સૌરાષ્ટ્ર સમાચાર: અત્ર તત્ર સર્વત્ર મેઘમહેર, જુનાગઢ મા 10 ઇંચ તો વેરાવળમા 6 ઇંચ વરસાદ, ક્યા કેટલો પડયો વરસાદ

સૌરાષ્ટ્ર સમાચાર: વરસાદ સમાચાર: ગુજરાતમા હાલ મેઘરાજ અમન મૂકીને વરસી રહ્યા છે. સાર્વત્રિક વરસાદ થવાથી ખેડૂતમિત્રો ખુશ ખુશાલ છે. સૌરાષ્ટ્રમા તમામ જિલ્લાઓમા મેઘરાજા મનમૂકીને વરસ્યા હતા અને પાણી પાણી થઇ ગ્યા હતા, જુનાગઢ, સુત્રાપાડા, વેરાવળ મા ધોધમાર વરસાદ પડયો હતો. હજુ પણ સારો વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહિ છે.

સૌરાષ્ટ્ર સમાચાર

  • સમગ્ર સૌરાષ્ટ્રમાં સાંબેલાધારે વરસાદ પડયો છે.
  • ઘણી જગ્યાએ મકાન તો ક્યાંક ખેતરો થયા છે જળમગ્ન
  • ગિરનાર પર્વત પરના ધોધ જીવંત બનતા દ્રશ્ય બન્યુ નયનરમ્ય

હવામાન વિભાગની આગાહી મુજબ સૌરાષ્ટ્ર પંથકમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. આ તરફ જૂનાગઢ શહેરમાં 10 ઇંચ તો ગિરનાર પર્વત પર 12 ઇંચ વરસાદ પડયો હતો. જેને લઈ નદી-નાળા અને ઝરણાં મા નવા નીર આવ્યા છે. આ તરફ ગિરનાર પર્વત પરના ધોધ જીવંત બનતા કુદરતી દ્રશ્ય નયનરમ્ય બન્યુ છે.

આ પણ વાંચો: વૃદ્ધ પેન્શન યોજના: વૃદ્ધો ને મળશે રૂ. 1250 ની દર મહિને સહાય, વૃદ્ધ પેન્શન યોજના ફોર્મ 2023

સૌરાષ્ટ્રમાં સાંબેલાધારે પડયો વરસાદ

સૌરાષ્ટ્રમાં 3 દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે, સમગ્ર સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદની સ્થિતિ વચ્ચે જુનાગઢ શહેરમાં 10 ઇંચ, ગિરનાર પર્વત પર 12 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. આ સાથે વેરાવળમાં 6 ઇંચ તો સુત્રાપાડા 8 ઇંચ, કોડીનારમાં 3.5 ઇંચ જેટલો, અમરેલી શહેરમાં 3 ઇંચ જેટલો, અને ગ્રામ્ય વિસ્તારોમા 4 થી 5 ઇંચ વરસાદ વરસ્યો હતો.

આ સાથે સૌરાષ્ટ્રના ઉપલેટા અને ધોરાજીમાં 6 ઇંચ જેટલો તો જેતપુર, ગોંડલમાં 5 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. આ તરફ તાલાલા પંથકમાં 2 ઇંચ તો ચોટીલામાં 4 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. આ સાથે ઉનામાં 5 ઇંચ, વિસાવદરમાં 8 ઇંચ અને મહુવામાં 9 ઇંચ જેટલો વરસાદ પડયો હતો. જેને લઈ નદી-નાળા મા નવા નીરની આવક થઇ છે. તો ધોધમાર વરસાદ પડવાથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે.

આ પણ વાંચો: હવે તમારા વાહનનુ PUC ડાઉનલોડ કરો ઓનલાઇન, 2 સ્ટેપમા ડાઉનલોડ કરી ફોનમા સેવ રાખો

ભારે વરસાદ પડવાથી જુનાગઢનો ઓઝત વિયર ડેમ ઓવરફ્લો થયો છે. તો વંથલીમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઇ છે.જેને લઈ વંથલી, કણજા, આખા, ટીનમસ, ટીકરી, પાદરડી, માણાવદરના પીપલાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. જૂનાગઢમાં એક જ દિવસમાં ધોધમાર 10 ઈંચ વરસાદ ખાબક્યો હોવાનું સામે આવ્યું છે. ગિરનાર પર્વત ઝરણાંઓનું ગઢ બન્યું હોય તેવો અદભુત નજારો જોવા મળ્યો છે. ગિરનાર પર્વત પર સતત પડી રહેલા વરસાદથી ધોધ જીવીત થયા છે. આ તરફ ગિરનાર પર્વત ઝરણાંમય બની ગયો હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. જેને લઈ હવે યાત્રીઓ મુશળધાર વરસાદમાં પણ ગીરનાર પર્વતનુ કુદરતી સૌદર્ય જોવા યાત્રા કરવા પહોંચ્યા છે.

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરોઅહિં ક્લીક કરો
Google News પર ફોલો કરોઅહિં ક્લીક કરો
સૌરાષ્ટ્ર સમાચાર
સૌરાષ્ટ્ર સમાચાર

Leave a Comment

error: Content is protected !!