અમદાવાદ વર્લ્ડકપ જાહેરનામું: World Cup Declaration: Time change: 5 ઓક્ટોબર 2023 થી શરૂ થનારા ICC ક્રિકેટ વર્લ્ડકપ જે ભારતમાં યોજાનાર છે જેમાં જુદા જુદા સ્ટેડિયમ ખાતે 19 નવેમ્બર સુધી આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતેથી પહેલા મેચની શરૂઆત થવાની છે આ સ્ટેડિયમ ગુજરાતના અમદાવાદ ખાતે આવેલૂ છે. જેથી અમદાવાદમાં રમનાર તમામ મેચો દરમિયાન જાહેર રસ્તા અને મેટ્રોના ટાઈમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. અને અમદાવાદ વર્લ્ડકપ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આવો જોઈએ આ વિષેની વધુ માહિતી.
અમદાવાદ વર્લ્ડકપ જાહેરનામું
ક્રિકેટ પ્રેમીઓ માટે આગામી સમયમાં વર્લ્ડકપને લઈને અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જેને ધ્યાનમાં રાખીને મેચ જોવા ગયેલા લોકો રાત્રે ટ્રેનની સુવિધા મળી રહે તે માટે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લી. દ્વારા અમદાવાદ વર્લ્ડકપ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં અમદાવાદમા રમનાર મેચના દિવસે મેટ્રો ટ્રેનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ મેટ્રો ટ્રેન સવારે 6:20 વાગ્યા થી લઈને રાત્રે 1:00 વાગ્યા સુધી ચાલશે. જે 4,10,19 નવેમ્બરના રોજ સવારે 6:20 થી લઈને રાત્રે 1:00 વાગ્યા સુધી દોડાવશે.
આ પણ વાંચો: PUC Certificate Download: તમારા વાહનનું PUC સર્ટિફિકેટ ડાઉનલોડ કરો તમારા મોબાઇલમા, જુઓ પ્રક્રિયા.
અમદાવાદ વર્લ્ડકપ જાહેરનામું જાહેર રસ્તાઑ માટે
અમદાવાદમાં ક્રિકેટને લઈને અનેરો આનંદ જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં રમાનાર ક્રિકેટ મેચને લઈને અમદાવાદ પોલીસ કમિશ્નર દ્વારા અમદાવાદ વર્લ્ડકપ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે 15 પાર્કિંગ પ્લોટ રહેશે. તેમજ આ અમદાવાદ વર્લ્ડકપ જાહેરનામુંમાં મેચના દિવસે સવારે 11 થી રાત્રે 12 કલાક સુધી કેટલાક રસ્તાઓને ડાઇવર્ટ કરાયા છે. જે 5 અને 14 ઓક્ટોબર તથા 4,10,19 નવેમ્બરના રોજ અમદાવાદમાં વર્લ્દ્કપની મેચ યોજાશે તેમાં આ અમદાવાદ વર્લ્ડકપ જાહેરનામું લાગુ પડશે.
મેટ્રો ટ્રેનનું ટાઈમ ટેબલ
| તારીખ | મેટ્રો ટ્રેનનો સમય |
| 05 ઓક્ટોબર 2023 | સવારે 6:20 કલાકે થી મધ્યરાત્રિના 1:00 વાગ્યા સુધી |
| 14 ઓક્ટોબર 2023 | સવારે 6:20 કલાકે થી મધ્યરાત્રિના 1:00 વાગ્યા સુધી |
| 04 નવેમ્બર 2023 | સવારે 6:20 કલાકે થી મધ્યરાત્રિના 1:00 વાગ્યા સુધી |
| 10 નવેમ્બર 2023 | સવારે 6:20 કલાકે થી મધ્યરાત્રિના 1:00 વાગ્યા સુધી |
| 19 નવેમ્બર 2023 | સવારે 6:20 કલાકે થી મધ્યરાત્રિના 1:00 વાગ્યા સુધી |
અમદાવાદ વર્લ્ડ કપ મેચોને લઈ મેટ્રો સમયમાં વધારો કરવામાં આવ્યો, જે દિવસે મેચ હોય તે દિવસે રાત્રે 1 વાગ્યા સુધી મેટ્રો સેવા ચાલુ રહેશે, મોટેરા સ્ટેડિયમ અને સાબરમતીથી 10:00 વાગ્યાથી તમામ મેટ્રો સ્ટેશનો પર માત્ર નિકાસ સુવિધા જ ચાલુ રહેશે #gujaratnews #ahmedabadnews #WorldCup2023… pic.twitter.com/zM3bXvqzvO
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) October 3, 2023
ટ્રેન માટે પેપરટિકિટની સુવિધા શરૂ કરાઇ
મોટેરા સ્ટેડિયમ મેટ્રો સ્ટેશન પરથી પરત મુસાફરી માટે ટિકિટની ખરીદીમાં ભીડ ઓછી કરવા મુસાફરોની સુવિધા માટે પેપર ટિકિટ સુવિધા શરૂ કરવામાં આવી છે. જે પરત મુસાફરી માટે મેચના દિવસે રાત્રે 10 કલાક પછી કોઈ પણ સ્ટેશન સુધી મુસાફરી માટે રૂપિયા 50 ના દરે ખરીદી શકશે.
અમદાવાદ CPનું આ જાહેરનામું ખાસ વાંચી લેજો…
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) October 4, 2023
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવા જઇ રહેલી 5 મેચોને લઇ વૈકલ્પિક રૂટ જાહેર, આ રસ્તો રહેશે બંધ#ahmedabad #cricket #NarendraModiStadium #worldcup #worldcup2023 #vtvgujarat #vtvcard pic.twitter.com/5GgGnZ0opg
રસ્તાઓ માટે કમિશનરનું જાહેરનામું
વર્લ્ડકપને લઈને અમદાવાદ વર્લ્ડકપ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં ટ્રાફિકની સમસ્યા ના સર્જાઈ તે માટે જનપથથી સ્ટેડિયમ મુખ્યગેટથી રેસિડેન્સીથી મોટેરા ટી સુધીનો રસ્તો સવારે 11:00 થી રાત્રે 12:00 વાગ્યા સુધી બંધ રહેશે. તેમજ આ જાહેરનામું આવતીકાલની મેચ સહિત તમામ મેચો જે અમદાવાદ ખાતે રમનાર છે તે બધામાં લાગુ પડશે. ત્યારે વૈકલ્પિક રસ્તાઓ માટે તપોવન સર્કલથી ONGC ચાર રસ્તા થી વીસત ટીથી જનપથ ટી થઈ પાવર હાઉસ ચાર રસ્તા થઈ પ્રબોધ રાવલ સર્કલ સુધીના માર્ગ પરથી આવ-જા કરી શકાશે. આ ઉપરાંત કૃપા રેસિડેન્સી ટી થઈ શરણ સ્ટેટસ ચાર રસ્તા થઈ ભાત કોટેશ્વર રોડ પર થઈને એપોલો સર્કલ તરફ આવક જાવક કરી શકાશે.
આ પણ વાંચો: ICC World Cup 2023: ICC વર્લ્ડકપમાં ભારત ઓસ્ટ્રેલીયા મેચની પ્લેઈંગ ઇલેવન. જુઓ કોને સ્થાન મળ્યું.
એડવાન્સ પાર્કિંગ બુકિંગ કરાવવું.
આ મેચ દરમિયા ટ્રાફિક ન સર્જાઈ તે માટે 15 જેટલા પ્લોટ છે. જેમાથી 4 પ્લોટ તું વિલ્હર માટેના છે. તે ઉપરાંત 11 ફોર વીલ્હર માટેના છે. તે શો માય પાર્કિંગ દ્વારા ગૂગલ પર સર્ચ કરીને પોતાનો પાર્કિંગ સ્લોટ બુકિંગ કરાવી શકો છો. આ ઉપરાંત AMTS, BRTS, તેમજ મેટ્રોને પણ વધારી દેવામાં આવી છે. તેમજ ટ્રાફિક ના સર્જાઈ તે માટે સતત ક્રેન રસ્તા પર ફરતી રહેશે.
અગત્યની લીંક
| હોમ પેજ | અહિં ક્લીક કરો |
| વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરો | અહિં ક્લીક કરો |
| વધુ અપડેટ માટે whatsapp ચેનલ જોઇન કરો | Click here |
