Zihaal E Miskin Song: આપણે પહેલાના સમયના ગીત સાંભળવા ખૂબ જ ગમતા હોય છે. જૂના ગીતો બધા અર્થસભર હોય છે. વર્ષ 1985 ના સમયમા આવેલી ફિલ્મ ગુલામીનું આ ગીત તમે પણ સાંભળ્યું જ હશે.. જિહાલ એ મિસ્કીન મકુન બરંજિશ. ગુલઝારના શબ્દો અને લતા મંગેશકરના અવાજ મા ગવાયેલા આ ગીતે એ જમાનામાં ધૂમ મચાવી હતી અએન હજુ પણ આ ગીત ખૂબ સાંભળવામા આવે છે. વર્ષો બાદ હવે તેનું રિમેક સૉન્ગ બન્યું છે, જે ખૂબ જ ફેમસ બન્યું છે. જો કે, 90 ટકા લોકોને આ ગીતનો ખરેખર અર્થ ખબર જ નથી. તો ચાલો આજે અમે આ ગીતના શબ્દનો અર્થ સમજીએ.
Zihaal E Miskin Song
આ ગીતના ઓરીજનલ શબ્દો એવા છે કે…
જિહાલ એ મિસ્કીન મકુન બરંજિશ
બેહાલ એ હિઝરા બેચારા દિલ હૈ
સુનાઇ દેતી હૈ જિસકી ધડકન
તુમ્હારા દિલ યા હમારા દિલ હૈ
આ ગીતમાં જેટલી ક્રીએટીવીટી છે તેટલી બીજા કોઈ ગીતમાં ભાગ્યે જ મળશે. સંગીતકારોએ પણ આ ગીતમાં ગજબની રચનાત્મકતા બતાવી છે. હજુ જૂના ગીતનો ક્રેઝ તો થયાવત છે, પણ નવુ રીમિક્સ પણ ખૂબ સરસ બનાવેલ છે. ગુલામી ફિલ્મના આ ગીતને લતા મંગેશકર અને શબ્બીર કુમારે ખૂબ સુંદરતાથી રજૂ કર્યુ હતું. ગુલઝારે આ ગીતના શબ્દો લખ્યા હતા. કે જે અર્થ ભાષા અને સાહિત્યના ખૂબ સારા જાણકાર છે. હજારો-લાખો સંગીત પ્રેમી લોકો વર્ષોથી આ ગીતનો અર્થ સમજ્યા વગર જ, તેના દિલને સ્પર્શી જાય તેવા ભાવના આધાર પર તેને અનુભવે છે. પરંતુ આજે તેનો સાચો અર્થ તમને જણાવીશું.
આ પણ વાંચો: PUC Download online: હવે તમારા વાહનનુ PUC ડાઉનલોડ કરો ઓનલાઇન, 2 સ્ટેપમા ડાઉનલોડ કરી ફોનમા સેવ રાખો
મહાન કવિ અમીર ખુસરોની એક સુપ્રસિદ્ધ રચના છે, જેને ફારસી અને બૃજ ભાષામાં મળીને લખવામા આવી હતી. કવિતાની પંક્તિઓ નીચે મુજબ છે
‘ज़िहाल-ए मिस्कीं मकुन तगाफ़ुल,
दुराये नैना बनाये बतियां
कि ताब-ए-हिजरां नदारम ऐ जान
न लेहो काहे लगाये छतियां’
આ સુંદર રચના નો અર્થ એવો થાય છે કે, નજર ચોરીને અને વાતો બનાવીને મારી વ્યાકુળતાની ઉપેક્ષા ન કરો. વિયોગની આગથી મારો જીવ જઇરહ્યો છે. તમે મને તમારી બાહુમાં શા માટે જકડી નથી લેતા. ગીતકાર ગુલઝારે આ કવિતાથી પ્રેરણા લઇને ગુલામી ફિલ્મ માટે ગીત લખ્યુ હતું. જેની પંક્તિઓ નીચે મુજબ છે.
આ પણ વાંચો: World Cup 2023 Schedule: વર્લ્ડ કપ 2023 નુ ટાઇમ ટેબલ થયુ જાહેર, ક્યારે છે ભારત પાકિસ્તાનની મેચ
‘जिहाल-ए-मिस्कीं मकुन बरंजिश
बेहाल-ए-हिजरा बेचारा दिल है
सुनाई देती है जिसकी धड़कन
तुम्हारा दिल या हमारा दिल है’
ગીતની શરૂઆતની બે પંક્તિઓ તો 90 ટકા લોકોને સમજમાં જ નથી આવતી. તેનો અર્થ કંઈક એવો થાય છે કે, મારા દિલનો વિચાર કરો, તમે નારાજગી ન બતાવો. આ બિચારા દિલે જુદાઈનું દર્દ ઘણુ સહન કર્યું છે. ગુલામી ફિલ્મના આ ગીતને સંગીતકાર લક્ષ્મીકાંત પ્યારેલાલે તૈયાર કર્યુ છે. ફિલ્મમાં મિથુન ચક્રવર્તી, ધર્મેન્દ્ર, અનીતા રાજ, નસીરુદ્દીન શાહ, રીના રોય અને સ્મિતા પાટીલ જેવા સ્ટાર્સે અભિનય કર્યો હતો. ત્યારબાદની પંકિત છે… સુનાઇ દેતી હૈ જિસકી ધડકન તુમ્હારા દિલ યા હમારા દિલ હૈ… આનો અર્થ તો સર્ળ હિંદી મા હોવાથી તમને સમજાઇ જ ગયો હશે.
આ ગીતના નવા રીમીક નવા સંગીતકાર જોડી જાવેદ અને મોહસીન દ્વારા બનાવવામા આવ્યુ છે. તેને વિશાલ મિશ્રા અને શ્રેયા ઘોષાલે પોતાનો અવાજમા ગાયુ છે. ગુલઝાર દ્વારા લખાયેલા આ ગીત દિલને સ્પર્શી જાય છે. જૂના ગીતને આધુનિક ક્લેવર અને ફ્લેવરમાં રજૂ કરાયું છે. નવુ ગીત પણ એટલુ જ પોપ્યુલર બન્યુ છે, જેટલુ જુનુ ફેમસ થયુ હતુ.
અગત્યની લીંક
હોમ પેજ | અહિં ક્લીક કરો |
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરો | અહિં ક્લીક કરો |
Google News પર ફોલો કરો | અહિં ક્લીક કરો |