ખજૂર ના ફાયદા: દરરોજ ખજૂર ખાવાના આ ફાયદા જાણી, તમે પણ ચાલુ કરી દેશો ખજૂર

ખજૂર ના ફાયદા: Benefits of Dates: ખજૂર ને આયુર્વેદમા ખૂબ જ ફાયદાકારક માનવામા આવે છે. હોળી એટેલે ખજૂરની સીઝન એમ માનવામા આવે છે. દરરોજ સવારે ખાલી પેટ ખજૂર ખાવાથી શરીરમા ઘણા ફાયદા થાય છે અને ઘણી બીમારીઓ દૂર થાય છે, પરંતુ મોટાભાગના લોકો ઉનાળામાં ખજૂરનું સેવન કરવાથી દૂર રહે છે જેને કારણે ખજૂરથી થતા ઘણા સ્વાસ્થ્ય લાભો ગુમાવે છે. ચાલો આજે જાણીએ ખજૂરથી થતા આપણા શરીરમા થતા આયુર્વેદિક ફાયદાઓ વિશે.

ખજૂર ખાવાથી શું ફાયદા થાય છે અને ખજૂર ખાવાની રીત

ઘણા લોકો માને છે કે ખજૂર ગરમ ​હોય છે અને તેથી ઉનાળામાં ખજૂર ખાવાનુ લોકો ટાળે છે. પરંતુ આ સાચું નથી, હકિકતમા ખજૂરની પ્રકૃતિ ખૂબ જ ઠંડક આપનારી અને ખૂબ જ શાંત છે. આયુર્વેદ અનુસાર ખજૂરનો સ્વાદ મીઠો હોય છે, અને તે પચવામાં થોડો ભારે હોય છે. જો કે ખજૂર પચ્યા પછી પણ તેની અસર મીઠી હોય છે. તે ઠંડક આપે છે અને તે શરીરમા વધેલા વાત અને પિત્ત દોષોને સંતુલિત કરે છે. ખજૂર શરીરને મજબૂત બનાવવાનું કામ કરે છે. આયુર્વેદ અનુસાર સવારે ખાલી પેટ ખજૂર ખાવાના ઘણાં ફાયદા રહેલા છે.

ખજૂર ના ફાયદા

ખજૂર થી થતા ફાયદા

દરરોજ સવારે ખાલી પેટ 4 ખજૂર ખાવાથી ઘણી બીમારીઓ દૂર થાય છે અને શરીરમાં ઘણાં ફાયદા થાય છે. તો આવો જાણીએ ખજૂરથી શરીરમા થતા ફાયદાઓ વિશે.

  • ખજૂરથી કબજિયાત મા રાહત મળે છે.
  • ખજૂર હૃદયના સ્વાસ્થ્યને સુધારે છે.
  • ખજૂરથી કોલેસ્ટ્રોલ કંટ્રોલમા રહે છે.
  • હાડકાં મજબૂત બને છે.
  • ખજૂરથી બ્લડ પ્રેશર નિયંત્રણમા રહે છે.
  • મગજના સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપે છે.
  • દરરોજ ખજૂર ખાવાથી થાક ઓછો લાગે છે અને શરીરની નબળાઈ દૂર કરે છે.
  • એનિમિયા માટેનો શ્રેષ્ઠ ઈલાજ છે.
  • ખજૂર નબળા શરીરવાળા લોકોને વજન વધારવામાં ઉપયોગી છે.
  • બવાસીરને (હેમોરહોઇડ્સ) અટકાવે છે.
  • શરીરમા સોજાને ચઢતો અટકાવે છે.
  • ગર્ભાવસ્થામાં ફાયદો થાય છે.
  • ત્વચા અને વાળ માટે ખજૂરને શ્રેષ્ઠ ગણવામાં આવે છે.
  • ખજૂરમાં કોપર, ફાઈબર, મેંગેનીઝ, પોટેશિયમ, મેગ્નેશિયમ અને વિટામીન B6 જેવા તત્વો ભરપૂર માત્રામાં હોય છે.
  • ખજૂર ખાઈને ગરમ દૂધ પીવાથી કેલ્શિયમની કમીથી થતા રોગો જેવા કે દાંત ની કમજોરી, હાડકા ઓગળવા વગેરે મટી શકે છે.

ખજૂર ક્યારે અને કેવી રીતે ખાવો જોઈએ?

ખજૂર ખાવાના યોગ્ય સમય બાબતે વાત કરીએ તો સવારે વહેલા ઉઠીને ખાલી પેટ ખજૂર ખાવાથી ઘણા ફાયદા થાય છે. જો કે બપોરના નાસ્તા તરીકે પણ ખજૂર ખાઈ શકાય છે અને સૂતી વખતે ઘી સાથે તેનું સેવન કરવાથી પણ ફાયદા રહેલા છે. હવે પ્રશ્ન એ છે કે એક દિવસમાં કેટલી ખજૂર ખાવી જોઈએ તો જવાબ છે કે શરુઆતમાં રોજ માત્ર 2 ખજૂર ખાવી પૂરતી રેહશે. બાદમાં તમે 4 ખજૂર સુધી ખાઈ શકો છો. આનાથી વધુ માત્રામાં ના ખાવી જોઈએ, નહીંતર આડઅસરો પણ જોવા મળી શકે છે.

ખજૂર ખાવાનો શ્રેષ્ઠ સમય

ખજૂર આમ તો કોઇ પન સમયે ખાઇ શકાય છે. પરંતુ જો હેલ્થ નિષ્ણાંતો દ્વારા સૂચવ્યા મુજબ ચોક્કસ સમયે ખજૂર ખાવામા આવે તો વધુ સારો ફાયદો મળે છે.

  • સવારે ખાલી પેટ.
  • લંચ તરીકે.
  • જ્યારે પણ તમને મીઠાઈ ખાવાનું મન થાય ત્યારે ખજૂર ખાઇ શકાય
  • સૂતી વખતે ઘી સાથે ખજૂર ખાઇ શકાય. (વજન વધારવા માટે).
  • ખજૂર અલગ અલગ પ્રકારના ઘણા આવે છે. તમને જે સ્વાદ માફક આવે તે ખાઇ શકો.

ખજૂર શરીરને શક્તિ પ્રદાન કરે છે. તેનુ નિયમિત નિયત માત્રામા સેવન કરવુ જોઇએ.

ખજૂર-ના-ફાયદા
ખજૂર-ના-ફાયદા

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરોઅહિં ક્લીક કરો

ખજૂર ક્યારે ખાવો જોઇએ?

ખજૂર સવારે ખાલી પેટે ખાવો જોઇએ.

ખજૂર ને શા માટે પલાળવો જોઇએ ?

ખજૂર ને પલાળવાથી તેમાં રહેલા ટેનીન/ફાઇટીક એસિડ દૂર થાય છે અને તેને સરળતાથી પચી શકે છે.

Disclaimer

અમે તમારા સુધી ખજૂર ના ફાયદા માટેની માહિતી સોશિયલ મીડિયાના માધ્યમથી સાચી, સુરક્ષિત અને તેના વિશેષજ્ઞ દ્વારા સાચી માહિતી પહોચાડવાનો અમારો ઉદ્દેશ છે. પરંતુ આ માહિતીને ઉપયોગમાં લેતા પહેલા તમારા ડોક્ટરની સલાહ લેવી હિતાવહ છે.

આ ખજૂર ના ફાયદા આર્ટિકલ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે બાબતો તમામ વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

6 thoughts on “ખજૂર ના ફાયદા: દરરોજ ખજૂર ખાવાના આ ફાયદા જાણી, તમે પણ ચાલુ કરી દેશો ખજૂર”

Leave a Comment

error: Content is protected !!