ટ્રેનના સમય અને અમદાવાદના જાહેર રસ્તામાં ફેરફાર કરાયો.

ગાઈડલાઇન 2023

આ Navratri Medical Guideline 2023 નીચે મુજબ દર્શાવવામાં આવી છે.

  • નિયમિત કસરત ન કરતાં 40 થી વધારે ઉમરના પરિવારના ડાયાબિટીસ, બ્લડપ્રેશર કે હ્રદયની સમસ્યાનો ઇતિહાસ હોય તો નવરાત્રી પહેલા હરદાયની તપાસ કરાવવી.

આ પણ વાંચો: Vande Bharat Train: વંદે ભારત ટ્રેનની સુવિધાઓ કેવી હશે અને કેટલું ભાડુ હશે; જાણો અહીથી.

  • પરિવારના ડાયાબિટીસ, બ્લડપ્રેશર કે હ્રદય સમસ્યાનો ઇતિહાસ હોય તો નવરાત્રી પહેલા હરદાયની તપાસ કરાવવી.
  • ગરબા રમતી વખતે ચક્કર આવે, છાતીમાં દુખાવો થાય, માથામાં દુખાવો થાય, ઉલ્ટી થાય, પરસેવા સાથે ગભરામણ થાય, મુંજરો થાય, શ્વાસો શ્વાસની તકલીફ થાય તો ગરબા રમવાનું બંધ શાંતિથી બેસવું.
  • ખેલૈયાઓ દિવસ દરમિયાન ઓછામાં ઓછું 3 લિટર પાણી પીવું.
  • ગરબા રમતી વખતે વારંવાર લીંબુ શરબત કે જ્યુસ પીવું.
  • કેળાં, નાળિયેલ પાણી જેવા પોસ્ટેશિયમ અને મેગ્નેશિયમ વાળા ખોરાક લેવા.
  • ભરપેટ જમ્યા બાદ ગરબા ન રમવા.
  • ગરબા સ્થળે પ્રાથમિક સારવારની સુવિધા સાથે ડોક્ટરને ફરજ પર રાખવા.
  • જો કોઈ બીમારી હોય તો નજીકના લોકોને તરત જ જાણ કરવી જેથી સ્વાસ્થ્ય ની સમસ્યા થાય તો તાત્કાલિક મદદ મળી રહે.

આ પણ વાંચો: Chin Unique Building: ચીનમાં આવેલી છે એક અનોખી બિલ્ડીંગ, જેમા રહે છે 30000 લોકો; એક જિલ્લા જેટલી વસ્તી.

  • આયોજન સ્થળની નજીકની હોસ્પિટલ સાથે ઔપચારિક જોડાણ કરવું જેથી કોઈ ઘટના બને તો હોસ્પિટલને જાણ કરી શકાય.
  • ગરબા સ્થળે હજાર સપોર્ટ સ્ટાફ, સુરક્ષા કર્મચારી, અન્ય લોકોને CRP ની ટ્રેનીંગ આપવી.

આ સાથે નવરાત્રી દરમિયાન નિયમિત દવા લેવાની સાથે ડોકટરની સલાહ મુજબ ગરબા રમવા તેવું જણાવાયુ છે. ખેલૈયાઓએ ગરબા પહેલા ઇકો અને ટીએમટી રિપોર્ટ કરાવવા સલાહ આપવામાં આવે છે. તેમજ ઉપર મુજબની ગાઈડલાઇન મુજબ નવરાત્રી ઉજવવા જણાવાયું છે.

અગત્યની લિંક

હોમ પેજ પર જાઓઅહી ક્લિક કરો
અમારા Whatsapp ચેનલમાં જોડાવા માટેઅહી ક્લિક કરો
અમારા Whatsapp Group માં જોડાવા માટેઅહી ક્લિક કરો
Navratri Medical Guideline
Navratri Medical Guideline
error: Content is protected !!