Holi 2023: હોળી ના શુભ મુહુર્ત, જાણો તમારી રાશી પ્રમાણે કઇ વસ્તુઓનુ દાન કરવુ જોઇએ

Holi 2023: Holi shubh muhurt 2023: હિન્દુ ધર્મમા હોળીના તહેવારનુ ઘણુ મહત્વ રહેલુ છે. કેલેન્ડર વર્ષ મુજબ હોળી વર્ષનો શરુઆતનો મોટો તહેવાર છે. હોળી એ રંગો નો તહેવાર છે. લોકો હોળી ના શુભ મુહુર્ત તથા રાશી પ્રમાણે કઇ વસ્તુઓનુ દાન કરવુ ફળદાયી રહેશે તે બાબતે પુછતા હોય છે. હોળીનો તહેવાર આખા ભારતરતમા ધામધૂમથી ઉજવવામા આવે છે. આ વખતે કેલેન્ડર મુજબ ધૂળેટી ૮ મી માર્ચે ઉજવવામા આવશે. જ્યારે હોળીકા દહન ઘણી જગ્યાએ ૭ મી માર્ચે તો ઘણી જગ્યાએ ૬ માર્ચે ઉજવવામા આવશે.

Holi 2023: હોળી ના શુભ મુહુર્ત

હોળી કઇ તારીખે છે ? 6 માર્ચ કે 7 માર્ચ

આ વખતે હોળી કઇ તારીખે છે તે બાબતે લોકોમા ઘણી અસમંજસની સ્થિતી જોવા મળે છે. હોળીકા દહનનો શુભ સમય દરેક લોકોની જાણવાની ઇચ્છા હોય છે. કારણ કે દરેક ગામ/વિસ્તારમા હોળી પ્રગટાવવામા આવે છે. જેની પુજા કર્યા બાદ લોકો જમતા હોય છે.
આ વર્ષે ફાગણ મહિનાની પૂનમ તિથિ 06 માર્ચ, 2023 ના રોજ બપોરે 02:47 વાગ્યે શરૂ થશે. તે 07 માર્ચ, 2023 ના રોજ સાંજે 04:39 વાગ્યે સમાપ્ત થશે. હોલિકા દહન સાંજે કરવામાં આવશે. એટલે કે આ વખતે હોળીકા દહન 7 માર્ચે સાંજે કરવામાં આવશે. જો કે ૭ મી માર્ચે મંગળવાર હોવાથી ઘણી જગ્યાએ સોમવાર એટલે કે ૬ ઠ્ઠી માર્ચે હોળીકા દહન કરવામા આવશે.

આ પણ વાંચો: વાહનનુ PUC ડાઉનલોડ કરો ફોનમા ઓનલાઇન

હોળીકા દહન માટે જરુરી સામગ્રી

હોળીકા દહનની પૂજા અમુક વિશેષ વસ્તુઓ વગર અધૂરી માનવામાં આવે છે. તેથી પૂજા પહેલા આ વસ્તુઓની વ્યવસ્થા અવશ્ય કરી લો. જેમાં એક વાડકી પાણી, ગાયના છાણની માળા, રોલી, અક્ષત, અગરબતી, ફળ, ફૂલ, મિઠાઈ, કલાવા, હળદરના ટુકડા, મગની દાળ, પતાશા, ગુલાલ પાઉડર, નારિયેળ, આખુ અનાજ વગેરે હોવુ જોઈએ.

રાશિ પ્રમાણે કઇ વસ્તુઓનુ દાન કરવુ જોઇએ ?

  • મેષ – મેષ રાશિના લોકોએ પૈસાની સાથે કપડાનું અને ખાસ આ દિવસ ગોળનું દાન કરવું ફળદાયી રહેશે.
  • વૃષભ – વૃષભ રાશિના લોકોએ ભોજનનું અને વસ્ત્રોનું દાન કરવું ફળદાયી રહેશે.
  • મિથુન – મિથુન રાશિના લોકોએ મગની દાળ અને લીલા વસ્ત્રોનું દાન કરવું ફળદાયી રહેશે.
  • કર્ક– કર્ક રાશિના લોકોને મગની દાળ અને ચોખા મિક્ષ કરીને દાનમાં આપવા જોઈએ.
  • સિંહ – સિંહ રાશિના લોકોએ ઘઉંનું દાન અને સાથે જ મશાલ કે ચીમની જેવી કોઈ વસ્તુનું દાન કરવું ફળદાયી રહેશે..
  • કન્યા – કન્યા રાશિના લોકોએ કોઈ ગરીબ વ્યક્તિને ભોજન કરાવવું જોઈએ.
  • તુલા – તુલા રાશિના લોકોએ આ દિવસે ધાણાની સાથે ખાંડનું દાન કરવું ફળદાયી રહેશે..
  • વૃશ્ચિક – વૃશ્ચિક રાશિના લોકોને લાલ વસ્ત્ર દાનમાં આપવા જોઈએ
  • ધન – ધનુ રાશિના લોકોએ ચણાની દાળને પીળા કપડામાં બાંધીને દાન કરવું ફળદાયી રહેશે..
  • મકર– મકર રાશિના લોકોને ફળની સાથે લોખંડની વસ્તુઓનું દાન કરવું ફળદાયી રહેશે..
  • કુંભ – કુંભ રાશિના લોકોએ કાળા કપડામાં બાંધીને ઉભા અડદનું દાન કરવું ફળદાયી રહેશે..
  • મીન – મીન રાશિના લોકોએ વસ્ત્રોનું અને વિવિધ પ્રકારના અનાજનું દાન કરવું ફળદાયી રહેશે.

હોળી પર રાશી અનુસાર કરો રંગની પસંદગી

મેષ અને વૃશ્ચિક રાશિ
આ બંને રાશિના જાતકોનો પણ શુભ રંગ લાલ થાય છે. હોળીના દિવસે બંને રાશિના જાતકોએ લાલ, ઓરેન્જ અને ગુલાબી કલરથી હોળી રમવું જોઈએ

વૃષભ અને તુલા રાશિ

આ બન્ને રાશીના જાતકોએ સફેદ અને ગુલાબી કલરથી હોળી રમવી જોઇએ.

કન્યા અને મિથુન રાશિ

આ બન્ને રાશીના જાતકોએ લીલા કલરથી હોળી રમવી જોઇએ અને લીલા રંગના કપડા પહેરવા જોઇએ.

મકર અને કુંભ રાશિ

આ બન્ને રાશીના જાતકોએ કાળા અને નીલા કલરથી હોળી રમવી જોઇએ.

ધન અને મીન રાશિ

આ બન્ને રાશીના જાતકોએ પીળા કલરથી હોળી રમવી જોઇએ.

કર્ક રાશિ

આ રાશીના જાતકોએ સીલ્વર અને ગુલાબી કલરથી હોળી રમવી જોઇએ

સિંહ રાશિ

આ રાશીના જાતકોએ પીળા નારંગી અને ગુલાલથી હોળી રમવી જોઇએ

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરોઅહિં ક્લીક કરો
Holi 2023
Holi 2023

હોળી કઇ તારીખે છે ?

પંચાંગ અનુસાર, ફાગણ મહિનાની પૂર્ણિમાની તિથિ 6 માર્ચ 2023 ના રોજ સાંજે 04.17 વાગ્યે શરૂ થશે, બીજા દિવસે 7 માર્ચ 2023 ના રોજ સાંજે 06.09 વાગ્યે થશે.

error: Content is protected !!