કેરીના ભાવ: કેરીની આવકથી માર્કેટ ઉભરાયુ, જાણો કેસર અને હાફૂસ કેરીના લેટેસ્ટ ભાવ

अपने दोस्तों के साथ शेयर करें

કેરીના ભાવ: Mango Price: હાલ ઉનાળા મા ખૂબ જ ગરમી અને લૂ પડી રહ્યા છે ત્યારે લોકો ને ઠંડક આપતી ગીરની કેસર કેરીની બજારમા અઢળક આવક થઇ રહિ છે. માવઠાના માર વચ્ચે પણ કેરીની ખૂબ જ આવક થઇ રહિ છે અને કેસર કેરી એકંદરે સસ્તા ભાવે મળી રહિ છે. ચાલો જાણીએ કયા વિસ્તારની કેરીના હાલ શું ભાવ ચાલી રહ્યા છે ?

કેરીની આવક

કેરીના શોખીન લોકો માટે સારા સમાચાર સામે આવ્યા છે. કમોસમી વરસાદ માવઠાના કહેર અને ગ્લોબલ વોર્મિંગની અસર વચ્ચે પણ વિવિધ માર્કેટ યાર્ડ મા રેકોર્ડ બ્રેક કેરીની આવક નોંધાઇ રહિ છે. બે દિવસમાં જ તાલાલા માર્કેટ યાર્ડ મા જ 25 હજાર બોક્સ કેરીની આવક થઇ છે. માર્કેટમાં કેરીની આવક વધતા સામાન્ય લોકો પણ હવે કેરીનો સ્વાદ માણી શકશે. તો અત્યાર સુધીમાં મેંગો માર્કેટમાં 3 લાખ બોક્સની આવક થઇ છે. તો સાથે 800 ટન કેસર કેરીની વિદેશમાં નિકાસ પણ થઇ છે.

ગીરની પ્રખ્યાત કેસર કેરી પર છેલ્લા કેટલાક વર્ષોથી કમોસમી વરસાદ ને કારણે વાવાઝોડા અને માવઠાને ગ્રહણ લાગ્યું હતું. પહેલા તાઉતે વાવાઝોડાએ તબાહી મચાવી હતી અને ઓછી આવક થઇ હતી અને કેરીના બગીચાઓને મોટા પ્રમાણમાં નુકસાન થયું હતુ. તો ચાલુ વર્ષે સતત બે મહિના સુધી ઘણા વિસ્તારોમા કમોસમી વરસાદ થયો હતો જેના કારણે ખેડૂતો સહિત કેરીના રસિયાઓ સૌ કોઈ ચિંતિત હતા કે, આ વર્ષે પણ કેસર કેરીનું ઉત્પાદન ઓછું થશે.

यह भी पढे:  Remote Fan: રીમોટથી ચાલુ બંધ થતા પંખા, ઉનાળો આવતા જ વધી ડીમાન્ડ

આ પણ વાંચો: નોટબંધી 2000: ફરી નોટબંધી, RBI 2000 ની નોટ પરત લેશે; જાણો શું કરવામા આવ્યો સર્કયુલર

કેરીના ભાવ

માત્ર તાલાલા મેંગો માર્કેટની જ વાત કરીએ તો આજ સુધીમાં ત્રણ લાખ બોકસ જેટલી ભારે આવક થઇ છે. તો છેલ્લા બે દિવસથી યાર્ડમાં રેકોર્ડ બ્રેક 25 હજાર જેટલા કેરીના બોક્સની આવક થઈ રહી છે. કેરીના ભાવ જે 10 કિલો પ્રતિ બોક્ષની કિંમત ₹300 થી લઈ અને રૂપિયા ₹500 સુધી ના ભાવે વેચાઇ રહિ છે. ગુણવત્તા સભર અને મીઠી કેસર કેરીથી મેંગો માર્કેટ ભરચક થયું છે. કેરીના ભાવ આ વર્ષે ઘણા સસ્તા ભાવમા મળી રહિ છે.

હાલ જે કેરી આવી રહી છે તે તાલાલા ગીર પંથક અને જુનાગઢ પંથકની આવી રહિ છે. જૂનાગઢના વંથલી પંથકના કેરીની ડીમાન્ડ પણ ખૂબ જ રહેલી છે. હાલ થોડી થોડી વંથલી પંથકમાંથી કેરીની આવક શરૂ થઈ છે, પરંતુ આવનારા દિવસોમાં હાલ જે પાક તૈયાર થઈ ગયો છે અને આ વિસ્તાર કેરી જ્યારે માર્કેટમાં આવશે, ત્યારે કેરીના ભાવ સારા એવા ભાવ ખેડૂતોને મળશે તેવી શક્યતા ઓ રહેલી છે.

કેરીની જાત અને ઉત્પાદન

આમ તો કેરીની ઘણી જાત આવે છે. પરંતુ સામાન્ય રીતે પ્રખ્યાત હોય એવી મુખ્ય કેરીની જાત નીચે મુજબ છે.

  • હાફૂસ કેરી – આ હાફૂસ કેરી રત્નાગીરી મહારાષ્ટ્ર મા વધુ પાકે છે. અને ગુજરાતમા વલસાડ જિલ્લામા પણ આનુ ઉત્પાદન થાય છે.
  • કેસર કેરી– કેસર કેરી ગુજરાત ના જુનાગઢ અને તાલાલા ગીર વિસ્તારમા ખૂબ જ ઉત્પાદન થાય છે. જો કે હવે પોરબંદર જિલ્લાના અમુક વિસ્તારોમા પણ કેસર કેરીનુ ઉત્પાદન થાય છે.
  • દશહેરી કેરી – આ કેરી લખનઉ અને મલીહાબાદ, ઉત્તર પ્રદેશ રાજ્યમા પાકે છે.

હાલ માર્કેટમા પાકેલી ત્તૈયાર કેસર કેરી 1 કિલોના રૂ. 70 થી 120 ના ભાવે વેચાઇ રહિ છે.હાલ કેરીની ભર સીઝન હોઇ કેરીના શોખીન લોકો મન મૂકીને કેરીના સ્વાદનો આનંદ માણી રહ્યા છે.

यह भी पढे:  GSRTC Bus Name: એસ.ટી.બસ માં સોમનાથ, સાબર, અમુલ આવા શબ્દો કેમ લખેલા હોય છે, જાણવા જેવી માહિતી
કેરીના ભાવ
કેરીના ભાવ

અગત્યની લીંક

આજના કેરીના ભાવઅહિં ક્લીક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
Whatsapp Group માં જોડાવાઅહીં ક્લિક કરો

કેસર કેરી નુ ઉત્પાદન કયા થાય છે ?

તાલાલા ગીર

હાફૂસ કેરીનુ ઉત્પાદન ક્યા થાય છે ?

હાફૂસ કેરીનુ વધુ ઉત્પાદન રત્નાગીરી મહારાષ્ટૃ મા થાય છે.

કેસર કેરીનુ ઉત્પાદન જુનાગઢ સિવાય બીજ ક્યા થાય છે?

પોરબંદર જિલ્લામા અને કચ્છ જિલ્લામા


अपने दोस्तों के साथ शेयर करें
error: Content is protected !!