શાળા સમય: હાલ ઉનાળાની કાળઝાળ ગરમી અને તડકા પડી રહ્યા છે. એવામા હવામાન વિભાગ દ્વારા આગામી સમયમા વધુ ગરમી અને લૂ પડવાની આગાહિ આપવામા આવી રહિ છે. ઉનાળાની ગરમીઓ અને હિટવેવ ને ધ્યાને રાખી પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી દ્વારા પ્રાથમિક શાળાઓનો સમય ફેરફાર કરવા બાબત તમામ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરીને પરીપત્ર કરી જાણ કરવામા આવી છે.
શાળા સમય
ઉનાળામા એપ્રીલ મહિનામા ગરમીઓને ધ્યાને લેતા શાળાઓનો સમય સવારનો રાખવામા આવતો હોય છે. ઉનાળામા સામાન્ય રીતે શાળાઓનો સમય સવારના 7:30 વાગ્યાથી 12:30 વાગ્યા સુધીનો હોય છે. પરંતુ હાલ પડી રહેલી ગરમીઓ અને આગામી સમયમા હવામાન વિભાગ તરફથી હિટવેવ ની આગાહિ આપવામા આવેલી હોય શિક્ષણ વિભાગ તરફથી શાળાઓનો સમય સવારના 7 થી 11 નો રાખવાની સૂચના આપવામા આવી છે.
વધુમા ઉનાળામા હિટવેવ થી બચવા શું કરવુ, હિટવેવ ની અસરો, ગરમી અને લૂ મા શું ધ્યાન રાખવુ તેની સમજણ વિદ્યાર્થીઓને શિક્ષકોની મદદથી આપવા માટે સૂચના આપવામા આવી છે.
હિટવેવ મા શું ધ્યાન રાખશો ?
ઉનાળાની ગરમીઓમા હિટવેવ થી બચવા માટે શું કરશો અને કઇ બાબતો ધ્યાનમા રાખવી તેની માહિતી નીચે મુજબ છે.
- બપોરના સમયમા તડકામા કામ સિવાય ઘરની બહાર નીકળવાનુ ટાળો.
- તડકામા બહાર નીકળવાનુ થાય તો માથે ટોપી, ચશ્મા વગેરે પહેરીને જ નીકળો.
- ઉનાળામા ખુલ્લા અને સુતરાઉ કપડા પહેરો.
- લીંબુ શરબત, ફળો નો જયૂસ જેવા નેચરલ પીણા પીઓ.
- શરીરમા પાણી ન ઘટે તે માટે પુરતા પ્રમાણમા પાળી પીઓ.
- તરબુચ, કેરી જેવા ઋતુ અનુસારના ફળ ખાઓ.
- મસાલાવાળા અને તળેલા ખોરાક ખાવાનુ ટાળો.
- હિટવેવ મા બાળકો, વૃધ્ધો અને સગર્ભા બહેનો ની ખાસ સંભાળ લો.
અગત્યની લીંક
હોમ પેજ | અહિં ક્લીક કરો |
અમારી WHATSAPP ચેનલ જોઇન કરો | અહિં ક્લીક કરો |
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરો | અહિં ક્લીક કરો |
Follow us on Google News | Click here |