PUC Download online: હવે તમારા વાહનનુ PUC ડાઉનલોડ કરો ઓનલાઇન, 2 સ્ટેપમા ડાઉનલોડ કરી ફોનમા સેવ રાખો

PUC Download online: PUC સર્ટિફિકેટ ડાઉનલોડ ઓનલાઈન: ભારતીય રસ્તાઓ પર વાહન ચલાવતી વખતે વાહન ના ઘણા ડોકયુમેન્ટ સાથે રાખવા જરુરી છે. જેમા આર.સી. બુક, વીમા પોલીસી,ડ્રાઈવીંગ લાયસન્સ વગેરે નો સમાવેશ થાય છે. જેમા PUC સિવાયના અન્ય ડોકયુમેન્ટ ડીઝીલોકર કે mparivahan એપ.મા પણ એડ કરી શકીએ છીએ. પરંતુ PUC (પોલ્યુશન અંડર કંટ્રોલ) સર્ટિફિકેટ ડીઝીલોકર મા એડ થતુ નથી. આના માટે આપણે ફોનથી જ ઓનલાઇન PUC (પોલ્યુશન અંડર કંટ્રોલ) સર્ટિફિકેટ ડાઉનલોડ કરી સેવ રાખી શકીએ. અને ટ્રાફીક પોલીસ ને કે અન્ય જગ્યાએ બતાવવાની જરુર પડે ત્યારે બતાવી શકીએ. PUC download Link પણ આ પોસ્ટમા આપેલ છે.

PUC Download online

પોસ્ટ નામPUC સર્ટિફિકેટ ડાઉનલોડ કરો ઓનલાઈન
વિભાગરોડ અને ટ્રાન્સપોર્ટ વિભાગ ભારત સરકાર
સત્તાવાર વેબ સાઈટhttps://vahan.parivahan.gov.in
સુવિધાPUC ઓનલાઈન ડાઉનલોડ

PUCએ મોર્થ (MoRTH – Ministry of Road Transport and Highway) દ્વારા વાતાવરણમાં થતું પ્રદુષણ અટકાવવા માટી વાહનને આપવામા આવતુ એક સર્ટી છે. PUC દ્વારા તમારુ વાહન કેટલું પ્રદુષણ કરે છે તે તમામ માહિતી તેમાં આપવામાં આવે છે. હાલમાં દેશમાં ઘણા બધા PUC સેન્ટરો કાર્યરત છે જ્યાં આપણા વાહનોની PUC કાઢવી શકો છો.

PUC એટલે શું?


PUC એટલે પોલ્યુશન અંડર કંટ્રોલ પ્રમાણપત્ર આવુ તેનુ પુરૂ નામ છે.

PUC પ્રમાણપત્ર ઓનલાઈન ડાઉનલોડ કરો

જયારે આપણે PUC કઢાવવા જઇએ ત્યારે વેબ કેમ દ્વારા તમારા વાહનની પાછળની નંબર પ્લેટનો ફોટો પાડવામાં આવે છે અને સ્મોક પેરામીટરને કેપ્ચર કરે છે વાહનની માહિતી નાખવામાં આવે છે. આ સંપૂર્ણ પ્રક્રિયા ઓનલાઈન હોય છે તેથી તમે ગમે ત્યારે ઓનલાઈન PUC ડાઉનલોડ કરી શકો છો.

જયારે તમે નવું વાહન ખરીદી કરો ત્યારે કંપની દ્વારા 1 વર્ષ માટે PUC પ્રમાણપત્ર કાઢી આપવામાં આવે છે. એક વર્ષ વિત્યા પછી વાહનનું દર 6 મહીને PUC સેન્ટર ખાતે જઈને જરૂરી બાઈકના ટેસ્ટ આપીને PUC સર્ટીફીકેટ કઢાવવું જરૂરી છે. જો વાહન દ્વારા પ્રદુષણ નિધારિત મર્યાદા કરતા વધુ હોવાની જાણ થાય તો તેના આધારે તેના પ્રમાણપત્રની માન્યતા નક્કી કરવામાં આવે છે તેમજ વાહનની તમામ જાણકારી RTO કચેરીને આપવામાં આવે છે.

PUC પ્રમાણપત્રમાં આપવામાં આવતી માહિતી

  • PUC પ્રમાણપત્ર નંબર
  • વાહન ના નોંધણી નંબર
  • નોંધણીની તારીખ
  • મોબાઈલ નંબર
  • ઉત્સર્જન નામ
  • ફયુલનો પ્રકાર
  • PUC કોડ
  • PUC કઢાવ્યા તારીખ
  • PUC કઢાવ્યાનો સમય
  • PUCની માન્યતા તારીખ
  • વાહનની નંબર પ્લેટ
  • જે ટેસ્ટ કરવામાં આવ્યા એની માહિતી

આ પણ વાંચો: દરરોજ ખજૂર ખાવાના ફાયદા

PUC પ્રમાણપત્ર એટલે શું?

PUC પ્રમાણપત્ર એટલે શું?
PUC પ્રમાણપત્ર એટલે પોલ્યુશન અંડર કંટ્રોલ એ એક એવું સર્ટિફિકેટ છે કે જે વાહનો દ્વારા થતા પ્રદુષણને માપ્યા બાદ PUC સેન્ટર દ્વારા આપવામાં આવે છે. મોર્થ (MoRTH – Ministry of Road Transport and Highway) દ્વારા નક્કી કરવામાં આવેલ તમામ પ્રકારના ટેસ્ટ PUC સેન્ટર ખાતે લેવામાં આવે છે અને છેલ્લે એક પ્રમાણપત્ર આપવામાં આવે છે જે PUC સર્ટિફિકેટ તરીકે ઓળખાય છે.

આ પણ વાંચો: PM KISAN યોજનાના ૧૩ મા હપ્તાનુ લીસ્ટ

PUC સર્ટિફિકેટ ઓનલાઈન ડાઉનલોડ સ્ટેપ

PUC ઓનલાઈન ડાઉનલોડ કરતા પહેલા તમને જણાવીએ છીએ કે તામારા દ્વારા તમારા વાહનનું ટેસ્ટીંગ PUC સેન્ટર ખાતે કરાવેલ અને PUC કઢાવેલ હોવી જરૂરી છે. ઓનલાઈન PUC સર્ટીફીકેટ તમને સોફ્ટકોપી ડાઉનલોડ કરી શકશો.

ચાલો તો જાણીએ સ્ટેપ બાય સ્ટેપ કઈ રીતે PUC સર્ટિફિકેટ ઓનલાઈન ડાઉનલોડ કરો

  • સૌપ્રથમ ઓફિશિયલ સાઈટ પર જાઓ https://vahan.parivahan.gov.in
  • PUC ઓપ્શન પર ક્લિક કરો
  • હવે પછી PUC Certificate મેનુ પર ક્લિક કરો
  • હવે વાહનનો રજીસ્ટ્રેશન નંબર લખો
  • કેસીસ નંબર લખો (છેલ્લા પાંચ આંકડા)
  • કેપ્ચા કોર્ડ નાખો
  • PUC Details બટન પર ક્લિક કરો
  • PUCમાં તમારી તમામ માહિતી દેખાશે જે તમે ડાઉનલોડ કરો અને પછી પ્રિન્ટ કરી લ્યો

આ રીતે તમે તમારુ વાહનનુ PUC ઓનલાઇન ડાઉનલોડ કરી શકો છો. ઉલ્લેખનીય છે કે તમે PUC સેંટર પરથી વાહનનુ PUC રીન્યુ કરાવેલ હોય તો જ ડાઉનલોડ કરી શકસો.

PUC સર્ટિફિકેટ ઓનલાઈન ડાઉનલોડ કરોઅહિયાં ક્લિક કરો
હોમ પેજ પર જાઓઅહિયાં ક્લિક કરો
PUC Download online
PUC Download online

PUC એટલે શું?

PUC એટલે પોલ્યુશન અંડર કંટ્રોલ પ્રમાણપત્ર

PUC સર્ટિફિકેટ શા માટે જરૂરી છે?

તમારું વાહન કેટલું પ્રદુષણ ફેલાવે છે તે દર્શાવતું સર્ટીફીકેટ એટલે PUC એટલા માટે જરૂરી છે

PUC સર્ટિફિકેટની માન્યતા શું છે?

નવા વાહનો સાથે આવે તેની 1 વર્ષની માન્યતા છે પરંતુ 1 વર્ષ બાદ કાઢવામાં આવતા PUCની માન્યતા 6 મહિનાની હોય છે.

PUC સર્ટિફિકેટ ડાઉનલોડ કરવાની વેબસાઇટ કઇ છે ?

9 thoughts on “PUC Download online: હવે તમારા વાહનનુ PUC ડાઉનલોડ કરો ઓનલાઇન, 2 સ્ટેપમા ડાઉનલોડ કરી ફોનમા સેવ રાખો”

Leave a Comment

error: Content is protected !!