Aditya-L1 Mission: ચંદ્ર બાદ હવે સૂર્ય મિશનની આવી ગઇ તારીખ, 2 સપ્ટેમ્બરે થશે લોન્ચ

Aditya-L1 Mission: સૂર્ય મિશન: ભારતે ચંદ્રયાનના સફળ લેન્ડીંગ બાદ ઇતિહાસ સર્જી દિધો છે. 14 જુલાઇએ ઇસરો એ હરિકોટા ના સ્પેશ સ્ટેશનથી ચંદ્રયાનનુ સફળ લોંચીંગ કર્યુ હતુ. જે 23 ઓગષ્ટે ચંદ્ર પર ધાર્યા મુજબ સફળતાપૂર્વક લેન્ડ થયુ હતુ. ચંદ્રયાનની સફળતા બાદ ભારત અને ઇસરો ની આખા ભારતમા વાહવાહી થવા માંડી છે. અને ભારતે અવકાશ સંશોધન બાબતમા ઘણુ આગળ વધી ગયુ છે. ચંદ્રયાન મિશનની સફળતા બાદ ઇસરો હવે અવકાશ સંશોધન મા વધુ એક કદમ માંંડવા જઇ રહ્યુ છે. અને સૂર્ય મિશન એટલે કે Aditya-L1 Mission 2 સપ્ટેમ્બરે લોંચ કરવા જઇ રહ્યુ છે.

સૂર્ય મિશન

સૂર્ય બાબતે સંશોધન કરનાર પ્રથમ સ્પેસ બેસ્ડ ઇન્ડીયન ઓબ્ઝર્વેટરી સંબંધિત ભારતના સૂર્ય મિશન આદિત્ય-એલ વન (Aditya-L1), સૂર્યનો અભ્યાસ કરવા માટે 2 સપ્ટેમ્બરે ઇસરો દ્વારા લોન્ચ કરવામાં આવનાર છે. ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) એ સોમવારે (28 ઓગસ્ટ) આ મિશન બાબતે માહિતી આપી હતી.

આ પણ વાંંચો: માનવ ગરીમા યોજના લીસ્ટ: માનવ ગરીમા યોજના માટે પસંદ થયેલા લાભાર્થીનુ લીસ્ટ જાહેર, ચેક કરો તમારૂ નામ છે કે નહી

ઇસરો એ જણાવ્યું હતું કે આ મિશનને શ્રી હરિકોટાથી ભારતીય સમય અનુસાર સવારે 11:50 વાગે લોન્ચ કરવામાં આવનાર છે. ઇસરોએ આ મિશનના લોન્ચીંગ ને લાઇવ નિહાળવા માટે જનતાને પણ આમંત્રિત કરી છે.

સૂર્ય મિશનનુ લોન્ચિંગ શ્રીહરિકોટા સ્થિત લોન્ચ વ્યૂ ગેલેરીમાંથી જોઈ શકાસે. આ માટે લોકોએ વેબસાઈટ દ્વારા રજીસ્ટ્રેશન કરાવવુ પડશે. ISRO એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉ ટ્વિટર) પર વેબસાઇટની લિંક ઉપલબ્ધ છે, અને એ પણ કહ્યું છે કે આ લોન્ચીંગ લાઇવ નિહાળવા માટે રજિસ્ટ્રેશનની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે.

Aditya-L1 Mission

આ મિશન નો મુખ્ય હેતુ જોઇએ તો આ અવકાશયાન સૂર્યના બાહ્ય સ્તરો (કોરોના) ના અવલોકન માટે અને સૂર્ય-પૃથ્વી લેગ્રેન્જ પોઈન્ટ (L1) પર સૌર પવનના સીટુ અવલોકન માટે ખાસ તૈયાર કરવામા આવ્યુ છે. આ મિશન L1 પૃથ્વીથી લગભગ 1.5 મિલિયન કિલોમીટરના અંતરે દૂર રહેશે. સૂર્ય બાબતે અવલોકન કરી સંશોધન કરનાર આ પ્રથમ ભારતીય અવકાશ મિશન હશે. આદિત્ય-L1 મિશનનો ધ્યેય L1ની આસપાસની ભ્રમણકક્ષામાંથી સૂર્ય ની ગતિવિધીઓ અને વાતાવરણ નો અભ્યાસ કરવાનો છે.

આ પણ વાંંચો: શિક્ષણ સહાય યોજના: વિદ્યાર્થીઓને રૂ.1800 થી રૂ. 2 લાખ સુધીની મળે છે સરકારી સહાય, આ રીતે કરો ઓનલાઇન અરજી

Aditya-L1 Mission સાત પેલોડ સાથે લઇને જશે, જે અલગ અલગ વેવ બેંડમાં ફોટોસ્ફીયર (પ્રકાશમંડળ), ક્રોમોસ્ફીયર (સૂર્યની દેખાતી સપાટીથી ઠીક ઉપરની સપાટી) અને સૂર્યની સૌથી બહારની સપાટી (કોરોના) નું અવલોકન કરવાનુ કામ કરશે. ન્યૂઝ એજન્સી PTI અનુસાર ઇસરોના એક અધિકારીએ જણાવ્યું કે આદિત્ય એલ 1 સંપૂર્ણપણે સ્વદેશી વસ્તુઓથી બનાવવામા આવેલ મિશન છે. જેમાં રાષ્ટ્રીય સંસ્થાની કોઇ ભાગીદારી છે.

સૂર્યને ગ્રહણ વગર જોવાનો ફાયદો મળશે
ઈસરોના જણાવ્યા અનુસાર, સ્પેસક્રાફ્ટને સૂર્ય-પૃથ્વી લેગ્રેન્જ પોઈન્ટની L1 પ્રભામંડળ ભ્રમણકક્ષાની નજીક મૂકવાની યોજના બનાવવામા આવી છે. L1 બિંદુની આસપાસ પ્રભામંડળની ભ્રમણકક્ષામાં મૂકવામાં આવેલો ઉપગ્રહ કોઈપણ ગ્રહણ વિના સતત સૂર્યનું અવલોકન કરવાનો મોટો ફાયદો આપે તેવી શકયતા છે. આ સાથે, સૌર ગતિવિધિઓ અને અવકાશના હવામાન પર તેની અસર વાસ્તવિક સમયમાં શોધી શકાસે.

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરોઅહિં ક્લીક કરો
Google News પર ફોલો કરોઅહિં ક્લીક કરો
Aditya-L1 Mission
Aditya-L1 Mission

સૂર્ય મિશનને શું નામ આપવામા આવ્યુ છે ?

Aditya-L1 Mission

Leave a Comment

error: Content is protected !!