Gujarat Top 5 Villages: Model villages Gujarat: ગુજરાત ના સમૃધ્ધ ગામડા: આમ તો લોકો ગામડા ને બદલે શહેરોમ રહેવાનુ વધુ પસંદ કરે છે. પરંતુ ગુજરાત મા ઘણા એવા ગામડા આવેલા છે કે શહેરો કરતા પણ વધુ સુવિધાઓ મળે છે. આજે આ આર્ટીકલમા જાણીએ કે ગુજરાત ના એવા કયા ગામડાઓ છે કે જ્યા સારા સારા શહેર જેવી સુવિધાઓ મળે છે. Gujarat Top Rechest Village વિશે પણ આજે આ પોસ્ટમા વાત કરીશુ.
Gujarat Top 5 Villages
આજે આપણે આ પોસ્ટમા Gujarat Top 5 Villages વિશે જાણીશુ. સાંભળવામાં અજીબ લાગે એવી વાત છે પરંતુ ગુજરાતના કેટલાક એવા ગામડા એવા છે જે સુવિધાઓ અને પોતાની અનોખી સુવિધાઓને કારણે શહેરોને પણ પાછળ મૂકી દયે એવા છે. આ ગામડાઓ વિશે જાણીને શહેરમાં રહેતા લોકોને પણ જાણવાની ઇચ્છા થાય છે. આવો જાણીએ આવા જ કેટલાક ગુજરાતના ગામડાઓ વિશે….ગુજરાતના મહેસાણાનું મોઢેરા ગામનુ નામ આપણે બધાએ સાંભળ્યુ જ છે કે આ ગામ દેશનું પહેલું સૌરઉર્જાવાળું ગામ છે.
કુનારિયા ગામ જિ.કચ્છ
આમિર ખાનની ફિલ્મ લગાનથી આ ગામ ચર્ચા મા આવ્યુ હતુ. દેશભરમાં ચર્ચામાં આવેલા કુનારિયા ગામને લગાન ગામ કએહ્વામા આવે છે. 4000 ની વસ્તી ધરાવતા આ ગામે છેલ્લા કેટલાક વર્ષોમાં અનેક ગ્રીન ગોલ સિધ્ધિઓ મેળવી છે. ગામમાં છેલ્લા પાંચ વર્ષોમાં 1.6 લાખ જેટલા છોડ વાવવામાં આવ્યા છે. આ સિવાય ગામમાં 3 ગીગાવોટનો સોલર પ્લાન્ટ લગાવવા નુ પણ આયોજન છે. તેને લગાવવામાં 4 કરોડ રૂપિયા જેટલો ખર્ચ થશે. તેના લાગવાથી ગામને 7 લાખ રૂપિયા પ્રતિ મહિને વીજળીના બિલની બચત થશે. આપણે જાણીએ છીએ કે કાર્બન ઉત્સર્જન આપણી જળવાયુને પ્રભાવિત કરી રહ્યો છે. આથી આ નિર્ણય લેવાયો છે. ગામમાં પશુઓની પણ ઘણી સંખ્યા છે. આથી પશુઓના ગોબરથી બાયોગેસ બનાવીને તેને એલપીજીના સ્થાને ઉપયોગમાં લેવાનુ આયોજન છે. આ માટે ગામના 50 પરિવારોએ બાયોગેસ પ્લાન્ટની સાથે કરાર કરી લીધો છે. તેમાં 22 પરિવારે બાયોગેસનો ઉપયોગ શરૂ કર્યો છે. આવા જ એક પ્રયોગમાં ગામના 50 ખેડૂતોએ રેન વોટર હાર્વેસ્ટિંગથી સારા પરિણામ મળ્યા છે.
આ પણ વાંચો; ભારતના તમામ રાજ્ય અને તેનુ પાટનગરનુ લીસ્ટ
ધર્મજ ગામ જિ. આણંદ
આણંદ જિલ્લાના પેટલાદ તાલુકા હેઠળ આવતા આ ગામે એક અલગ ઓળખ ઊભી કરી છે. આ ગામ NRI વિલેજ તરીકે ઓળખાય છે. કારણ કે ગામમાંથી અનેક દાયકાઓ પહેલા ઘણા લોકો વિદેશ જતા રહ્યા અને ગામનું નામ જ પછી તો એનઆરઆઈ વિલેજ પડી ગયું છે. આ ગામમાં 18 થી વધુ બેંક આવેલી છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચર ની વાત કરીએ તો એકદમ અદભૂત છે. હવે આ ગામ પોતાની 1971 માં એક ચરાગાહ-સુધાર પરિયોજના લાગૂ કરવા બદલ ચર્ચામાં છે. આ યોજના હેઠળ રાહત દરે ઉજ્જડ જમીન પર પશુઓ માટે ચારો ઉગાડવાની જોગવાઈ હતી. ધર્મજના ગોચર સુધાર મોડલથી પ્રભાવિત થઈને તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ પણ તેના વખાણ કર્યા હતા.
આ પણ વાંચો: ફ્રી સિલાઇ મશીન યોજના 2023 તમામ માહિતી
પુંસારી જિ.સાબરકાંઠા
અમદાવાદથી 100 કિલોમીટર દૂર આવેલ આ ગામ સાબરકાંઠા જિલ્લામાં સ્થિત છે. આ ગામે ગુજરાતનો પહેલો આદર્શ ગ્રામ પુરસ્કાર જીત્યો હતો. ગામનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર શહેરો જેવું મજબૂત છે. આ ગામમા એરકંડિશન શાળાથી લઈને ગામમાં બાયોમેટ્રિક હાજરી લાગે છે. એટલું જ નહીં આખા ગામમાં બાયોગેસ પ્લાન્ટ ઉપરાંત સીસીટીવીની સુરક્ષા છે અને હાઈટેક આંગણવાડી કેન્દ્ર છે. ગામ ના પાણીમા ટીડીએસની માત્રા વધુ હતી. આથી ગામમાં રિવર્સ ઓસ્મોસિસ (આરઓ) પ્લાન્ટ છે. જેનાથી ગામલોકોને 20 લીટર પાણી 4 રૂપિયામાં મળે છે. બીજા ગામડાઓને આ પાણી 20 રૂપિયામાં વેચવામાં આવે છે. આ પ્લાન્ટથી વાર્ષિક 1.5 લાખ રૂપિયા જેટલી કમાણી થાય છે. આરઓના વેસ્ટ પાણીને ફેંકી દેવાને બદલે ભેગુ કરીને તેને વાહનોને ધોવામાં ઉપયોગમાં લેવાય છે. આ ગામની કુલ વસ્તી 5000 ની છે. ગામના નાળા અને રસ્તાઓની સફાઈ માટે વિશેષ મશીનો છે. ડ્રેનેજ અને પીવાના પાણીની લાઈનો જીપીએસથી આધારીત છે. એનબીટીના અહેવાલ મુજબ ગામના વિકાસનો સંપૂર્ણ શ્રેય હિમાંશુ પટેલને જાય છે. તેઓ કહે છે કે ગામનો વિકાસ પીપલ પંચાયત પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપ બેઝ પર આધારિત છે.
આ પણ વાંચો; વાહનનુ પીયુસી ફોનમા કેમ ડાઉનલોડ કરવુ તેની માહિતી
અફવા ગામ જિ.સુરત
સુરતના આ ગામની સુવિધાઓ શહેરથી પણ વધુ છે. આ ગામમાં વીજળીના ક્યાંય લટકતા તાર નથી. પાણીની પાઈપલાઈન, ટેલિફોન લાઈન, ઈન્ટરનેટ કેબલ સહિત તમામ સુવિધાઓ ના તાર અંડરગ્રાઉન્ડ છે. ગામની કુલ વસ્તી 2500 ની છે. ગામમાં વોટર ટ્રિટમેન્ટ પ્લાન્ટ અને તેના વિતરણની વ્યવસ્થા ગોઠવેલી છે. ગામનો આ વિકાસ અહીંથી અમેરિકા જઈને વસેલા લોકોને કારણે થયો છે. આ ગામના દરેક ધરમાંથી એક એક સભ્ય અમેરિકામાં ધંધા રોજગાર અર્થે વસે છે. આ ગામની એક વધુ સુવિધા એ છે કે જો તમે રોડ દ્વારા પસાર થઈ રહ્યા હોવ તો આખો દિવસ તમને ભક્તિ સંગીત સાંભળવા મળશે. આ ઉપરાંત ગામના તમામ ડ્રેનેજ અંડરગ્રાઉન્ડ છે. સ્વચ્છતા બાબતમાં પણ આ ગામ શહેરોને પાછળ છોડે છે.
ભીમાસર ગામ જિ. કચ્છ
કચ્છ જિલ્લાનું ભીમાસર ગામ 2001 ના વિનાશકારી ભૂકંપમાં કાટમાળમાં ફેરવાઈ ગયું હતું. પરંતુ બે દાયકા બાદ આ ગામે આત્મનિર્ભરતાનું અનોખુ ઉદાહરણ પુરૂ પાડયુ છે. અંજાર થી 18 કિમી દૂર આવેલા આ ગામમાં શહેર જેવી અનેક સુવિધાઓ છે. ગામનો દરેક રસ્તો હરિયાળીથી ભરેલો છે. આ ગામમાં પ્રવેશ કરવાથી તમને જરાય એવું નહીં લાગે કે તમે કોઇ ગામડામા આવ્યા છો. આ ગામની વસ્તિ 8000 ની છે ગામમાં છ જેટલા સામુદાયિક કેન્દ્રો છે અને આખા ગામની સુરક્ષા માટે 60 સીસીટીવી કેમેરાનું નેટવર્ક છે. જેનો કંટ્રોલ સેન્ટર ગામની પંચાયત ઓફિસમાં છે. આ ગામની મોટી સિદ્ધિ એ છે કે આ ગામ પાણીને ટ્રિટમેન્ટ કરીને વેચે છે. જેનાથી દર વર્ષે દોઢ લાખ જેટલી કમાણી પણ કરે છે.
જેઠીપુરા ગામ જિ. સાંબરકાંઠા
સાંબરકાંઠાનું આ જેઠીપુરા ગામ એવું છે જેમાં કોઈ બાળક કુપોષિત નથી. આંગણવાડી કાર્યકરો એ સુનિશ્ચિત કરે છે કે ગર્ભવતી મહિલાઓને પૌષ્ટિક ભોજન મળે. આ માટે તેમનો મોટા અનાજ મિલેટ પર આધારિત ખોરાક અપાય છે. આ ઉપરાંત લીલા શાકભાજીઓ, સુખડી અને દૂધની વ્યવસ્થા કરવામા આવે છે. આ ઉપરાંત આ ગામમાં 100 ટકા પાણીની ચકાસણી મીટરથી થાય છે. અત્યાર સુધીમાં આ લક્ષ્યાંક અમદાવાદે મેળવ્યો હતો. પરંતુ જેઠીપુરા ગામે પણ હવે આ સિધ્ધિ મેળવી છે. પાણી ચોવીસ કલાક ઉપલબ્ધ રહે છે. ગામના લોકો 1000 લીટર માટે માત્ર 1.5 રૂપિયાની ચૂકવણી કરે છે. ગામમાં એક આધુનિક જળ નિકાસ માટે વ્યવસ્થા અને વીજળીની આધુનીક વ્યવસ્થા છે. વર્ષ 2021માં જેઠીપુરા એવા 10 ગામમાં સામેલ હતું જેણે ગુજરાતને સ્વત્ અને હરિયાળી શાળાઓ માટે રાષ્ટ્રીય એવોર્ડ અપાવ્યો હતો.
Gujarat Top Rechest Village
ગુજરાતના સૌથી ધનીક ગામો વિશે પણ લોકો જાણવા માંગતા હોય છે. Gujarat Top Rechest Village ની વાત આવે એટલે લોકોનામુખે એક જ નામ સંભળાય. કચ્છ જિલ્લાનુ માધાપર ગામ. આ ગામ અવારનવાર ચર્ચામા રહે છે. આ ગામ મા 18 જેટલી બેંકો આવેલી છે. આ ગામની વસ્તિ 40000 જેટલી જ છે તેમ છતા ગામની બેંક ડીપોઝીટ 5 હજાર કરોડની છે તેવુ કહેવાય છે. આ ગામમા NRI મુખ્યત્વે બેંક ડીપોઝીટ કરાવે છે.
અગત્યની લીંક
હોમ પેજ | અહીં ક્લિક કરો |
💥 Whatsapp Group માં જોડાવા 💥 | અહીં ક્લિક કરો |
💥 Google News પર Follow કરવા 💥 | અહીં ક્લિક કરો |

1 thought on “Gujarat Top 5 Villages: શહેર ને ટક્કર આપે એવા છે ગુજરાતના આ 5 ગામડા, સુવિધાઓ છે સ્માર્ટ સિટી જેવી”